: ૩૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
उपादान निजगुण जहां तहां निमित्त पर होय।
भेदज्ञान परमाण विधि विरला बूझे कोय।। ४।।
અર્થાત્ –જ્યાં ઉપાદાનની પોતાની નિજશક્તિથી કાર્ય થાય છે, ત્યાં બીજી ચીજ નિમિત્ત હોય છે; આમ
ઉપાદાન અને નિમિત્ત બંને ચીજ તો છે, પણ ત્યાં ઉપાદાનની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, ને નિમિત્ત
તો તેમાં અભાવરૂપ–અકિચિત્કર છે,–એવી ભેદજ્ઞાનની યથાર્થ વિધિ કોઈ વિરલા જ જાણે છે, એટલે કે સમકીતિ
જ જાણે છે.
[૧૨૫] અહીં સિદ્ધ કરવું છે–આત્માનું અકર્તાપણું.
અત્યાર સુધીમાં આચાર્યદેવે એ વાત સિદ્ધ કરી કે–“પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી
ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું
અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને
પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે.”
હવે આ સિદ્ધાંત ઉપરથી જીવનું અકર્તાપણું સિદ્ધ કરવા માટે આચાર્યદેવ કહે છે કે “આમ જીવ પોતાના
પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી;×××” કર્તા થઈને
પોતાના જ્ઞાયકપરિણામપણે ઊપજતો જીવ, કર્મના બંધનનું પણ કારણ થાય–એમ બનતું નથી, એ રીતે તેનું
અકર્તાપણું છે.
[૧૨૬] ‘એકનો કર્તા તે ‘બે’નો કર્તા નથી. (જ્ઞાયકના અકર્તાપણાની સિદ્ધિ.)
પ્રશ્ન:– જો જીવ પોતાના પરિણામથી ઊપજે છે ને તેમાં તદ્રૂપ થઈને તેને કરે છે, તો એક ભેગું બીજાનું
પણ કરે–તેમાં શો વાંધો? ‘એકનો ગોવાળ તે બેનો ગોવાળ’ એટલે જે ગોવાળ એક ગાય ચરાવવા લઈ જાય તે
ભેગો બે ગાય લઈ જાય, તો તેમાં તેને શું મહેનત? અથવા ‘એકનું રાંધવું, ભેગું બેનું રાંધવું.’ તેમ કર્તા થઈને
એક પોતાનું કરે તે ભેગું બીજાનું પણ કરે તો શું વાંધો? જીવ પોતે જ્ઞાયકપણે ઊપજે પણ ખરો ને કર્મને બાંધે
પણ ખરો–એમાં શું વાંધો?
ઉત્તર:– દરેક દ્રવ્ય પોતાની પર્યાય સાથે તદ્રૂપ છે તેથી તેને તો કરે, પણ પર સાથે તદ્રૂપ નથી તેથી તેનો તે
કર્તા નથી. પર સાથે તદ્રૂપ થાય તો જ પરને કરે, પરંતુ એમ તો કદી બની શકતું નથી. એટલે ‘ગાયના ગોવાળ’
વગેરે લૌકિક કહેવત અહીં લાગુ ન પડે. સ્વભાવ–સન્મુખ થઈને પોતાના જ્ઞાયકભાવપણે જે જીવ પરિણમ્યો, તે
જીવ પોતાના તે જ્ઞાયકભાવ સાથે તદ્રૂપ છે, તેથી તેનો તો તે કર્તા છે, પરંતુ રાગાદિભાવો સાથે તે તદ્રૂપ નથી
તેથી તે ખરેખર રાગનો પણ કર્તા નથી, એટલે કર્મના કર્તાપણાનો વ્યવહાર પણ તેને લાગુ પડતો નથી. આથી
આચાર્યદેવ કહે છે કે ‘જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ
થતો નથી.’
ક્યો જીવ? ....કે જ્ઞાની;
કેવા પરિણામ? ....કે જ્ઞાતાદ્રષ્ટાના નિર્મળ પરિણામ;–જ્ઞાની પોતાના જ્ઞાતાદ્રષ્ટાના નિર્મળપરિણામપણે
ઊપજે છે, પણ અજીવ કર્મોના બંધનું કારણ થતો નથી; કેમકે તેને પોતાના જ્ઞાયકભાવ સાથે જ એકતા છે,
રાગાદિ સાથે કે કર્મ સાથે એકતા નથી, માટે તે રાગાદિનો ને કર્મનો અકર્તા જ છે. જીવ પોતાના
જ્ઞાયકપરિણામનો કર્તા થાય, ને સાથે સાથે અજીવમાં નવા કર્મો બંધાવામાં પણ નિમિત્ત થાય–એમ બનતું નથી.
નવાં કર્મોમાં મુખ્યપણે અહીં મિથ્યાત્વ આદિ એકતાલિસ પ્રકૃતિની વાત લેવી છે, –તેનું બંધન જ્ઞાનીને થતું જ
નથી. જ્ઞાનીને પોતાના નિર્મળ જ્ઞાનપરિણામ સાથે કાર્યકારણપણું છે, પરંતુ અજીવ સાથે કે રાગાદિ સાથે તેને
કાર્યકારણપણું નથી, તેથી તે અકર્તા જ છે.
[૧૨૭] વ્યવહાર –ક્યો? અને કોને?
પ્રશ્ન:– આ તો નિશ્ચયની વાત થઈ, હવે વ્યવહાર સમજાવો.
ઉત્તર:– આ નિશ્ચયસ્વરૂપ સમજે તેને વ્યવહારની ખબર પડે. જ્ઞાતા જાગ્યો અને સ્વ–પર–પ્રકાશક શક્તિ
ખીલી ત્યારે નિમિત્ત અને વ્યવહાર કેવા હોય તેને તે જાણે છે. પોતે રાગથી અધિક થઈને જ્ઞાયકપણે પરિણમતો,
અસ્થિરતાનો જે રાગ છે તેને પણ જાણે છે તે જ્ઞાનીનો વ્યવહાર છે. પણ જ્યાં નિશ્ચયનું ભાન નથી, જાણનાર
જાગ્યો નથી, ત્યાં વ્યવહારને જાણશે કોણ? તે અજ્ઞાની તો રાગને જાણતાં તેમાં જ એકતા માની લ્યે છે, એટલે
તેને તો રાગ તે જ નિશ્ચય થઈ ગયો, રાગથી જુદો કોઈ