Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 69

background image
: ૩૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
પોતપોતાની ક્રમબદ્ધ યોગ્યતાથી જ કાર્ય થાય છે, પરથી તેમાં કાંઈ પણ થતું નથી. વસ્તુ પોતાની
ક્રમબદ્ધપર્યાયપણે પોતાની યોગ્યતાથી જ સ્વયં પરિણમી જાય છે, બીજી ચીજ તો ધર્માસ્તિકાયવત્ નિમિત્તમાત્ર
છે. અહીં ધર્માસ્તિકાયનો દાખલો આપીને પૂજ્યપાદસ્વામીએ નિમિત્તનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ કરી દીધું છે.
ધર્માસ્તિકાય તો આખા લોકમાં સદાય એમ ને એમ સ્થિત છે; જે જીવ કે પુદ્ગલો સ્વયં પોતાની
યોગ્યતાથી જ ગતિ કરે છે તેમને તે નિમિત્તમાત્ર છે. ગતિરૂપે ‘સ્વયં પરિણમતાને’ જ નિમિત્ત છે, સ્વયં નહિ
પરિણમતાને તે પરિણમાવતું નથી, તેમ જ નિમિત્ત પણ થતું નથી.
“યોગ્યતા વખતે નિમિત્ત ન હોય તો?”–એમ શંકા કરનાર ખરેખર યોગ્યતાને કે નિમિત્તના સ્વરૂપને
જાણતો નથી. જેમ કોઈ પૂછે કે “જીવ–પુદ્ગલમાં ગતિ કરવાની યોગ્યતા તો છે, પણ ધર્માસ્તિકાય ન હોય
તો?”–તો એમ પૂછનાર ખરેખર જીવ–પુદ્ગલની યોગ્યતાને કે ધર્માસ્તિકાયને જાણતો નથી. કેમ કે ગતિ વખતે
સદાય ધર્માસ્તિકાય નિમિત્તપણે હોય જ છે, જગતમાં ધર્માસ્તિકાય ન હોય એમ કદી બનતું જ નથી.
‘યોગ્યતા વખતે નિમિત્ત ન હોય તો?’
‘ગતિની યોગ્યતા વખતે ધર્માસ્તિકાય ન હોય તો?’
‘પાણી ઊનું થવાની યોગ્યતા વખતે અગ્નિ ન હોય તો?’
‘માટીમાં ઘડો થવાની યોગ્યતા વખતે કુંભાર ન હોય તો?’
‘જીવમાં મોક્ષ થવાની યોગ્યતા હોય પણ વજ્રર્ષભનારાચસંહનન ન હોય તો?’
–એ બધા પ્રશ્નો એક જ જાતના–નિમિત્તાધીન દ્રષ્ટિવાળાના –છે. એ જ પ્રમાણે ગુરુ–શિષ્ય, ક્ષાયક
સમ્યક્ત્વ અને કેવળી–શ્રુતકેવળી, વગેરે બધામાં સમજી લેવું. જગતમાં જીવ કે અજીવ દરેક દ્રવ્ય પોતપોતાના
નિયમિત સ્વકાળની યોગ્યતાથી જ પરિણમે છે, તે વખતે બીજી ચીજ નિમિત્તપણે હોય તે ‘गतेः
धर्मास्तिकायवत्’ છે. કોઈ પણ કાર્ય થવામાં વસ્તુની ‘योग्ता ही’ નિશ્ચય કારણ છે, બીજું કારણ કહેવું તે
‘ગતિમાં ધર્માસ્તિકાયવત્’ ઉપચારમાત્ર છે, એટલે કે ખરેખર તે કારણ નથી. પોતાની ક્રમબદ્ધપર્યાયપણે વસ્તુ
પોતે જ ઊપજે છે–એ નિયમ સમજે તો નિમિત્તાધીન દ્રષ્ટિના બધા ગોટા નીકળી જાય. વસ્તુ એક સમયમાં
ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ છે. એક સમયમાં પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે, તે જ સમયે પૂર્વ પર્યાયથી વ્યય
પામે, ને તે જ સમયે સળંગતાપણે ધુ્રવ ટકી રહે–એમ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ વસ્તુ પોતે વર્તે છે, એક વસ્તુના
ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં વચ્ચે કોઈ બીજું દ્રવ્ય ઘૂસી જાય–એમ બનતું નથી.
જેમ, ખરેખર મોક્ષમાર્ગ તો એક જ છે, પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે; નિશ્ચયરત્નત્રયને મોક્ષમાર્ગ
કહેવો તે તો ખરેખર મોક્ષમાર્ગ છે, અને વ્યવહારરત્નત્રયના રાગને મોક્ષમાર્ગ કહેવો તે ખરેખર મોક્ષમાર્ગ નથી,
પણ ઉપચારમાત્ર છે;
તેમ, કાર્યનું કારણ ખરેખર એક જ છે. વસ્તુની યોગ્યતા તે જ ખરું કારણ છે, અને નિમિત્તને બીજું
કારણ કહેવું તે ખરું કારણ નથી પણ ઉપચારમાત્ર છે;
એ જ પ્રમાણે, કાર્યનો કર્તા પણ એક જ છે, બે કર્તા નથી. બીજાને કર્તા કહેવો તે ઉપચારમાત્ર છે.
[૧૧૫] દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન જાણ્યા વિના ભેદજ્ઞાન થાય નહિ.
અહીં કહે છે કે દ્રવ્ય ઊપજતું થકું પોતાના પરિણામથી અનન્ય છે, એટલે તે પરિણામના કર્તા બે ન હોય.
એક દ્રવ્યના પરિણામમાં બીજું દ્રવ્ય તન્મય ન થાય, માટે બે કર્તા ન હોય; તેમ જ એક દ્રવ્ય બે પરિણામમાં
(પોતાના ને પરના બંનેના પરિણામમાં) તન્મય ન થાય, માટે એક દ્રવ્ય બે પરિણામને ન કરે. નાટક–
સમયસારમાં પં. બનારસીદાસજી કહે છે કે–
करता परिनामी दरव, करमरूप परिनाम।
किरिया परजयकी फिरनी, वस्तु एक त्रय नाम।।
७।।
અર્થાત્–અવસ્થારૂપે જે દ્રવ્ય પરિણમે છે તે કર્તા છે; જે પરિણામ થાય છે તે તેનું કર્મ છે; અને અવસ્થાથી
અવસ્થાંતર થવું તે ક્રિયા છે. આ કર્તા, કર્મ અને ક્રિયા વસ્તુપણે ભિન્ન નથી, એટલે કે તે ભિન્ન ભિન્ન વસ્તુમાં
રહેતા નથી. વળી–
एक परिनाम के न करता दरव दोइ, दोइ परिनाम एक दर्व न धरतु है।