Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૯ :
પર્યાયે પરિણમે છે–એમ નથી. પણ તે તે સમયની નિશ્ચિત ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવાનો દ્રવ્યોનો જ સ્વભાવ
છે. સર્વજ્ઞનું કેવળજ્ઞાન તે તો ‘જ્ઞાપક’ છે એટલે કે જણાવનાર છે, તે કાંઈ પદાર્થોનું કારક નથી. છએ દ્રવ્યો જ
સ્વયં પોતપોતાના છ કારકપણે પરિણમે છે.
• [૨] •
પ્રવચન બીજાું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૩]
પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધપર્યાય કદી થતી નથી. જ્ઞાન–
સ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે.
[૩૬] જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્‌યો તેને જ ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ.
‘અહો! હું જ્ઞાયક છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે, એવા નિર્ણયનો અંતરમાં પ્રયત્ન કરે તેને એમ
નક્કી થઈ જાય કે વસ્તુનો આવો જ સ્વભાવ છે ને સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનથી આમ જ જાણ્યું છે. જે જીવે પોતાના
જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા (એટલે કે નિમિત્તને લીધે કાંઈ ફેરફાર થાય કે રાગથી
ધર્મ થાય એવું મનાવનારા) કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, જ્ઞાનસ્વભાવ તરફ તેનો પુરુષાર્થ
વળ્‌યો છે અને તેને જ સર્વજ્ઞદેવની તથા ક્રમબદ્ધપર્યાયની યથાર્થ શ્રદ્ધા થઈ છે.
[૩૭] સર્વજ્ઞદેવને નહિ માનનાર.
કોઈ એમ કહે કે ‘સર્વજ્ઞદેવ ભવિષ્યની પર્યાયને અત્યારે નથી જાણતા, પરંતુ જ્યારે તે પર્યાય થશે ત્યારે
સર્વજ્ઞદેવ તેને જાણશે!’–તો આમ કહેનારને સર્વજ્ઞની શ્રદ્ધા પણ ન રહી. ભાઈ રે! ભવિષ્યના પરિણામ થશે
ત્યારે સર્વજ્ઞદેવ જાણશે–એમ નથી, સર્વજ્ઞદેવને તો પહેલેથી જ ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન વર્તે છે. તારે જ્ઞાયકપણે
નથી રહેવું પણ નિમિત્ત વડે ક્રમ ફેરવવો છે–એ દ્રષ્ટિ જ તારી ઊંધી છે. જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ કરતાં પર્યાયનો
નિર્મળ ક્રમ શરૂ થઈ જાય છે.
જીવ–અજીવના બધા પરિણામો ક્રમબદ્ધ જેમ છે તેમ સર્વજ્ઞદેવે જાણ્યા છે અને સૂત્રમાં પણ તેમ જ
જણાવ્યા છે; તેથી આચાર્યદેવે ગાથામાં કહ્યું કે “जीवस्साजीवस्स दुजे परिणाम दु देसिया सुत्ते........”
જીવઅજીવના ક્રમબદ્ધપરિણામ જેમ છે તેમ સર્વજ્ઞદેવ તેના જાણનાર છે, પણ તેના કારક નથી.
[૩૮] આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને પણ માનતો નથી.
સમયે સમયે પોતાના ક્રમબદ્ધ પરિણામપણે જીવ ઊપજે છે; જીવમાં અનંતગુણો હોવાથી એક સમયમાં તે
અનંત–ગુણોના અનંત પરિણામો થાય છે; તેમાં દરેક ગુણના પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય
છે. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરતાં જ્ઞાન સ્વસન્મુખ થઈને અકર્તાપણે–સાક્ષીભાવે પરિણમ્યું; ત્યાં,
સાધકદશા હોવાથી હજી અસ્થિરતાનો રાગ પણ થાય છે પરંતુ જ્ઞાન તો તેનુંય સાક્ષી છે. સ્વ–પરપ્રકાશક જ્ઞાન
ખીલ્યું તેની ક્રમબદ્ધ પર્યાય એવી જ છે કે તે સમયે જ્ઞાયકને જાણતાં તેવા રાગને પણ જાણે. આવું જ્ઞાયકપણું જે
ન માને ને પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાનું માને તો તે જીવ આત્માના જ્ઞાનસ્વભાવને માનતો નથી,
કેવળીભગવાનને પણ તે નથી માનતો, કેવળીભગવાને કહેલાં શાસ્ત્રોને પણ તે નથી માનતો અને કેવળજ્ઞાનના
સાધક ગુરુ કેવા હોય તેને પણ તે જાણતો નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જેણે પોતાના જ્ઞાનસ્વભાવને
પ્રતીતમાં લીધો તેને સમ્યગ્દર્શનાદિ થયા છે, અને તેણે જ ખરેખર કેવળીભગવાનને, કેવળીના શાસ્ત્રોને તથા
ગુરુને માન્યા છે.