દ્રષ્ટિની દિશા સ્વ તરફ વાળે ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે, ને તેને પોતામાં નિર્મળપર્યાયનો
ક્રમ શરૂ થઈ જાય છે. ‘મારી બધી પર્યાયો ક્રમબદ્ધ–ક્રમસર થાય છે’ એમ નિર્ણય કરવા જતાં, તે પર્યાયોપણે
પરિણમનારા એવા જ્ઞાયકદ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય છે. મારું ક્રમબદ્ધપરિણમન મારામાં, ને પરનું ક્રમબદ્ધપરિણમન
પરમાં, પરના ક્રમમાં હું નહિ, ને મારા ક્રમમાં પર નહિ,–આવું યથાર્થ ભેદજ્ઞાન કરતાં, ‘હું પરનું કાંઈ કરું’ એવી
દ્રષ્ટિ છૂટી જાય છે, ને જ્ઞાયકસ્વભાવસન્મુખ દ્રષ્ટિ થાય છે. તે સ્વસન્મુખદ્રષ્ટિનું પરિણમન થતાં જ્ઞાન, આનંદ,
વીર્ય વગેરે બધા ગુણોમાં પણ સ્વાશ્રયે અંશે નિર્મળ પરિણમન થયું.
કેવળજ્ઞાન ત્રણકાળની સમસ્તપર્યાયોને ન જાણે તો તે કેવળજ્ઞાન શેનું? અને જો પદાર્થોની ત્રણેકાળની બધી
પર્યાયો વ્યવસ્થિત–ક્રમબદ્ધ જ ન હોય તો કેવળીભગવાને જોયું શું?
चित्स्वभावाय भावाय, सर्वभावांतरच्छिदे।।
છે એટલે સ્વસન્મુખ જ્ઞાનક્રિયા વડે જ તે પ્રકાશમાન છે, રાગવડે કે વ્યવહારના અવલંબન વડે તે પ્રકાશતો નથી.
વળી કહ્યું કે તે જ્ઞાનસ્વભાવરૂપ વસ્તુ છે, ને પોતાથી અન્ય સમસ્ત ભાવોને પણ જાણનાર છે. આ રીતે, જીવનો
જ્ઞાનસ્વભાવ છે ને તે ત્રણેકાળની ક્રમબદ્ધપર્યાયોને જાણે છે–એ વાત પણ તેમાં આવી ગઈ.
જાણે–દેખે છે, અને લોકાલોકને તો વ્યવહારથી જાણે–દેખે છે; તથા સમયસારની ગા. ૧૧ માં વ્યવહારને
અભૂતાર્થ કહ્યો છે. માટે ‘સર્વજ્ઞ ભગવાને ત્રણકાળની બધી પર્યાયો જાણી છે ને તે પ્રમાણે જ પદાર્થોમાં ક્રમબદ્ધ
પરિણમન થાય છે’ એ વાત બરાબર નથી! (–આવો પ્રશ્ન છે.)
જાણે છે–એમ કહ્યું, ત્યાં જ્ઞાનમાં જાણવાની શક્તિ કાંઈ વ્યવહારથી નથી, જાણવાની શક્તિ તો નિશ્ચયથી છે, પણ
પર સાથે એકમેક થઈને–અથવા તો પરની સન્મુખ થઈને કેવળજ્ઞાન તેને નથી જાણતું તેથી વ્યવહાર કહ્યો છે.
સ્વને જાણતાં પોતામાં એકમેક થઈને જાણે છે. તેથી સ્વપ્રકાશકપણાને નિશ્ચય કહ્યો, ને પરમાં એકમેક નથી થતું
માટે પરપ્રકાશને વ્યવહાર કહ્યો છે. પણ જ્ઞાનમાં સ્વ–પરપ્રકાશક શક્તિ છે તે તો નિશ્ચયથી જ છે, તે કાંઈ
વ્યવહાર નથી. ‘
નિશ્ચયથી એમ જ છે. જ્ઞાનમાં સ્વ–પરને જાણવાની શક્તિ છે તે કાંઈ વ્યવહાર કે અભૂતાર્થ નથી. અરે! સ્વછંદે
કહેલી પોતાની વાતને સિદ્ધ કરવા, જ્ઞાનસ્વભાવના સામર્થ્યને પણ અભૂતાર્થ કહીને ઊડાડે, અને વળી
કુંદકુંદભગવાન જેવા આચાર્યોના નામે તે વાત કરે–એ તો મૂઢ જીવોનો મોટો ગજબ છે!