Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 62 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૫૫ :
છે કે તું પર ઉપરથી દ્રષ્ટિ ઉઠાડીને, તારા અભેદજ્ઞાયક આત્મા ઉપર જ દ્રષ્ટિ મૂક, સ્વસન્મુખ થઈને આત્માની
નિર્વિકલ્પ પ્રતીત કર. ‘હું કર્તા નથી પણ નિમિત્ત થઈને પરનું કામ કરું’ એ વાત પણ આમાં રહેતી નથી, કેમકે
જ્ઞાયક તરફ વળેલો પરની સામે જોતો નથી,–જ્ઞાયકની દ્રષ્ટિમાં પર સાથેના નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું પણ લક્ષ
છૂટી ગયું છે, તેમાં તો એકલા જ્ઞાયકભાવનું જ પરિણમન છે. અજ્ઞાનીઓ તો નિમિત્ત–નૈમિત્તિક સંબંધના બહાને
કર્તા–કર્મપણું માની લે છે, એની વાત તો દૂર રહી, પરંતુ અહીં તો કહે છે કે એકવાર પર સાથેના નિમિત્ત–
નૈમિત્તિક સંબંધને પણ દ્રષ્ટિમાંથી છોડીને, એકલા જ્ઞાયકસ્વભાવને જ દ્રષ્ટિમાં લે, દ્રષ્ટિને અંતરમા વાળીને
જ્ઞાયકમાં એકાગ્ર કર,–તો સમ્યગ્દર્શન થાય. આવી અંતરની સૂક્ષ્મ વાત છે, તેમાં ‘નિમિત્ત આવે તો થાય ને
નિમિત્ત ન આવે તો ન થાય’–એવી સ્થૂળ વાત તો ક્યાંય રહી ગઈ!–એને હજી નિમિત્તને શોધવું છે, પણ
જ્ઞાયકને નથી શોધવો,–જ્ઞાયક તરફ અંતરમાં નથી વળવું. પોતાના જ્ઞાયકપણાની પ્રતીત નથી તે જીવ નિમિત્ત
થઈને પરને ફેરવવા માંગે છે. ભાઈ! પરદ્રવ્ય તેની ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે, ને તું તારી ક્રમબદ્ધપર્યાયે ઊપજે
છે,–પછી તેમાં કોઈ કોઈનું નિમિત્ત થઈને તેના ક્રમમાં કાંઈ ફેરફાર કરી દ્યે–એ વાત ક્યાં રહી? ક્રમબદ્ધપર્યાય
વિનાનો એવો ક્યો સમય ખાલી છે, કે બીજો આવીને કાંઈ ફેરફાર કરે? દ્રવ્યમાં તેની ક્રમબદ્ધપર્યાય વગરનો
કોઈ સમય ખાલી નથી, અને આત્મામાં જ્ઞાયકપણા વગરનો કોઈ સમય ખાલી નથી. માટે જ્ઞાયકસન્મુખ થઈને
તું જ્ઞાતા રહીજા. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો બધી ઊંધી માન્યતાના મીંડાં વળી જાય.
[૧૮૨] ક્રમબદ્ધપરિણમતા દ્રવ્યોનું અકાર્ય કારણપણું.
દરેક આત્મા ને દરેક જડ પોતપોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે; એ રીતે ઉપજતા થકા, તે દ્રવ્યો
પોતાના પરિણામ સાથે તદ્રૂપ છે, પણ અન્ય સાથે તેને કારણકાર્યપણું નથી. માટે જીવ કર્તા થઈને અજીવનું કાર્ય
કરે એમ બનતું નથી, તેથી જીવ અકર્તા છે. દરેક દ્રવ્ય પોતાની તે તે સમયની ક્રમબદ્ધપર્યાય સાથે અનન્ય છે; જો
બીજો આવીને તેની પર્યાયમાં હાથ નાંખે તો તો તેને પરની સાથે અનન્યપણું થઈ જાય, એટલે ભેદજ્ઞાન ન
રહેતાં બે દ્રવ્યની એકતાબુદ્ધિ થઈ જાય. ભાઈ! ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે ઉપજે છે, તો બીજો તેમાં શું કરશે?–
આવી સમજણ તે ભેદજ્ઞાનનું કારણ છે. વસ્તુસ્વભાવ જ આવો છે, તેમાં બીજું થાય તેમ નથી; બીજી રીતે માને
તો મિથ્યાજ્ઞાન થાય છે.
[૧૮૩] ભેદજ્ઞાન વગર નિમિત્ત–નૈમિત્તિકસંબંધનું જ્ઞાન થતું નથી.
જુઓ, આ શરીરની આંગળી ઊંચી–નીચી થાય છે તે અજીવ–પરમાણુઓની ક્રમબદ્ધપર્યાય છે, ને તે
પર્યાયમાં તન્મયપણે અજીવ ઊપજ્યું છે, જીવ તે પર્યાયપણે ઊપજ્યો નથી એટલે આત્માએ આંગળીની પર્યાયમાં
કાંઈ કર્યું–એ વાત હરામ છે. અને આ રીતે છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ પોતાની ક્રમબદ્ધપર્યાયરૂપે
પરિણમે છે, આવી સ્વતંત્રતા જાણીને ભેદજ્ઞાન કરે તો જ, નિમિત્ત–નૈમિત્તિકસંબંધ કેવો હોય તેનું યથાર્થજ્ઞાન
થાય છે. બીજી ચીજ આવે તો કાર્ય થાય ને ન આવે તો ન થાય–એમ માને તો ત્યાં નિમિત્ત–નૈમિત્તિકસંબંધ સિદ્ધ
નથી થતો, પણ કર્તાકર્મપણાની મિથ્યામાન્યતા થઈ જાય છે. બીજી ચીજ આવે તો કાર્ય થાય– એટલે કે નિમિત્તને
લીધે કાર્ય થાય–એમ માનનારા, દ્રવ્યના ક્રમબદ્ધ સ્વતંત્ર પરિણમનને નહિ જાણનારા, જ્ઞાનસ્વભાવને નહિ
માનનારા, ને પરમાં કર્તાપણું માનનારા મૂઢ છે.
[૧૮૪]–“પણ વ્યવહારથી તો કર્તા છે ને...”
‘વ્યવહારથી તો નિમિત્ત કર્તા છે ને?’ એમ અજ્ઞાની કહે છે;–પણ ભાઈ! ‘વ્યવહારથી કર્તાપણું છે’ એમ
જોર દઈને તારે સિદ્ધ શું કરવું છે. વ્યવહારના નામે તારે તારી એકતાબુદ્ધિ જ દ્રઢ કરવી છે. ‘પણ વ્યવહારે કર્તા’
એટલે ખરેખર અકર્તા–એમ તું સમજ. એક વસ્તુની ક્રમબદ્ધપર્યાય વખતે બીજી ચીજ પણ ક્રમબદ્ધપર્યાયથી
ઊપજતી થકી નિમિત્તપણે ભલે હો; અહીં જે પર્યાય, અને તે વખતે સામે જે નિમિત્ત, તે બંને સુનિશ્ચિત જ છે.
આવું વ્યવસ્થિતપણું જાણે તેને ‘નિમિત્ત આવે તો થાય ને નિમિત્ત ન આવે તો ન થાય’ એ પ્રશ્ન રહે જ નહિ.
[૧૮૫] સમ્યગ્દર્શનની સૂક્ષ્મ વાત.
બીજું–અહીં તો એથી પણ સૂક્ષ્મ વાત એ છે કે,