કરનાર નથી પણ જાણનાર છો, માટે તારા જાણનાર સ્વભાવની પ્રતીત કર, અને જાણનારપણે જ રહે,–એટલે
કે જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્ર થા; એ જ તારું ખરું કાર્ય છે.
બનતું નથી. આત્મા અને જડ બન્નેમાં સમયે સમયે પોતપોતાનું નવું નવું કાર્ય ઉત્પન્ન થાય છે, અને તે પોતે
તેમાં તદ્રૂપ હોવાથી તેનું કારણ છે; આ પ્રમાણે દરેક વસ્તુને પોતામાં સમયે સમયે નવું નવું કાર્ય–કારણપણું
બની જ રહ્યું છે; છતાં તેમને એકબીજા સાથે કાર્ય–કારણપણું નથી. જેવું જ્ઞાન હોય તેવી ભાષા નિકળે, અથવા
જેવા શબ્દો હોય તેવું જ અહીં જ્ઞાન થાય, તો પણ જ્ઞાનને અને શબ્દને કારણકાર્યપણું નથી. ઈચ્છા પ્રમાણે
ભાષા બોલાય ત્યાં અજ્ઞાની એમ માને છે કે મારા કારણે ભાષા બોલાણી; અથવા શબ્દોના કારણે મને તેવું
જ્ઞાન થયું–એમ તે માને છે. પણ બન્નેના સ્વાધીન પરિણમનને તે જાણતો નથી. દરેક વસ્તુ સમયે સમયે નવા
નવા કારણ–કાર્યપણે પરિણમે છે, ને નિમિત્તપણ નવા નવા થાય છે, છતાં તેમને પરસ્પર કાર્ય–કારણપણું
નથી; પોતાના કારણ–કાર્ય પોતામાં, ને નિમિત્તના કારણ–કાર્ય નિમિત્તમાં. ભેદજ્ઞાનથી આવું વસ્તુસ્વરૂપ જાણે
તો જ્ઞાનનો વિષય સાચો થાય, એટલે સમ્યગ્જ્ઞાન થાય.
જ્ઞાયકપણાનો તો નિર્ણય કર...જ્ઞાયકનો નિર્ણય કરતાં તને ક્રમબદ્ધની પ્રતીત પણ થઈ જશે, એટલે અનાદિનું
ઊંધુંં પરિણમન છૂટીને સવળું પરિણમન શરૂ થઈ જશે. આ રીતે ઊંધા રસ્તેથી છોડાવીને સ્વભાવના સવળા
રસ્તે ચડાવવાની આ વાત છે. જેમ લગ્નના માંડવે જવાને બદલે કોઈ મસાણમાં જઈ ચડે, તેમ અજ્ઞાની,
પોતાના જ્ઞાયકસ્વભાવની લગની કરીને તેમાં એકાગ્ર થવાને બદલે, રસ્તો ભૂલીને ‘હું પરનું કરું’ એવી ઊંધી
દ્રષ્ટિથી ભવભ્રમણના રસ્તે જઈ ચડયો. અહીં આચાર્યદેવ તેને જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું બતાવીને સવળે
રસ્તે (–મોક્ષના માર્ગે) ચડાવે છે. ‘હું જ્ઞાયકસ્વરૂપ છું’–એવી જ્ઞાયકની લગની છોડીને મૂઢ અજ્ઞાની જીવ,
પરની કર્તાબુદ્ધિથી આત્માની શ્રદ્ધા જ્યાં ખાખ થઈ જાય છે એવા મિથ્યાત્વરૂપી સ્મશાનમાં જઈ ચડયો.
આચાર્યદેવ તેને કહે છે કે ભાઈ! તારું જ્ઞાયકજીવન છે, તેનો વિરોધ કરીને બાહ્યવિષયોમાં એકતાબુદ્ધિને લીધે
તને આત્માની શ્રદ્ધામાં ક્ષય લાગુ પડ્યો છે, આ તારો ક્ષય રોગ મટાડવાની દવા છે, જ્ઞાયક સ્વભાવની સન્મુખ
થઈને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર, તો તારી કર્તાબુદ્ધિ ટળે ને ક્ષય રોગ મટે, એટલે કે મિથ્યા શ્રદ્ધા ટળીને
સમ્યક્શ્રદ્ધા થાય. અત્યારે ઘણા જીવોને આ નિર્ણય કરવો કઠણ પડે છે, પણ આ તો ખાસ જરૂરનું છે; આ
નિર્ણય કર્યા વગર ભવભ્રમણનો અનાદિનો રોગ મટે તેમ નથી. મારો જ્ઞાયકસ્વભાવ પરનો અકર્તા છે, હું
મારા જ્ઞાયકપણાના ક્રમમાં રહીને, ક્રમબદ્ધપર્યાયનો જાણનાર છું–આવો નિર્ણય ન કરે તેને અનંત
સંસારભ્રમણના કારણરૂપ મિથ્યાશ્રદ્ધા ટળતી નથી.
જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ ન થાય; અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળજ્ઞાન ત્રણકાળનું
શેનાં જુએ? શ્રુતજ્ઞાન શું નક્કી કરે? હજારો–લાખો કે અસંખ્ય વર્ષો પછી, ભવિષ્યની ચોવીસીમાં આ જ
ચોવીસ જીવો તીર્થંકર થશે–એ બધું કઈ રીતે નક્કી થાય? સાત વારમાં કયા વાર પછી ક્યો વાર આવશે, ને
અઠ્ઠાવીસ નક્ષત્રમાં