Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૩૫ :
एक करतूति दोइ दर्व कबहूं न करैं, दोइ करतूति एक दर्व न करतु है।।
जीव पुदगल एक खेत–अवगाही दोउ, अपनें अपनें रूप कोउ न टरतु है।
जड परनामनिकौ करता है पुदगल, चिदानंद चेतन सुभाउ आचरतु है।।
१०।।
અર્થાત્–એક પરિણામના કર્તા બે દ્રવ્ય ન હોય; એક દ્રવ્ય બે પરિણામને ન કરે. એક ક્રિયાને બે દ્રવ્ય કદી
ન કરે, તેમ જ એક દ્રવ્ય બે ક્રિયાને ન કરે.
જીવ અને પુદ્ગલ જો કે એક ક્ષેત્રે રહેલાં છે તો પણ પોતપોતાના સ્વભાવને કોઈ છોડતા નથી. પુદ્ગલ
તો તેના જડ પરિણામોનું કર્તા છે, અને ચિદાનંદ આત્મા પોતાના ચેતન સ્વભાવને આચરે છે–કરે છે.
–આ પ્રમાણે દરેક દ્રવ્યના ભિન્ન ભિન્ન સ્વતંત્ર પરિણમનને જ્યાં સુધી જીવ ન જાણે ત્યાં સુધી પરથી
ભેદજ્ઞાન થાય નહિ ને સ્વભાવમાં એકતા પ્રગટે નહિ, એટલે સમ્યગ્દર્શનાદિ કાંઈ થાય નહિ.
[૧૧૬] પર્યાયમાં જે તન્મય હોય તે જ તેનો કર્તા.
ક્રમબદ્ધપરિણામે પરિણમતું દ્રવ્ય પોતાની પર્યાય સાથે એકમેક છે, એ સિદ્ધાંત સમજાવવા આચાર્યદેવ
અહીં સોનાનું દ્રષ્ટાંત આપે છે. જેમ સોનામાં કુંડળ વગેરે જે અવસ્થા થઈ તેની સાથે તે સોનું એકમેક છે, જુદું
નથી; સોનાની અવસ્થાથી સોની જુદો છે પણ સોનું જુદું નથી. તેમ જગતના જીવ કે અજીવ બધાય દ્રવ્યો
પોતપોતાની જે અવસ્થા થાય છે તેની સાથે એકમેક છે, બીજા સાથે એકમેક નથી, માટે તે બીજાના અકર્તા છે. જે
પર્યાય થઈ, તે પર્યાયમાં જે તન્મય હોય તે જ તેનો કર્તા હોય, પણ તેનાથી જે જુદો હોય તે તેનો કર્તા ન હોય–
એ નિયમ છે. જેમ કે–
ઘડો થયો, ત્યાં તે ઘડારૂપ અવસ્થા સાથે માટીના પરમાણુઓ એકમેક છે, પણ કુંભાર તેની સાથે એકમેક
નથી, માટે કુંભાર તેનો અકર્તા છે,
વસ્ત્ર થયું, ત્યાં તે વસ્ત્રરૂપ પર્યાય સાથે તાણા–વાણાના પરમાણુઓ એકમેક છે, પણ વણકર તેની સાથે
એકમેક નથી, માટે તે તેનો અકર્તા છે.
કબાટ થયો, ત્યાં તે કબાટની અવસ્થા સાથે લાકડાના પરમાણુઓ એકમેક છે, પણ સુતાર તેની સાથે
એકમેક નથી, માટે તે તેનો અકર્તા છે.
રોટલી થઈ, ત્યાં રોટલીની અવસ્થા સાથે લોટના પરમાણુઓ એકમેક છે, પણ બાઈ (રસોઈ કરનાર)
તેની સાથે એકમેક નથી, માટે બાઈ રોટલીની અકર્તા છે.
સમ્યગ્દર્શન થયું, ત્યાં તે પર્યાય સાથે આત્મા પોતે એકમેક છે તેથી આત્મા તેનો કર્તા છે, પણ અજીવ
તેમાં એકમેક નથી માટે તે અકર્તા છે. એ પ્રમાણે સમ્યગ્જ્ઞાન, સુખ, આનંદ, સિદ્ધદશા વગેરે બધી અવસ્થાઓમાં
સમજી લેવું. તે તે અવસ્થાપણે ઊપજતો થકો જીવ જ તેમાં તદ્રૂપ થઈને તેનો કર્તા છે, તે અજીવ નથી એટલે
અજીવ સાથે તેને કાર્ય–કારકપણું નથી.
[૧૧૭] જ્ઞાતા રાગનો અકર્તા.
અહીં તો આચાર્યદેવ એ સિદ્ધાંત સમજાવે છે કે જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને જે જીવ જ્ઞાતાપરિણામપણે
ઊપજ્યો તે જીવ રાગનો પણ અકર્તા છે; પોતાના જ્ઞાતાપરિણામમાં તન્મય હોવાથી તેનો કર્તા છે, ને રાગનો
અકર્તા છે, કેમકે રાગમાં તે તન્મય નથી. જ્ઞાયકભાવમાં જે તન્મય થયો તે રાગમાં તન્મય થતો નથી, માટે તે
રાગનો અકર્તા જ છે.
–આવા જ્ઞાતાસ્વભાવને જાણવો તે નિશ્ચય છે. સ્વસન્મુખ થઈને આવું નિશ્ચયનું જ્ઞાન કરે તો, કઈ
પર્યાયમાં કેવો રાગ હોય ને ત્યાં નિમિત્ત–નૈમિત્તિક સંબંધ કેવા પ્રકારનો હોય, –તે બધા વ્યવહારનો પણ યથાર્થ
વિવેક થઈ જાય.
[૧૧૮] નિશ્ચય–વ્યવહારનો જરૂરી ખુલાસો.
ઘણા લોકો કહે છે કે આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહારે તો જીવ જડકર્મનો કર્તા છે! તો આચાર્યદેવ
કહે છે કે અરે ભાઈ! જેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર નથી ને કર્મ ઉપર છે એવા અજ્ઞાનીને જ કર્મના કર્તાપણાનો
વ્યવહાર લાગુ પડે છે, જ્ઞાયકદ્રષ્ટિવાળા જ્ઞાનીને તેવો વ્યવહાર લાગુ પડતો નથી. જ્ઞાયકસ્વભાવી જીવ
મિથ્યાત્વાદિ કર્મનો અકર્તા હોવા છતાં તેને કર્મનો કર્તા કહેવો તે વ્યવહાર છે, અને તે વ્યવહાર અજ્ઞાનીને જ
લાગુ પડે છે. જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિવાળો જ્ઞાની તો અકર્તા જ છે.