Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 57 of 69

background image
: ૫૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
તેની ઓથ લઈને સ્વછંદને પોષે છે, એ તો તેની મહા ઊંધાઈ છે.
[૧૬૩] સ્વછંદીના મનનો મેલ : નંબર ૨.
એક ત્યાગી–પંડિતજીએ વિદ્યાર્થી ઉપર ખૂબ ક્રોધ કર્યો, કોઈએ તેને ટકોર કરી ત્યારે તેણે કહ્યું કે “अरे!
भया! तुमने गोमट्टसार नहीं पढा, गोमट्टसारमें ऐसा लिखा है कि जब क्रोधक उदय आता है तब क्रोध
हो ही जाता है।”–
જુઓ, આ ગોમટ્ટસાર શીખીને સાર કાઢયો! અરે ભાઈ! તું ગોમટ્ટસરની ઓથ ન લે, તારા
જેવા સ્વછંદ પોષનારને માટે ગોમટ્ટસારનું એ કથન નથી. પહેલાં તો ક્રોધાદિ કષાય થાય તેનો ભય રહેતો, ને
પોતાના દોષની નિંદા કરતો, તેને બદલે હવે તો તે પણ ન રહ્યું! ભાઈ રે! શાસ્ત્રનો ઉપદેશ તો વીતરાગતા માટે
હોય? કે કષાય વધારવા માટે? અજ્ઞાનદશામાં જેવો કષાય હતો એવા ને એવા જ કષાયમાં ઊભો હોય તો તે
શાસ્ત્રને ભણ્યો જ નથી, ભલે ગોમટ્ટસારનું નામ લ્યે પણ ખરેખર તે ગોમટ્ટસારને માનતો જ નથી.
[૧૬૪] સ્વછંદીના મનનો મેલ : નંબર ૩.
–એ જ પ્રમાણે હવે આ ક્રમબદ્ધપર્યાયની વાતમાં લ્યો. કોઈ જીવ રુચિપૂર્વક તીવ્ર ક્રોધાદિ ભાવો કરે અને
પછી એમ કહે છે “શું કરીએ ભાઈ? અમારી ક્રમબદ્ધપર્યાય એવી જ થવાની હતી!” ક્રમબદ્ધપર્યાય સાંભળીને
જ્ઞાયકસ્વભાવ તરફ વળવાને બદલે, જો આવો સાર કાઢે તો તે સ્વછંદી છે, ક્રમબદ્ધપર્યાયને તે સમજ્યો જ નથી.
અરે ભાઈ! તું ક્રમબદ્ધપર્યાયની ઓથ ન લે, તારા જેવા સ્વછંદ પોષનાર માટે આ વાત નથી પહેલાં તો ક્રોધાદિ
કષાયનો ભય રહેતો ને પોતાના દોષની નિંદા કરતો, તેને બદલે હવે તો તે પણ ન રહ્યું? ભાઈ રે! આ
ક્રમબદ્ધપર્યાયનો ઉપદેશ તો પોતાના જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરતો નથી તે જીવ ક્રમબદ્ધપર્યાયની વાત સમજ્યો
જ નથી, ભલે ક્રમબદ્ધપર્યાયનું નામ લ્યે પણ ખરેખર તે ક્રમબદ્ધપર્યાયને માનતો જ નથી.
માટે હે ભાઈ! તારા મનનો મેલ કાઢી નાંખ, સ્વછંદનો બચાવ છોડી દે ને વિકારની રુચિ છોડીને
જ્ઞાનસ્વભાવની પ્રતીતનો ઉદ્યમ કર.
[૧૬૫] સમકીતિની અદ્ભૂત દશા!
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાયની ખરી સમજણ કેવી રીતે થાય?
ઉત્તર:– ‘હું જ્ઞાયક છું’ –એમ જ્ઞાતા તરફ વળીને; પોતાની દ્રષ્ટિને જ્ઞાયકસ્વભાવ તરફ વાળે તેને જ
ક્રમબદ્ધપર્યાયની ખરી સમજણ થાય છે, એ સિવાય થતી નથી. આ રીતે ક્રમબદ્ધપર્યાય માનનારની દ્રષ્ટિ ક્રોધાદિ
ઉપર ન હોય, પણ જ્ઞાયક ઉપર જ હોય; ને જ્ઞાયકદ્રષ્ટિના પરિણામનમાં ક્રોધાદિ રહેતા નથી. જ્ઞાયકસ્વભાવની
દ્રષ્ટિનું આવું પરિણમન થયા વગર જીવને સાચો સંતોષ થાય નહિ, સમાધાન થાય નહિ; ને સમકીતિને આવી
દ્રષ્ટિનું પરિણકન થતાં તે બૃતબૃત્ય થલ ગયા, તેને બધા સમાધાન થઈ ગયા; જ્ઞાયકપણાના પસ્રણમનમાં તેને
કોઈનું અભિમાન પણ ન રહ્યું, તેમજ પોતામાં પ્રમાદ પણ ના રહ્યો ને ઉતાવળ પણ ન રહી. જ્ઞાતાપણાના
પરિણમનની જ ધારા ચાલી રહી છે તેમાં આકુળતા પણ કેવી? ને પ્રમાદ પણ કેવો? –આવી સમકીતિ
અદ્ભુતદશા છે!
[૧૬૬] જ્ઞાતાપણાથી ચ્યૂત થઈને અજ્ઞાની કર્તા થાય છે.
એક તરફ જ્ઞાતા–ભગવાન, ને સામે પદાર્થોનું ક્રકબદ્ધપરિણમન,–તેનો આત્મા જ્ઞાતા જ છે, એવો મેળ છે,
તેને બદલે તે મેળ તોડીને (એટલે કે પોતે પોતાના જ્ઞાતાસ્વભાવથી ચ્યૂત થઈને), જે જીવ કર્તા થઈને પરના
ક્રમને ફેરવવા માંગે છે, તે જીવ પરના ક્રમને તો ફેરવી શકતો પણ તેની દ્રષ્ટિમાં વિષમતા (મિથ્યાત્વ) થાય છે.
જ્ઞાયકપણાનો નિર્મળ પ્રવાહ ચાલવો જોઈએ તેને બદલે ઊંધી દ્રષ્ટિને લીધે તે વિકારના કર્તાપણે પરિણમે છે.
[૧૬૭] સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કયારે થાય?
જેને પોતાનું હિત કરવું હોય–એવા જીવને માટે આ વાત છે. હિત સત્યથી થાય પણ અસત્યથી ન થાય.
સત્યના સ્વીકાર વગર સાચું જ્ઞાન થાય નહિ, ને સમ્યક્ જ્ઞાન વગર ધર્મ કે હિત થાય નહિ. જેણે પોતાના
જ્ઞાનમાંથી અસત્યપણું ટાળીને સત્યપણું કરવું હોય તેણે શું કરવું–તેની આ વાત છે.