Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૪૯ :
અજ્ઞાની કહે છે કે આ ‘રોગચાળો’ છે, ત્યારે અહીં કહે છે કે આ તો સર્વજ્ઞના હૃદયનું હાર્દ છે, જેને આ
વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા,–તે અલ્પજ્ઞ હોવા છતાં ‘હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છું’ એવો તેને નિર્ણય થયો.
હજી જેણે આવા વસ્તુ સ્વરૂપનો નિર્ણય કર્યો નથી, અરે! આ વાત સાંભળી પણ નથી, ને એમને એમ
ત્યાગી કે વ્રતીપણું લઈને ધર્મ માની લીધો છે, તેમને ધર્મ તો નથી, પરંતુ ધર્મની રીત શું છે તેની પણ તેમને
ખબર નથી.
[૧૫૯] આ વાત સમજે તેની દ્રષ્ટિ પલટી જાય.
અહીં જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિની વાત છે, એટલે જ્ઞાનસ્વભાવનો નિર્ણય શું, પુરુષાર્થ શું, સમ્યગ્દર્શન શું,–
એ બધું ભેગું જ આવી જાય છે, ને એ દ્રષ્ટિમાં તો ગૃહીત કે અગૃહીત બંને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે;
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ જે કરતો નથી, પુરુષાર્થને માનતો નથી, સમ્યગ્દર્શન કરતો નથી ને ‘જે થવાનું હશે તે
થશે’ એમ એકાંત નિયતને પકડીને સ્વછંદી થાય છે, તે ગૃહિતમિથ્યાદ્રષ્ટિ છે, એવા જીવની અહીં વાત નથી. આ
વાત સમજે તેને એવો સ્વછંદ રહે જ નહિ, તેની તો દ્રષ્ટિનું આખું પરિણમન પલટી જાય.
[૧૬૦] જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિની જ મુખ્યતા.
દ્રવ્યદ્રષ્ટિ વગર ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય બનતો નથી; કેમ કે ક્રમબદ્ધપણું સમય સમયની પર્યાયમાં છે,
અને છદ્મસ્થનો ઉપયોગ અસંખ્ય સમયનો છે, તે અસંખ્ય સમયના ઉપયોગમાં એકેક સમયની પર્યાય જુદી
પાડીને પકડી શકાતી નથી, પણ ધુ્રવજ્ઞાયકસ્વભાવમાં ઉપયોગ એકાગ્ર થઈ શકે છે. તેથી સમય સમયની પર્યાયનું
ક્રમબદ્ધપણું પકડવા જતાં, ઉપયોગ અંતરમાં વળીને ધુ્રવ જ્ઞાયકસ્વભાવમાં એકાગ્ર થાય છે, ને જ્ઞાયકની પ્રતીતમાં
ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ થઈ જાય છે. આ રીતે આમાં જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ જ મુખ્ય છે.
[૧૬૧] જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન અને તેવી વાણી.
જુઓ, આ વસ્તુસ્વરૂપ! પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવું જ જ્ઞાન જાણે, તો તે જ્ઞાન સાચું થાય. બધા
પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે એવું જ વસ્તુસ્વરૂપ છે, સર્વજ્ઞભગવાને કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ એ પ્રમાણે
જાણ્યું છે અને વાણીમાં પણ તેમ જ કહ્યું છે; એ રીતે પદાર્થ, જ્ઞાન અને વાણી ત્રણે સરખાં છે. પદાર્થોનો જેવો
સ્વભાવ છે તેવો જ જ્ઞાનમાં જોયો, અને જેવો જ્ઞાનમાં જોયો તેવો જ વાણીમાં આવ્યો; એવા વસ્તુસ્વરૂપથી જે
વિપરીત માને છે,–આત્મા કર્તા થઈને પરની પર્યાયને ફેરવી શકે એમ માને છે, તે પદાર્થના સ્વભાવને જાણતો
નથી, સર્વજ્ઞના કેવળજ્ઞાનને જાણતો નથી ને સર્વજ્ઞના કહેલા આગમને પણ તે જાણતો નથી, એટલે દેવ–ગુરુ–
શાસ્ત્રને તેણે ખરેખર માન્યા નથી.
આ ‘ક્રમબદ્ધપર્યાય’ બાબતમાં અત્યારે ઘણા જીવોને નિર્ણય નથી, અને બહુ ગોટા ચાલે છે તેથી અહીં
ઘણા ઘણા પ્રકારથી તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
[૧૬૨] સ્વછંદીના મનનો મેલ : નંબર ૧.
પ્રશ્ન:– સર્વજ્ઞ ભગવાને જોયું હશે તેમ ક્રમબદ્ધ થશે એમ આપ કહો છો, તો પછી અમારી પર્યાયમાં
મિથ્યાત્વ પણ ક્રમબદ્ધ થવાનું હશે તે થશે!
ઉત્તર:– અરે મૂઢ! તારે સર્વજ્ઞને માનવા નથી ને સ્વછંદ પોષવો છે!–કાઢી નાંખ તારા મનનો મેલ!!
સર્વજ્ઞનો નિર્ણય કરે અને વળી મિથ્યાત્વ પણ રહે–એ ક્યાંથી લાવ્યો? તેં સર્વજ્ઞનો નિર્ણય જ કર્યો નથી. માટે
અંતરનો મેલ કાઢી નાંખ....ગોટા કાઢી નાંખ, ને જ્ઞાનસ્વભાવના નિર્ણયનો ઉદ્યમ કર. જ્ઞાનસ્વભાવના નિર્ણય
વિના ‘ક્રમબદ્ધ’ની વાત તું ક્યાંથી લાવ્યો? માત્ર ‘ક્રમબદ્ધ’ એવા શબ્દો પકડી લીધે ચાલે તેવું નથી.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને ક્રમબદ્ધને માને તો તો પોતાની પર્યાયમાં મિથ્યાત્વ રહેવાનો પ્રશ્ન જ ન ઊઠે, કેમકે
તેની પર્યાય તો અંતરસ્વભાવમાં વળી ગઈ છે, તેને હવે મિથ્યાત્વનો ક્રમ હોય જ નહિ, અને સર્વજ્ઞભગવાન પણ
એવું જુએ જ નહિ.
જેને જ્ઞાનસ્વભાવનું ભાન નથી, સર્વજ્ઞનો નિર્ણય નથી ને તે પ્રકારનો ઉદ્યમ પણ કરતો નથી, વિકારની
રુચિ છોડતો નથી ને ફક્ત ભાષામાં ‘ક્રમબદ્ધપર્યાય’નું નામ લઈને સ્વછંદી થાય છે, તેવા જીવો તો પોતાના
આત્માને જ છેતરે છે. અરે! જે પરમ વીતરાગતાનું કારણ છે