Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 69

background image
: ૫૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
કયા નક્ષત્ર પછી કયું નક્ષત્ર આવશે–એ પણ કઈ રીતે નક્કી થઈ શકે? અવ્યવસ્થિત પરિણમન હોય તો આ
કાંઈ પણ પહેલેથી નક્કી થઈ શકે નહિ, એટલે તેનું જ્ઞાન જ કોઈને ન થાય. પરંતુ એવું જ્ઞાન તો થાય છે, માટે
વસ્તુનું પરિણમન વ્યવસ્થિત–ક્રમબદ્ધ–નિયમબદ્ધ જ છે.
–અને વ્યવસ્થિત જ પરિણમન દરેક વસ્તુમાં છે, તો આત્મા તેમાં કાંઈ ફેરફાર કરી દ્યે–એ વાત રહેતી
નથી, જ્ઞાયકપણું જ રહે છે. માટે તું તારા જ્ઞાયકપણાનો નિર્ણય કર, ને પરને ફેરવવાની બુદ્ધિ છોડ–એવો ઉપદેશ
છે. પરને અવ્યવસ્થિત માનતાં તારું જ્ઞાન જ અવ્યવસ્થિત થઈ જાય છે, એટલે કે તને તારા જ્ઞાનની જ પ્રતીત
રહેતી નથી. અને જ્ઞાનની પ્રતીત કરે તેને પરને ફેરવવાની બુદ્ધિ રહેતી નથી.
[૧૭૯] જ્ઞાતાના પરિણમનમાં મુક્તિનો માર્ગ.
આવા પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને, સ્વસન્મુખ જ્ઞાતાભાવપણે ક્રમબદ્ધપરિણમતા જીવને પર
સાથે (કર્મ સાથે) કાર્યકારણપણું સિદ્ધ થતું નથી, તે જીવ કર્તા થઈને અજીવનું કાર્ય પણ કરે–એમ બનતું નથી.
આ રીતે જીવ અકર્તા છે–જ્ઞાયક છે–સાક્ષી છે. જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને આવું જ્ઞાયકપણાનું જે પરિણમન થયું
તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે, ને તે જ મોક્ષનું કારણ છે.
[૮]
પ્રવચન આઠમું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ ચોથ]
ભાઈ! આ વાત સમજીને તું સ્વસન્મુખ થા....તારા જ્ઞાયકસ્વભાવ સન્મુખ થા.–આ સિવાય બીજો
કોઈ હિતનો રસ્તો નથી. છૂટવાનો રસ્તો તારામાં જ પડ્યો છે, અંતરના જ્ઞાયકસ્વરૂપને પકડીને તેમાં
એકતા કર તો છૂટવાનો માર્ગ તારા હાથમાં જ છે; આ સિવાય બહારના લાખ ઉપાય કર્યે પણ છૂટકારો
(મુક્તિનો માર્ગ) હાથ આવે તેમ નથી.
[૧૮૦] હે જીવ! તું જ્ઞાયકપણે જ રહે.
આત્મા જ્ઞાયક છે; જડ–ચેતનના ક્રમબદ્ધપરિણામ થયા કરે છે, ત્યાં તેનો જ્ઞાયક ન રહેતાં પરમાં કર્તાપણું
માને છે તે જીવ અજ્ઞાની છે. અહીં આચાર્યદેવ સમજાવે છે કે તારે પર સાથે કર્તાકર્મપણું નથી; તું અજીવનો કર્તા,
ને અજીવ તારું કાર્ય એમ નથી. જીવ ને અજીવ ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, જે સમયે જે પર્યાય થવાની છે તે
સમયે તે જ થવાની, તે આઘીપાછી કે ઓછી–વધતી ન થાય; દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તો
બીજો તેમાં શું કરે? તેમાં બીજાની અપેક્ષા શું હોય? માટે હે જીવ! તું જ્ઞાયકપણે જ રહે. તું જ્ઞાયક છો, પરનો
અકર્તા છો, તું તારા જાણનાર સ્વભાવમાં અભેદ થઈને નિર્વિકલ્પ પ્રતીત કર. સ્વસન્મુખ થઈને જ્ઞાતાભાવપણે
જ પરિણમન કર, પણ હું નિમિત્ત થઈને પરનું કામ કરી દઉં–એવી દ્રષ્ટિ છોડી દે.
[૧૮૧] ભાઈ, તું જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કર, નિમિત્તની દ્રષ્ટિ છોડ!
કેટલાક એમ માને છે કે ‘નિમિત્ત થઈને આપણે બીજાનું કરી દઈએ’ –એ પણ ઊંધી દ્રષ્ટિ છે. ભાઈ, વસ્તુની
ક્રમબદ્ધપર્યાય સ્વયં તેનાથી થાય ત્યારે બીજી ચીજ નિમિત્તપણે હોય છે–એનું નામ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે, પણ
અવસ્થા ન થવાની હોય ને નિમિત્ત આવીને કરી દ્યે–એવો કોઈ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ નથી. જડ ને ચેતન બધા દ્રવ્યો
પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, એટલે નિમિત્તથી કાંઈ થાય એ વાત ઊડી જાય છે. આત્મા અજીવનો કર્તા
નથી.–એ સમજવાનું ફળ તો એ