દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિ પર ઉપર છે, અને જ્યાં સુધી પર ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ સમ્યક્ત્વ થતું
નથી. એકલા જ્ઞાયકસ્વભાવને દ્રષ્ટિમાં લઈને એકાગ્ર થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે ને નિર્વિકલ્પ આનંદનું
વેદન થાય છે. આવી દશા વગર ધર્મની શરૂઆત થતી નથી.
“સ્યાદ્વાદ નથી, એકાંત છે, નિયત છે, રોગચાળો છે”–ઈત્યાદિ કહીને વિરોધ કરનારા બધાયને ફરવું પડશે, આ
વાત ત્રણકાળમાં ફરે તેમ નથી. આનાથી વિરુદ્ધ કહેનારા ભલે ગમે તેવા મોટા ત્યાગી કે વિદ્વાન ગણાતા હોય તો
પણ તે બધાયને ફરવું પડશે,–જો આત્માનું હિત સાધવું હોય તો.
ગંભીરપણે સમાડી દીધો છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં તે સ્પષ્ટ કરીને ખૂલ્લું મૂકયું છે. જેમ ભેંસના પેટમાં
દૂધ ભર્યું હોય તે જ દોવાઈને બહાર આવે છે, તેમ સૂત્રમાં ને ટીકામાં જે રહસ્ય ભર્યું છે તેનું જ આ દોહન થાય
છે, મૂળમાં છે તેનો જ આ વિસ્તાર થાય છે.
સમયે ગુલાંટ મારીને બીજા સમયના કારણ–કાર્યરૂપે પરિણમી જાય છે; એકલા પરિણામ જ પલટે છે ને દ્રવ્ય
નથી પલટતું–એમ નથી, કેમકે પરિણામપણે દ્રવ્ય પોતે ઊપજે છે. ઘંટીના બે પડની માફક દ્રવ્યને અને પર્યાયને
જુદાપણું નથી, એટલે જેમ ઘંટીમાં ઉપલું પડ ફરે છે ને નીચલું તદ્ન સ્થિર રહે છે, તેમ અહીં પર્યાય જ પરિણમે
છે ને દ્રવ્ય પરિમતું જ નથી–એમ નથી. પર્યાયપણે કોણ પરિણમ્યું? કે વસ્તુ પોતે. આત્મા અને તેના અનંતા
ગુણો, સમયે સમયે નવી નવી પર્યાયપણે ઊપજે છે, તે પર્યાયમાં તે તદ્રૂપ છે. આથી પર્યાયઅપેક્ષાએ જોતાં દ્રવ્ય–
ક્ષેત્ર–કાળ ને ભાવ ચારે ય બીજા સમયે પલટી ગયા છે. દ્રવ્ય અને ગુણ અપેક્ષાએ સદ્રશતા જ હોવા છતાં, પહેલા
સમયના જે દ્રવ્ય–ક્ષેત્ર–ભાવ છે તે પહેલા સમયની તે પર્યાયપણે ઊપજેલા(–પરિણમેલા) છે, અને બીજા સમયે
તે દ્રવ્ય–ક્ષેત્રભાવ ત્રણે પલટીને બીજા સમયની તે પર્યાયપણે ઊપજે છે. એ પ્રમાણે ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે
પરિણમે છે. બીજા સમયે પર્યાય ‘એવી ને એવી’ ભલે થાય, પણ દ્રવ્યને પહેલા સમયે જે તદ્રૂપપણું હતું તે
પલટીને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રૂપપણું થયું છે. અહો, પર્યાયે પર્યાયે આખા દ્રવ્યને સાથે ને સાથે
લક્ષમાં રાખ્યું છે. દ્રવ્યનું આ સ્વરૂપ સમજે તો પર્યાયે–પર્યાયે દ્રવ્યનું અવલંબન વર્ત્યા જ કરે એટલે દ્રવ્યની
દ્રષ્ટિમાં નિર્મળ–નિર્મળ પર્યાયોની ધારા ચાલે.... એવી અપૂર્વ આ વાત છે.
સ્વસન્મુખ થા... તારા જ્ઞાયકસ્વભાવ સન્મુખ થા. આ સિવાય બીજો કોઈ હિતનો રસ્તો નથી. છૂટવાનો રસ્તો
તારામાં જ પડ્યો છે, અંતરના જ્ઞાયકસ્વરૂપને પકડીને તેમાં એકતા કર તો છૂટવાનો માર્ગ તારા હાથમાં જ છે;
આ સિવાય બહારના લાખ ઉપાય કર્યે પણ છૂટકારો (મુક્તિનો માર્ગ) હાથ આવે તેમ નથી.