Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૩ :
હતું તેવું જ કર્તાપણું બીજા સમયે તે રહ્યું નથી, પર્યાય બદલતાં કર્તાપણું વગેરે પણ બદલ્યું છે. કર્તા–કર્મ વગેરે છ
કારકો જેવા સ્વરૂપે પહેલા સમયે હતા તેવા જ સ્વરૂપે બીજા સમયે નથી રહ્યા; પહેલા સમયે પહેલી પર્યાય સાથે
તદ્રૂપ થઈને તેનું કર્તાપણું હતું, ને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રૂપ થઈને તે બીજી પર્યાયનું કર્તાપણું થયું.
આમ પર્યાય અપેક્ષાએ, નવી નવી પર્યાયો સાથે તદ્રૂપ થતું–થતું આખું દ્રવ્ય સમયે સમયે પલટી રહ્યું છે; દ્રવ્ય
અપેક્ષાએ ધુ્રવતા છે. આ જરાક સૂક્ષ્મ વાત છે.
પ્રવચનસારની ૯૩ મી ગાથામાં પણ કહ્યું છે કે ‘तेहिं पुणो पज्जाया....’ એટલે દ્રવ્ય તથા ગુણોથી
પર્યાયો થાય છે. દ્રવ્ય પરિણમતાં તેના અનંત ગુણો પણ ક્રમબદ્ધપર્યાયપણે ભેગા જ પરિણમી જાય છે. પર્યાયમાં
અનન્યપણે દ્રવ્ય ઊપજે છે એમ કહેતાં, પર્યાય પરિણમતાં દ્રવ્ય પણ પરિણમ્યું છે–એ વાત સિદ્ધ થાય છે; કેમકે
જો દ્રવ્ય સર્વથા ન જ પરિણમે તો પહેલી પર્યાયથી છૂટીને બીજી પર્યાય સાથે તે કઈ રીતે તદ્રૂપ થાય? પર્યાય
પલટતાં જો દ્રવ્ય ન પલટે તો તે જુદું પડ્યું રહે! –એટલે બીજી પર્યાય સાથે તેને તદ્રૂપપણું થઈ શકે જ નહિ.
પરંતુ એમ બનતું નથી, પર્યાય પરિણમ્યે જાય ને દ્રવ્ય જુદું રહી જાય–એમ બનતું નથી.
કોઈ એમ કહે કે “પહેલા સમયની જે પર્યાય છે તે પર્યાય પોતે જ બીજા સમયની પર્યાયરૂપ પરિણમી
જાય છે, દ્રવ્ય નથી પરિણમતું”–તો એ વાત જૂઠી છે. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી
પર્યાય આવે એમ માનનારને તો ‘પર્યાયમૂઢ’ કહ્યો છે. પર્યાય પલટતાં તેની સાથે દ્રવ્ય ક્ષેત્ર ને ભાવ પણ
(પર્યાય અપેક્ષાએ) પલટી ગયાં છે. જો એમ ન હોય તો સમય સમયની નવી પર્યાય સાથે દ્રવ્યનું તદ્રૂપપણું સિદ્ધ
થઈ શકે નહિ. ‘સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાત્મ્ય છે’–એમ કહીને આચાર્યદેવે અલૌકિક નિયમ
ગોઠવી દીધો છે. ચિદ્દવિલાસમાં પણ એ વાત લીધી છે.
[જુઓ ગુજરાતી પાનું ૩૦–૩૧]
[૫૧] જીવનું સાચું જીવતર.
જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજતો થકો, તેમાં તન્મયપણે જીવ જ છે, અજીવ નથી. અજીવના કે
રાગના આશ્રયે ઊપજે એવું જીવનું ખરું સ્વરૂપ નથી. વળી ક્રમબદ્ધપરિણામ ન માને તો તેને પણ વસ્તુસ્વરૂપની
ખબર નથી. ‘જીવતો જીવ’ તો પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેને બદલે અજીવ વગેરે નિમિત્તને લીધે
જીવ ઊપજે એમ માને, અથવા તો જીવ નિમિત્ત થઈને અજીવને ઊપજાવે એમ માને, તો તેણે જીવના જીવતરને
જાણ્યું નથી. જીવનું જીવતર તો આવું છે કે પરના કારણકાર્ય વગર જ પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે.
[૫૨] દ્રષ્ટિ અનુસાર ક્રમબદ્ધપર્યાય છે.
આત્મા જ્ઞાયકસ્વરૂપ....સમભાવી સૂર્ય છે, એવા સ્વભાવને જે જાણતો નથી ને સ્વછંદી થઈને મિથ્યાત્વની
વિષમબુદ્ધિથી કર્તાપણું માને છે–પરમાં આડુંઅવળું કરવા માંગે છે–તેણે ખરેખર જીવને માન્યો નથી, જ્ઞાયકસ્વરૂપ
જીવતત્ત્વને તેણે જાણ્યું નથી. કર્તાપણું માનીને ક્યાંય પણ ફેરફાર કરવા ગયો ત્યાં પોતે જ્ઞાતાપણે ન રહ્યો, ને
ક્રમબદ્ધપર્યાય જ્ઞેયપણે છે તેને પણ ન માની; એટલે અકર્તાસાક્ષીસ્વરૂપ જ્ઞાયક જીવતત્ત્વ તેની દ્રષ્ટિમાં ન રહ્યું.
જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તે જ્ઞાતા છે–અકર્તા છે, અને નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે તે ઊપજે છે;
જ્ઞાતાસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી ને પર સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઉપર જ જેની દ્રષ્ટિ છે તેને ઊંધી
દ્રષ્ટિમાં ક્રમબદ્ધપર્યાય અશુદ્ધ થાય છે. આ રીતે દ્રષ્ટિ ફેરવવાની આ વાત છે, પરની દ્રષ્ટિ છોડીને જ્ઞાયક
સ્વભાવની દ્રષ્ટિ કરવાની આ વાત છે; એવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર આ વાત યથાર્થપણે સમજાય તેવી નથી.
[૫૩] ‘જ્ઞાયક’ના લક્ષ વગર એક પણ ન્યાય સાચો ન આવે.
પાણીના લોઢનો જે પ્રવાહ છે તે આડોઅવળો થતો નથી, પહેલાનો પ્રવાહ પાછળ, ને પાછળનો પ્રવાહ
આગળ એમ બનતું નથી, તેમ દ્રવ્ય પોતાના અનાદિ–અનંત પર્યાયોના પ્રવાહક્રમને દ્રવે છે–પ્રવહે છે, તે
પ્રવાહક્રમમાં જે જે પર્યાયને તે દ્રવે છે તે તે પર્યાયની સાથે તે અનન્ય છે. જેમ મકાનના બારીબારણાં નિયત છે,
નાના મોટાં અનેક બારીબારણામાં જે ઠેકાણે જે બારી કે બારણું ગોઠવવાનું હોય તે જ બંધ બેસતું આવે; મોટું
બારણું કાપીને નાના બારણાની જગાએ ગોઠવી દે તો તે મોટા બારણાની જગ્યાએ શું મૂકશે? મોટા બારણાને
ઠેકાણે કાંઈ નાનું બારણું બંધ બેસતું નહીં આવે ત્યાં તો સૂતાર દરેક બારી–