Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૪૭ :
દ્રષ્ટિ કરીને પરિણમ્યો ત્યાં–
જ્ઞાનગુણ પોતાના નિર્મળ પરિણામ સાથે તદ્રૂપ થઈને પરિણમ્યો,
શ્રદ્ધાગુણ પોતાના સમ્યગ્દર્શન પરિણામ સાથે તદ્રૂપ થઈને પરિણમ્યો;
આનંદગુણ પોતાના આનંદપરિણામ સાથે તદ્રૂપ થઈને પરિણમ્યો;
–એ પ્રમાણે જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને પરિણમતાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–વીર્ય વગેરે બધા ગુણોની
નિર્મળ પરિણમનધારા વધવા લાગી.–આ છે જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું ફળ!
[૭]
પ્રવચન સાતમું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ ત્રીજ]
એક તરફ એકલો જ્ઞાયકસ્વભાવ, ને બીજી તરફ ક્રમબદ્ધપર્યાય,–એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું
આવી જાય છે, તે મૂળ વસ્તુધર્મ છે, તે કેવળી ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે,
વિશ્વનું દર્શન છે, અને મોક્ષમાર્ગનું કર્તવ્ય કેમ થાય તેની આ રીત છે.
અજ્ઞાની કહે છે કે આ ‘રોગચાળો’ છે, ત્યારે અહીં કહે છે કે આ તો સર્વજ્ઞના હૃદયનું હાર્દ છે, જેને
આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા,–તે અલ્પજ્ઞ હોવા છતાં ‘હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છું, એવો તેને
નિર્ણય થયો.
[૧૫૨] અધિકારનું નામ.
આ સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકારની પહેલી ચાર ગાથાઓ વંચાય છે; સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર કહો,
જ્ઞાયકદ્રવ્યનો અધિકાર કહો, કે ક્રમબદ્ધપર્યાયનો અધિકાર કહો; જ્યાં જ્ઞાયકદ્રવ્યને પકડીને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં તે
જ્ઞાન સર્વવિશુદ્ધ થયું, અને તે જ્ઞાનના વિષય તરીકે બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાય છે તેનો પણ તેને નિર્ણય થયો.
[૧૫૩] ‘ક્રમબદ્ધ’ અને ‘કર્મબંધ’ !
જુઓ, છ દિવસથી આ ક્રમબદ્ધપર્યાયની વાત ચાલે છે, ને આજે તો સાતમો દિવસ છે; ઘણા ઘણા
પડખાંથી સ્પષ્ટીકરણ આવી ગયું છે. છતાં કેટલાકને આ વાત સમજવી કઠણ પડે છે. કોઈ તો કહે કે “महाराज!
आप क्या कहते हो, ‘कर्मबंध’ मानना यह सम्यग्दर्शन है–ऐसा आप कहते हो?”–અરે ભાઈ! આ
‘ક્રમબદ્ધ’ જુદું ને ‘કર્મબંધ’ જુદું! બંને વચ્ચે તો મોટો ફેર છે. કર્મબંધ વગરનો જ્ઞાયકસ્વભાવ કેવો છે ને
વસ્તુની પર્યાયમાં ક્રમબદ્ધપણું કઈ રીતે છે તે ઓળખે તો સમ્યગ્દર્શન થાય. આ ‘ક્રમબદ્ધ’ સમજે તો ‘કર્મબંધ’
નો નાશ થાય, અને ‘ક્રમબદ્ધ’ ન સમજે તેને ‘કર્મબંધ’ થાય.
[૧૫૪] ‘જ્ઞાયક’ અને ‘ક્રમબદ્ધ’ બંનેનો નિર્ણય એક સાથે.
જીવમાં કે અજીવમાં સમયે સમયે જે ક્રમબદ્ધપર્યાય થવાની છે તે જ થાય છે; પહેલા થનારી પર્યાય પછી ન
થાય, ને પછી થનારી પર્યાય પહેલા ન થાય. અનાદિ અનંત કાળપ્રવાહના જેટલા સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની
પર્યાયો છે; તેમાં જે સમયે જે પર્યાયનો નંબર (ક્રમ) છે તે સમયે તે જ પર્યાય થાય છે. જેમ સાત વારમાં રવિ પછી
સોમ, સોમ પછી મંગળ–એમ બરાબર ક્રમબદ્ધ જ આવે છે, આડાઅવળા આવતા નથી, તેમ જ ૧ થી ૧૦૦ સુધીના
નંબરમાં એક પછી બે, પચાસ પછી એકાવન, નવ્વાણું પછી સો, એમ બધા ક્રમબદ્ધ જ આવે છે, તેમ દ્રવ્યની
ક્રમબદ્ધપર્યાયોમાં જે ૫૧ મી પર્યાય હોય તે ૫૦ કે પરમી ન થાય, ૫૦ મી કે ‘૫૨’ મી પર્યાય હોય તે ૫૧ મી ન
થાય. એટલે કે પર્યાયના ક્રમબદ્ધપણામાં કોઈ પણ પર્યાય વચ્ચેથી ખસેડીને આઘી કે પાછી થઈ શકતી નથી. જેમ
પદાર્થની પર્યાયનું આવું ક્રમબદ્ધસ્વરૂપ છે તેમ આત્માનું જ્ઞાયકસ્વરૂપ છે. હું સર્વવિશુદ્ધજ્ઞાનમાત્ર જ્ઞાયક છું, એવા
જ્ઞાયકસ્વરૂપના નિર્ણય સાથે ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જાય છે. આત્માનું