Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 59 of 69

background image
: ૫૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
આ રીતે જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળ પર્યાયનો પ્રવાહ વહે છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય જે નથી
કરતો તેને ક્રમબદ્ધપર્યાયમાં નિર્મળપ્રવાહ શરૂ થતો નથી પણ મિથ્યાત્વ ચાલુ જ રહે છે. સ્વસન્મુખ પુરુષાર્થ વડે
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કર્યા વિના કોઈને પણ નિર્મળપર્યાયનો ક્રમ શરૂ થઈ જાય–એમ બનતું નથી.
[૧૭૨] એકલા જ્ઞાયક ઉપર જ જોર.
જુઓ, આમાં જોર ક્યાં આવ્યું? એકલા જ્ઞાયકસ્વભાવના અવલંબન ઉપર જ બધું જોર આવ્યું. કાળના
પ્રવાહ સામે જોઈને બેસી રહેવાનું ન આવ્યું, પણ જ્ઞાયક સામે જોઈને તેમાં એકાગ્ર થવાનું આવ્યું. જ્ઞાનીની દ્રષ્ટિનું જોર
નિમિત્ત ઉપર, રાગ ઉપર કે ભેદ ઉપર નથી, પણ અક્રમ એવા ચૈતન્યસ્વભાવ ઉપર જ તેની દ્રષ્ટિનું જોર છે, ને એ જ
સાચો પુરુષાર્થ છે. અંતરમાં પોતાના જ્ઞાયકસ્વભાવને જ સ્વજ્ઞેય બનાવીને જ્ઞાન એકાગ્ર થયું, તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ને મોક્ષનું કારણ છે.
[૧૭૩] –તારે જ્ઞાયક રહેવું છે? કે પરને ફેરવવું છે?
જ્ઞાયકસ્વભાવસન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો તેનું ફળ વીતરાગતા છે, ને તે જ જૈનશાસનનો
સાર છે. જેને જ્ઞાનસ્વભાવની ખબર નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી,–એવા લોકો આ ‘ક્રમબદ્ધપર્યાય’ની સામે એવી
દલીલ કરે છે કે “ઈશ્વરનું કર્તૃત્વ માને ત્યાં તો ભક્તિ વગેરેથી ઈશ્વરને રાજી કરીને તેમાં ફેરફાર પણ કરાવી
શકાય, પણ આ ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત તો એવો આકરો કે ઈશ્વર પણ તેમાં ફેરફાર ન કરી શકે!”–અરે
ભાઈ! તારે તારામાં જ્ઞાયકપણે રહેવું છે કે કોઈમાં ફેરફાર કરવા જવું છે? શું પરમાં ક્યાંય ફેરફાર કરીને તારે
સર્વજ્ઞના જ્ઞાનને ખોટું ઠરાવવું છે? આત્માના જ્ઞાનસ્વભાવને તારે માનવો છે કે નહિ? જ્ઞાનસ્વભાવી આત્મા
પાસેથી જ્ઞાતાદ્રષ્ટાપણા સિવાય બીજું કયું કામ તારે લેવું છે? જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને જ્ઞાયકભાવપણે
પરિણમવું તેમાં આખો મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
[૧૭૪] જ્ઞાની જ્ઞાતા જ રહે છે, ને તેમાં પાંચે સમવાય આવી જાય છે.
એકવાર આવા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો જ્ઞાતાપણું થઈ જાય ને પરના કર્તાપણાનું અભિમાન
ઊડી જાય, એટલે પર પ્રત્યે એકત્વબુદ્ધિના અનંતાનુબંધી રાગ–દ્વેષ હર્ષ–શોકનો તો ભુક્કો થઈ ગયો. રાગનો ને
પરનો સંગ છોડીને, અંતરમાં જ્ઞાયકસ્વભાવનો સંગ કરે તેને જ્ઞેયોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે એટલે
તે જ્ઞાતા જ રહે છે, એકત્વબુદ્ધિપૂર્વકના રાગ–દ્વેષ તેને ક્યાંય પણ થતા જ નથી. શિષ્યની જ્ઞાનાદિ પર્યાય તેનાથી
ક્રમબદ્ધ થાય છે, હું તેનું શું કરીશ? હું તો જ્ઞાતા જ છું–એમ જાણ્યું ત્યાં જ્ઞાનીને તેના પ્રત્યે એકત્વબુદ્ધિથી રાગ કે
દ્વેષ (–શિષ્ય હોશિયાર હોય તો રાગ, ને શિષ્યને ન આવડે તો દ્વેષ) થતો જ નથી, ને એ પ્રમાણે ક્યાંય પણ
જ્ઞાનીને એકત્વબુદ્ધિથી રાગાદિ થતા નથી; તેને તો પોતાના જ્ઞાનસ્વભાવમાં એકત્વબુદ્ધિથી નિર્મળ જ્ઞાનાદિ
પરિણામ જ થાય છે.
જ્ઞાયકભાવનું જે પરિણમન થયું તે જ તેનો સ્વકાળ છે, તે જ તેનું નિયત છે, તે જ તેનો સ્વભાવ છે, તે
જ તેનો પુરુષાર્થ છે, ને તેમાં કર્મનો અભાવ છે. આ રીતે જ્ઞાયકભાવના પરિણમનમાં જ્ઞાનીને એક સાથે પાંચે
સમવાય આવી જાય છે.
[૧૭૫] અહીં જીવને તેનું જ્ઞાયકપણું સમજાવે છે.
જીવ ક્રમબદ્ધ પોતાની જ્ઞાનાદિ પર્યાયપણે ઊપજે છે તેથી તેને પોતાની પર્યાય સાથે કારણ–કાર્યપણું છે,
પણ પરની સાથે તેને કારણ–કાર્યપણું નથી. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના કારણ–કાર્યનો અભાવ છે. આ દ્રવ્યમાં
પોતાની ક્રમબદ્ધપર્યાયનું કાર્ય–કારણપણું સમયે સમયે થઈ રહ્યું છે, ને તે જ વખતે સામે જગતના બીજા બધા
દ્રવ્યોમાં પણ સૌ–સૌની પર્યાયનું કારણ–કાર્યપણું બની જ રહ્યું છે; પરંતુ સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્યો સાથે કારણ–
કાર્યપણાનો અભાવ છે. આવી વસ્તુસ્થિતિ સમજે તો, હું કારણ થઈને પરનું કાંઈ પણ કરી દઉં–એવો ગર્વ ક્યાં
રહે છે? આ સમજે તો ભેદજ્ઞાન થઈને, જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકાવ થઈ જાય. જીવને પોતાના જ્ઞાયકસ્વભાવ
તરફ વાળવા માટે આ વાત સમજાવે છે. પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી, ક્રમબદ્ધપર્યાયપણે દરેક
વસ્તુ પોતે જ સ્વયં ઊપજે છે તેની જેને ખબર નથી, ને રાગાદિ વડે પરની અવસ્થામાં ફેરફાર કરવાનું માને છે
એવા જીવને સમજાવે