: ૧૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
ચારિત્ર પ્રગટ કરીને મુનિપણું લઈ લેવું જોઈએ–એમ હઠ ન હોય, અને ગમે તેવો રાગ થાય તેનો વાંધો નથી–
એવો સ્વછંદ પણ ન હોય, જ્ઞાયકભાવરૂપ મોક્ષમાર્ગનો ઉદ્યમ તેને ચાલ્યા જ કરે છે.
[૪૫] આ સમજે તો બધા ગોટા નીકળી જાય.
અત્યારે ઉપાદાન–નિમિત્તના ને નિશ્ચય–વ્યવહારના ઘણા ગોટા ચાલે છે, જો આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ
બરાબર સમજે તો તે બધા ગોટા નીકળી જાય તેમ છે. ‘દ્રવ્ય પોતાના ક્રમબદ્ધપરિણામ પણે ઊપજે છે’ એમ કહ્યું
તેમાં તે તે પર્યાયનું ક્ષણિક ઉપાદાન આવી જાય છે. એકેક સમયની પર્યાય પોતપોતાના ક્ષણિક ઉપાદાનથી જ
ક્રમબદ્ધપણે–નિયમિતપણે ઊપજે છે; પોતાના પરિણામોથી જ એટલે કે તે સમયની ક્ષણિક લાયકાતથી જ ઊપજે
છે, નિમિત્તથી ઊપજતાં નથી. દરેક ગુણમાં પોતપોતાના ક્ષણિક ઉપાદાનથી ક્રમબદ્ધપરિણામ ઊપજે છે, એ રીતે
અનંત ગુણોના અનંત પરિણામો એક સમયમાં ઊપજે છે, આ જે ક્રમબદ્ધપણું કહેવામાં આવે છે તે
‘ઉદ્ધર્વતાસામાન્ય’ અપેક્ષાએ એટલે કે કાળપ્રવાહની અપેક્ષાએ કહેવાય છે.
[૪૬] વજ્રભીંત જેવો નિર્ણય.
ભાઈ! તારા જ્ઞાનને અંતરમાં વાળીને એકવાર વજ્રભીંત જેવો યથાર્થ નિર્ણય તો કર. વજ્રભીંત જેવો
નિર્ણય કર્યા વગર મોક્ષમાર્ગ તરફ તારું વીર્ય ઊપડશે નહિ. આ નિર્ણય કરતાં તારી પ્રતીતમાં જ્ઞાનની અધિકતા
થઈ જશે ને રાગ તે જ્ઞાનનું જ્ઞેય થઈ જશે આ સિવાય પરને હું કરું ને પરને હું ફેરવું–એવી બુદ્ધિ તે તો
સંસારભ્રમણના કારણરૂપ છે.
[૪૭] કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે.
આત્મા જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન કોને ફેરવે? જેમ કેવળીભગવાન જગતના જ્ઞાતા–દ્રષ્ટા જ છે, તેમ આ
આત્મા પણ જ્ઞાતા–દ્રષ્ટાપણાનું જ કાર્ય કરી રહ્યો છે. ભગવાન પૂરું એક સમયમાં જાણે છે ને આ જીવ અલ્પ
જાણે છે, એટલો જ ફેર છે. પણ પોતાના જ્ઞાતાદ્રષ્ટાપણાની પ્રતીત ન કરતાં, અન્યથા માનીને જીવ સંસારમાં
રખડે છે. ઓછું ને વધારે એવા ભેદને ગૌણ કરી નાખે તો બધા જીવોમાં જ્ઞાનનો એક જ પ્રકાર છે, બધા ય જીવો
જ્ઞાનસ્વરૂપ છે ને જાણવાનું જ કાર્ય કરે છે; પણ જ્ઞાનપણે પોતાનું અસ્તિત્વ છે તેને પ્રતીતમાં ન લેતાં, જ્ઞાનના
અસ્તિત્વમાં પરનું અસ્તિત્વ ભેગું ભેળવીને પર સાથે એકપણું માને છે, તે જ દુઃખ અને સંસાર છે.
[૪૮] નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અકર્તા છે.
“સર્વજ્ઞભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, તે ભગવાન તો ‘જ્ઞાપક’ છે માટે તે પરમાં કાંઈ
ફેરફાર ન કરે–એ વાત તો બરાબર, પણ આ જીવ તો નિમિત્તપણે કારક થઈને પોતાની ઈચ્છા પ્રમાણે પદાર્થોમાં
ફેરફાર–આડુંઅવળું કરી શકે!”–એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી. જ્ઞાપક હો કે કારક હો, પણ પદાર્થની
ક્રમબદ્ધપર્યાયને ફેરવીને કોઈ આડી–અવળી કરતું નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કારક થઈને ક્રમબદ્ધપર્યાયપણે
ઊપજે છે, નિમિત્તરૂપ બીજું દ્રવ્ય તે ખરેખર કારક નથી પણ અકારક છે, અકારકને કારક કહેવું તે ઉપચારમાત્ર
છે; એ જ પ્રમાણે નિમિત્ત તે અકર્તા છે, તે અકર્તાને કર્તા કહેવો તે ઉપચાર છે–વ્યવહાર છે–અભૂતાર્થ છે.
[૪૯] જ્ઞાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય.
ભગવાન સર્વના જ્ઞાયક છે–એવો નિર્ણય કોણે કર્યો? જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પોતે જ્ઞાયક થયો
ત્યારે જ ભગવાનના જ્ઞાયકપણાનો યથાર્થ નિર્ણય થયો.
[૫૦] પર્યાયમાં અનન્યપણું હોવાથી, પર્યાય પલટતાં દ્રવ્ય પણ પલટે છે, ઘંટીના નીચલા
પડની જેમ તે સર્વથા કૂટસ્થ નથી.
અહીં એમ કહ્યું કે ક્રમબદ્ધ પરિણામપણે દ્રવ્ય ઊપજે છે– ‘दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु
अणण्णं’ દ્રવ્ય પોતાના જે ગુણોથી જે ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે તેમાં તેને અનન્ય જાણ. એટલે, એકલી
પર્યાય જ પલટે છે ને દ્રવ્ય–ગુણ તો ‘ઘંટીના નીચલા પડની જેમ’ સર્વથા કૂટસ્થ જ રહે છે–એમ નથી. પર્યાય
પલટતાં તે તે પર્યાયપણે દ્રવ્ય–ગુણ ઊપજે છે. પહેલા સમયની પર્યાયમાં જે દ્રવ્ય–ગુણ અનન્ય હતા તે બીજા સમયે
પલટીને બીજા સમયની પર્યાયમાં અનન્ય છે. પહેલા સમયે પહેલી પર્યાયનો જે કર્તા હતો તે પલટીને બીજી
પર્યાયનો કર્તા થયો છે. એ જ પ્રમાણે કર્તાની માફક કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ એ બધા
કારકોમાં સમયે સમયે પલટો થાય છે. પહેલા સમયે જેવું કર્તાપણું