Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 69

background image
: ૪૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
–માટે અગ્નિ પાણીની અકર્તા જ છે. અગ્નિ અગ્નિની પર્યાયમાં તદ્રૂપ છે, ને ઉષ્ણ પાણીની અવસ્થામાં તે
પાણી જ તદ્રૂપ છે. એ જ પ્રમાણે કુંભાર અને ઘડો, વગેરે જગતના બધા પદાર્થોમાં પણ ઉપર મુજબ પાંચ બોલ
લાગુ પાડીને એકબીજાનું અકર્તાપણું સમજી લેવું.
[નોંધ : અહીં જે અગ્નિ અને પાણીનું દ્રષ્ટાંત આપ્યું છે, તે દ્રષ્ટાંત જીવનું અકર્તાપણું સિદ્ધ કરવા માટે નથી
આપ્યું, પણ અજીવનું પરસ્પર અકર્તાપણું સિદ્ધ કરવા માટે તે દ્રષ્ટાંત છે,–એ વાત લક્ષમાં રાખવી.]
[૧૪૨] “–નિમિત્તકર્તા તો ખરો ને?”
પ્રશ્ન:– જીવ કર્તા છે કે નથી?
ઉત્તર:– હા; જીવ કર્તા ખરો, પણ શેનો? કે–પોતાના જ્ઞાયક પરિણામનો;–પુદ્ગલકર્મનો નહીં.
પ્રશ્ન:– પુદ્ગલકર્મનો નિમિત્ત કર્તા તો ખરો કે નહિ?
ઉત્તર:– ના; જ્ઞાયકભાવપણે પરિણમતો જીવ મિથ્યાત્વાદિ પુદ્ગલકર્મનો નિમિત્તકર્તા પણ નથી. કર્મના
નિમિત્ત થવા ઉપર જેની દ્રષ્ટિ છે તે જીવને જ્ઞાયકભાવનું પરિણમન નથી પણ અજ્ઞાનભાવનું પરિણમન છે.
અજ્ઞાન ભાવને લીધે જ તે પુદ્ગલકર્મનો નિમિત્તકર્તા થાય છે, અને તે સંસારનું જ કારણ છે.–આ વાત
આચાર્યદેવે હવે પછીની ગાથાઓમાં બહુ સરસ સમજાવી છે.
[૧૪૩] જ્ઞાતાનું કાર્ય.
જ્ઞાનસ્વભાવી જીવ કર્તા થઈને કોઈની પર્યાયને આઘીપાછી પલટાવે એમ નથી. પોતે પોતાના
જ્ઞાતાપરિણામે ઊપજતો થકો ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, જ્ઞાતાપરિણામ તે જ જ્ઞાનીનું કાર્ય છે. જેમ ઈશ્વર
જગતના કર્તા–એ વાત ખોટી છે, તેમ જીવ પરનો કર્તા એ વાત પણ ખોટી છે. જ્ઞાયકમૂર્તિ આત્મા સ્વ–પર
પ્રકાશક છે, ખરેખર જ્ઞાયક તો શુભ–અશુભ ભાવોનો પણ જાણનાર જ છે; તેમાં એકતાપણે નહિ પરિણમતો
હોવાથી, પણ ભિન્નપણે જ્ઞાનભાવે પરિણમતો હોવાથી, તે રાગનો કર્તા નથી. રાગને જ્ઞાન સાથે ભેળવીને જે
તેનો કર્તા થાય છે, તેની દ્રષ્ટિ ‘જ્ઞાયક’ ઉપર નથી પણ વિકાર ઉપર છે, એટલે તે મિથ્યાદ્રષ્ટિ છે. શુભભાવ થાય,
ત્યાં ‘અશુભ થવાના હતા પણ જ્ઞાને તેને પલટીને આ શુભ કર્યા’ એમ જે માને છે, તેનું વલણ પણ વિકાર તરફ
જ છે, જ્ઞાયક ઉપર તેનું વલણ નથી. જ્ઞાતા તો જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને, પોતાના જ્ઞાતાભાવે જ
પરિણમતો, તે તે સમયના રાગને પણ જ્ઞાનનું વ્યવહારજ્ઞેય બનાવે છે, પણ તેને જ્ઞાનનું કાર્ય નથી માનતો. તે
સમયે જે જ્ઞાનપરિણમન થયું (–તે જ્ઞાનપરિણમનની સાથે સમ્યક્શ્રદ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરેનું પરિણમન પણ
ભેગું જ છે) તે જ જ્ઞાતાનું કાર્ય છે. આ રીતે જ્ઞાની પોતાના નિર્મળ જ્ઞાન–આનંદ વગેરે પરિણામોનો કર્તા છે,
પણ રાગનો કે પરનો કર્તા નથી.
[૧૪૪] ‘અકાર્યકારણશક્તિ’ અને પર્યાયમાં તેનું પરિણમન.
જ્ઞાની જાણે છે કે મારામાં અકાર્યકારણશક્તિ છે; હું કારણ થઈને પરનું કાર્ય કરું, કે પર વસ્તુ કારણ
થઈને મારું કાર્ય કરે–એવું પર સાથે કાર્યકારણપણું મારે નથી. અરે! અંતરમાં જ્ઞાન કારણ થઈને રાગને કાર્યપણે
ઉપજાવે, અથવા તો રાગને કારણ બનાવીને જ્ઞાન તેના કાર્યપણે ઊપજે,–એવું જ્ઞાન અને રાગને પણ
કાર્યકારણપણું નથી. આવી અકાર્યકારણશક્તિ આત્મામાં છે.
પ્રશ્ન:– અકાર્યકારણપણું તો દ્રવ્યમાં જ છે ને?
ઉત્તર:– દ્રવ્યમાં અકાર્યકારણશક્તિ છે–એમ માન્યું કોણે? –પર્યાયે. જે પર્યાયે દ્રવ્યસન્મુખ થઈને અકાર્ય–
કારણશક્તિને માની, તે પર્યાય દ્રવ્યની સાથે અભેદ થઈને પોતે પણ અકાર્યકારણરૂપ થઈ ગઈ છે; એ રીતે
પર્યાયમાં પણ અકાર્યકારણપણું છે. બીજી રીતે કહો તો, જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જે પર્યાય અભેદ થઈ તે
પર્યાયમાં રાગનું કે પરનું કર્તાપણું નથી, તે તો જ્ઞાયકભાવરૂપ જ છે.
[૧૪૫] આત્મા પરનો ઉત્પાદક નથી.
જુઓ, ભાઈ! જેને પોતાના આત્માનું હિત કરવાની ગરજ થઈ હોય–એવા જીવને માટે આ વાત છે.
અંતરની લોકોત્તરદ્રષ્ટિની આ વાત છે, લૌકિક વાતની સાથે આ વાતનો મેળ ખાય તેમ નથી. લૌકિકમાં તો
અત્યારે એવી ઝુંબેશ ચાલે છે કે “અનાજનું ઉત્પાદન વધારો ને વસ્તીનું ઉત્પાદન ઘટાડો.” અહીં તો
લોકોત્તરદ્રષ્ટિની વાત છે કે ભાઈ! તું પરનો ઉત્પાદક નથી, તું તો જ્ઞાન છો. “અરે! અભક્ષ્ય ચીજ ખાઈને પણ
અનાજ બચાવો”–એમ કહેનાર તો અનાર્યદ્રષ્ટિવાળા છે ;–એવાની વાત તો દૂર રહી, પણ અહીં તો કહે છે કે
આત્મા કર્તા થઈને પરને ઉપજાવે કે પરને ઊપજતું અટકાવે–એમ માનનાર પણ મૂઢ