: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૪૫ :
મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાનીને તો અંતરમાં રાગનું પણ અકર્તાપણું છે–એ વાત તો હજી આનાથી પણ સૂક્ષ્મ છે.
[૧૪૬] ‘બધા માને તો સાચું’–એ વાત ખોટી (સાચા સાક્ષી કોણ?)
પ્રશ્ન:– બધાય હા પાડે તો તમારું સાચું!
ઉત્તર:– અરે ભાઈ! અમારે તો પંચપરમેષ્ઠી જ પંચ છે, એટલે પંચપરમેષ્ઠી માને તે સાચું. દુનિયાના
અજ્ઞાની લોકો ભલે બીજું માને.
જેવો પ્રશ્ન અહીં કર્યો તેવો જ પ્રશ્ન ભૈયા ભગવતી–દાસજીના ઉપાદાન નિમિત્તના દોહરામાં કર્યો છે; ત્યાં
નિમિત્ત કહે છે કે:–
निमित्त कहै मोकों सबै जानत है जगलोय;
तेरो नांव न जान ही उपादाक को होय ? ।। ४।।
–હે ઉપાદાન! જગતમાં ઘરે ઘરે લોકોને પૂછીએ, તો બધા મારું જ નામ જાણે છે–અર્થાત્ નિમિત્તથી કાર્ય
થાય એમ બધા માને છે, પણ ઉપાદાન શું છે તેનું તો નામ પણ જાણતા નથી.
ત્યારે તેના જવાબમાં ઉપાદાન કહે છે કે
उपादान कहे रे निमित्त! तू कहा करै गुमान?
मोकों जाने जीव वे जो है सम्यक्वान।। ५।।
–અરે નિમિત્ત! તું ગુમાન શા માટે કરે છે? જગતના અજ્ઞાની લોકો મને ભલે ન જાણે, પણ જેઓ
સમ્યક્ત્વવંત જ્ઞાની જીવો છે તેઓ મને જાણે છે.
નિમિત્ત કહે છે કે જગતને પૂછીએ. ઉપાદાન કહે છે કે જ્ઞાનીને પૂછીએ.
એ જ પ્રમાણે ફરીથી નિમિત્ત કહે છે કે–
कहै जीव सब जगतके जो निमित्त सोइ होय।
उपादान की बातको पूछे नाहीं कोय।। ६।।
–જેવું નિમિત્ત હોય તેવું કાર્ય થાય એમ તો જગતના બધા જીવો કહે છે, પણ ઉપાદાનની વાતને તો કોઈ
પૂછતું ય નથી.
ત્યારે તેને જવાબ આપતાં ઉપાદાન કહે છે કે–
उपादान बिन निमित्त तू कर न सके इक काज।
कहा भयौ जग ना लखे जानत है जिनराज।। ८।।
–અરે નિમિત્ત! ઉપાદાન વગર એક પણ કાર્ય થઈ શકતું નથી એટલે કે ઉપાદાનથી જ કાર્ય થાય છે.–
જગતના અજ્ઞાની જીવો ન જાણે તેથી શું થયું?–જિનરાજ તો એ પ્રમાણે જાણે છે.
તેમ અહીં, ‘આત્માનો જ્ઞાયકસ્વભાવ અને તેના જ્ઞેયપણે વસ્તુની ક્રમબદ્ધપર્યાયો’ એ વાત દુનિયાના
અજ્ઞાની જીવો ન સમજે અને તેની હા ન પાડે તેથી શું? પરંતુ પંચપરમેષ્ઠી ભગવંતો તેની સાક્ષી છે, તેઓએ આ
પ્રમાણે જ જાણ્યું છે ને આ પ્રમાણે જ કહ્યું છે; અને જે કોઈ જીવને પોતાનું હિત કરવું હોય–પંચ પરમેષ્ઠીની
પંગતમાં બેસવું હોય, તેણે આ વાત સમજીને હા પાડયે જ છૂટકો છે.
[૧૪૭] ‘ગોશાળાનો મત?’–કે જૈનશાસનનો મર્મ?
આ તો જૈનશાસનની મૂળ વાત છે. આ વાતને ‘ગોશાળાનો મત’ કહેનાર જૈનશાસનને જાણતો નથી.
પ્રથમ તો ‘ગોશાળો’ હતો જ ક્યારે? અને એ વાત તો અનેકવાર સ્પષ્ટ કહેવાય ગઈ છે કે જ્ઞાયકસ્વભાવ
સન્મુખના પુરુષાર્થ વગર એકાંત નિયત માનનાર આ ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી; સમ્યક્પુરુષાર્થ
વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી અને જ્ઞાતા થયો તેને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય છે, અને તેણે જ
જૈનશાસનને જાણ્યું છે.
[૧૪૮] કર્તા–કર્મનું અન્યથી નિરપેક્ષપણું.
ઉત્પાદ્ય વસ્તુ પોતે જ પોતાની યોગ્યતાથી ઊપજે છે, બીજો કોઈ ઉત્પાદક નથી; વસ્તુમાં જ તેવી
ક્રમબદ્ધપર્યાયપણે સ્વત: પરિણમવાની શક્તિ છે–તેવી અવસ્થાની યોગ્યતા છે–તેવો જ સ્વકાળ છે, તો તેમાં બીજો
શું કરે? અને જો વસ્તુમાં પોતામાં સ્વત: તેવી શક્તિ ન હોય–યોગ્યતા ન હોય–સ્વકાળ ન હોય તો પણ બીજો
તેમાં શું કરે?–માટે અન્યથી નિરપેક્ષપણે જ કર્તાકર્મપણું છે. પૂર્વે કર્તાકર્મ–અધિકારમાં આચાર્યદેવ એ વાત કહી
ગયા છે કે “સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વત: ન હોય
તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે
વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.” (જુઓ ગાથા ૧૧૬ થી ૧૨૫)