મહાવિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવંતો અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય
અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે માને, પણ અહીં તો પંચ પરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે
રાખીને આ વાત કહેવાય છે.
જ્ઞાયકસ્વભાવ, નથી તો પરનો કર્તા, કે નથી રાગનો કર્તા. કર્તા થઈને પરની અવસ્થા ઉપજાવે એવું તો જ્ઞાયકનું
સ્વરૂપ નથી, તેમજ રાગમાં કર્તાબુદ્ધિ પણ તેનો સ્વભાવ નથી, રાગ પણ તેના જ્ઞેયપણે જ છે. રાગમાં તન્મય
થઈને નહિ, પણ રાગથી અધિક રહીને–ભિન્ન રહીને જ્ઞાયક તેને જાણે છે. આવું જ્ઞાયક–વસ્તુસ્વરૂપ સમજે તો
જાણપણાના ને કર્તાપણાના બધા ગર્વ ઊડી જાય.
જ્ઞાની એમ જાણે છે કે સમયે સમયે મારા જ્ઞાનના જે નિર્મળ ક્રમબદ્ધ પરિણામ થાય છે તેમાં જ હું તન્મય છું,
રાગમાં કે પરમાં હું તન્મય નથી માટે તેનો હું અકર્તા છું.
આ વાત સમજાવવી છે.
વસ્તુ માત્ર વાત કરવા માટે નથી, પણ સમજીને અંતરમાં દ્રષ્ટિ પલટાવવા માટે આ ઉપદેશ છે. ક્રમબદ્ધપર્યાય તો
અજીવમાં પણ થાય છે, પણ તેને કાંઈ એમ નથી સમજાવવું કે તું અકર્તા છો માટે દ્રષ્ટિ પલટાવ! અહીં તો જીવને
સમજાવવું છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાયકસ્વભાવને ભૂલીને, ‘હું પરનો કર્તા’ એમ માની રહ્યો છે; તેને અહીં
સમજાવે છે કે ભાઈ! તું તો જ્ઞાયક છો, જીવ ને અજીવ બધાય દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયમાં પરિણમી રહ્યા
છે, તું તેનો જ્ઞાયક છો, પણ કોઈ પરનો કર્તા તું નથી. ‘હું જ્ઞાયકભાવ, પરનો