: ૪૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
[૧૪૯] સર્વત્ર ઉપાદાનનું જ બળ.
વળી પં. બનારસીદાસજી પણ કહે છે કે–
उपादान बल जहँ–तहां, नहि निमित्तको दाव।
एक चक्रसों रथ चले रविको यहै स्वभाव।। ५।।
–જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, એટલે કે યોગ્યતાથી જ કાર્ય થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ
દાવપેચ નથી, “નિમિત્તને લીધે કાર્ય થયું” એવો નિમિત્તનો દાવ કે વારો કદી આવતો જ નથી, જ્યાં જુઓ ત્યાં
ઉપાદાનનો જ દાવ છે. ‘આમ કેમ?’ કે ઉપાદાનની તેવી જ યોગ્યતા! ‘નિમિત્તને લીધે થયું?’–કે ના.
[૧૫૦] “–નિમિત્ત વિના......??”
પ્રશ્ન:– નિમિત્ત કાંઈ કરે નહિ એ સાચું, પણ શું નિમિત્ત વિના થાય છે?
ઉત્તર:– હા, ભાઈ! ઉપાદાનના કાર્યમાં તો નિમિત્તનો અભાવ છે માટે ખરેખર નિમિત્ત વિના જ કાર્ય
થાય છે. નિમિત્ત છે ખરું, પણ તે નિમિત્તમાં છે, ઉપાદાનમાં તો તેનો અભાવ જ છે, તે અપેક્ષાએ નિમિત્ત વિના
જ થાય છે.
–આવી વાત આવે ત્યાં ઉપાદાન નિમિત્તનું ભેદજ્ઞાન સમજવાને બદલે કેટલાક ઊંધી દ્રષ્ટિવાળા જીવો કહે
છે કે ‘અરે! નિમિત્તનો નિષેધ થઈ જાય છે!’ ભાઈ રે! આમાં નિમિત્તના અસ્તિત્વનો નિષેધ થતો નથી,
નિમિત્ત નિમિત્ત તરીકે જેમ છે તેમ રહે છે. તું નિમિત્તને નિમિત્ત તરીકે રાખ, નિમિત્તને ઉપાદાનમાં ન ભેળવ.
અજ્ઞાનીઓ નિમિત્ત–નૈમિત્તિક સંબંધને કર્તા–કર્મપણે માનીને, ઉપાદાન–નિમિત્તની એકતા કરી નાંખે છે.
“–કાર્ય થાય ઉપાદાનથી, પણ કાંઈ નિમિત્ત વિના થાય છે?
–શરીરની ક્રિયા થાય શરીરથી, પણ કાંઈ જીવ વિના થાય છે?
–વિકાર કરે જીવ પોતે, પણ કાંઈ કર્મ વિના થાય છે?
–જ્ઞાન થાય પોતાથી, પણ કાંઈ ગુરુ વિના થાય છે?
–મોક્ષ થાય જીવના ઉપાદાનથી, પણ કાંઈ મનુષ્યદેહ વિના થાય છે?”
–એમ કેટલાક દલીલ કરે છે; પણ ભાઈ! ઉપાદાનની પોતાની યોગ્યતાથી જ થાય–એમ જે ખરેખર જાણે
છે તેને પર નિમિત્ત કેવું હોય તેનું પણ જ્ઞાન હોય જ છે, એટલે “નિમિત્ત વિના....” નો પ્રશ્ન તેને રહેતો નથી. તે
તો જાણે છે કે ઉપાદાનથી કાર્ય થાય છે, ને ત્યાં યોગ્ય નિમિત્ત હોય જ છે,–‘गतैः धर्मास्तिकायवत्। ’
જે જીવ સ્વ–પર બે વસ્તુને માનતો જ નથી–નિમિત્તને જાણતો જ નથી, એવા અન્યમતિને નિમિત્તનું
અસ્તિત્વ સિદ્ધ કરવા માટે “નિમિત્ત વિના ન થાય” એવી દલીલથી સમજાવવામાં આવે છે; પણ જ્યાં સ્વ–
પરના ભેદજ્ઞાનની વાત ચાલતી હોય, ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતાનું વર્ણન ચાલતું હોય, ત્યાં વચ્ચે ‘નિમિત્ત
વિના ન થાય’–એ દલીલ મૂકવી તે તો નિમિત્તાધીન દ્રષ્ટિ જ સૂચવે છે. “નિમિત્ત હોય જ છે” પછી ‘નિમિત્ત
વિના ન થાય’ એ દલીલનું શું કામ છે?
પ્રવચનસાર ગા. ૧૬૦ માં આચાર્યદેવ કહે છે કે ખરેખર હું શરીર, વાણી અને મનને આધારભૂત નથી,
તેમનું કારણ હું નથી, તેમનો કર્તા હું નથી, તેમનો પ્રયોજક કે અનુમોદક પણ હું નથી; મારા વિના જ એટલે કે હું
તે શરીરાદિનો આધાર થયા વિના, કારણ થયા વિના, કર્તા થયા વિના, પ્રયોજક કે અનુમોદક થયા વિના, તેઓ
સ્વયં પોતપોતાથી જ કરાય છે, માટે હું તે શરીરાદિનો પક્ષપાત છોડીને (અર્થાત્ મારા નિમિત્ત વિના તે ન થાય–
એવો પક્ષપાત છોડીને) અત્યંત મધ્યસ્થ–સાક્ષીસ્વરૂપ–જ્ઞાયક છું.
(જુઓ, પ્રવચનસાર ગા. ૧૬૦)
[૧૫૧] આ ઉપદેશનું તાત્પર્ય અને તેનું ફળ.
અહીં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! સર્વે દ્રવ્યોને બીજાની સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવનો અભાવ છે, માટે
તું જ્ઞાતા જ રહે. ‘હું જ્ઞાન છું’ એવો નિર્ણય કરીને સ્વસન્મુખ જ્ઞાતાપરિણામપણે જે ઊપજ્યો તે જીવ પોતાના
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે કાર્યપણે ઊપજે છે તેથી તેનો ઉત્પાદક છે, પણ કર્મ વગેરે પરનો ઉત્પાદક નથી.
આમ જીવને સ્વભાવસન્મુખ દ્રષ્ટિ કરીને નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવા માટે આ ઉપદેશ છે.
જ્ઞાયકસ્વભાવની સન્મુખ