: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૫૭ :
પ્રવાહ ક્રમમાં દોડયું જ જાય છે, આયત સામાન્ય એટલે કે દોડતો પ્રવાહ તેમાં તદ્રૂપપણે દ્રવ્ય ઊપજે છે. દ્રવ્યના
પ્રદેશો બધા એક સાથે (વિસ્તાર સામાન્ય સમુદાયરૂપે) રહેલા છે, ને પર્યાયો એક પછી એક ક્રમબદ્ધ પ્રવાહપણે
વર્તે છે. દ્રવ્યના ક્રમબદ્ધ પરિણમનની ધારાને રોકવા, તોડવા કે ફેરવવા કોઈ સમર્થ નથી. હું જ્ઞાયક, જગતના
દ્રવ્ય–ગુણ–પર્યાય જેમ સત્ છે તેમ તેનો જાણનાર છું–આમ પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવાની આ વાત
છે. જ્ઞાયકનો નિર્ણય કરે તે જ જ્ઞેયોને યથાર્થપણે જાણે છે.
[૧૯૧] આ છે, જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું.
દ્રવ્ય–ક્ષેત્ર ને ભાવ, પહેલા સમયે તે પર્યાયમાં તદ્રૂપ છે, તે પર્યાય પલટીને બીજી પર્યાય થઈ, ત્યારે બીજા
સમયે તે પર્યાયમાં તદ્રૂપ છે. એ રીતે વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ ચારેય સમયે સમયે પલટીને નવી નવી
અવસ્થાપણે ઊપજે છે, તેથી તેની સાથે જ તેને કારણ–કાર્યપણું છે, પણ બીજાની સાથે કારણ–કાર્યપણું નથી.
જુઓ, આ જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું!
(૧) જ્ઞાયકસ્વભાવ પરથી તો ભિન્ન, (૨) રાગાદિના ભાવોથી પણ ભિન્ન,
(૩) એક પર્યાય, આગળ–પાછળની બીજી અનંત પર્યાયોથી ભિન્ન,
(૪) એક ગુણ બીજા અનંત ગુણોથી ભિન્ન, અને
(પ) દ્રવ્ય–ગુણને પહેલા સમયે જે પર્યાય સાથે તદ્રૂપપણું હતું તે તદ્રૂપપણું બીજા સમયે નથી રહ્યું, પણ
બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રૂપપણું થયું છે.
–જુઓ આ સત્યનું શ્રદ્ધાન થવાની રીત! આ વાત લક્ષમાં લેતાં આખું જ્ઞાયકદ્રવ્ય નજર સામે આવી
જાય છે.
[૧૯૨] ‘જીવંત વસ્તુવ્યવસ્થા અને જ્ઞાયકનું જીવન’–તેને જે નથી જાણતો તે મૂઢ માને છે–
‘મરેલા જીવતું, ને જીવતાને મરેલું!’
જેમ કોઈ અજ્ઞાની પ્રાણી મડદાને જીવતું માનીને તેને જીવાડવા માંગે–ખવરાવવા પીવરાવવા માંગે, તો
કાંઈ મડદું જીવતું થાય નહિ ને આનું દુઃખ મટે નહિ. (અહીં રામચંદ્રજીનો દાખલો નથી આપતા, કેમ કે
રામચંદ્રજી તો જ્ઞાની સમકીતિ હતા.) પણ મડદાને મડદા તરીકે જાણે તો તેની ભ્રમણાનું દુઃખ ટળે. તેમ પર વસ્તુ
સાથે કર્તાકર્મપણાનો અત્યંત અભાવ જ છે (મડદાની માફક) છતાં પરનું હું કરું એમ જે માને છે તે અભાવને
અભાવ તરીકે ન માનતાં, પરનો પોતામાં સદ્ભાવ માને છે, તે ઊંધી માન્યતાથી તે દુઃખી જ છે.
અથવા, જેમ કોઈ જીવતાને મરેલું માને તો તે મૂઢ છે, તેમ આત્મા જ્ઞાયકસ્વભાવે જીવતો છે, જ્ઞાયકપણું
જ તેનું જીવન છે, તેને બદલે તેને પરનો કર્તા માને છે તે જ્ઞાયકજીવનને હણી નાંખે છે, એટલે તે મોટો હિંસક છે.
વળી પરવસ્તુ પણ જીવતી (–સ્વયં પરિણમતી) છે, તેને બદલે હું તેને પરિણમાવું એમ જેણે માન્યું તેણે પર
વસ્તુને જીવતી ન માની પણ મરેલી એટલે કે પરિણમન વગરની માની. સ્વતંત્ર પરિણમતી વસ્તુને પર સાથે
કર્તા–કર્મપણું જે માને છે તે જીવંત વસ્તુવ્યવસ્થાને જાણતો નથી. સમયસાર (પૃ. ૪૨૩) માં પણ કહ્યું છે કે
“જેનું જે હોય તે તે જ હોય, જેમ કે–આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે’–આવો તાત્ત્વિક સંબંધ જીવંત
છે.” જુઓ, આ જીવંત સંબંધ!! આત્માને પોતાના જ્ઞાનાદિ સાથે એકતાનો સંબંધ જીવંત છે, પણ પર સાથે
કર્તાકર્મપણાનો સંબંધ જરા પણ જીવંત નથી. જો પરદ્રવ્ય આત્માનું કાર્ય હોય અર્થાત્ આત્મા પરનું કાર્ય કરે, તો
તે પરદ્રવ્ય આત્મા જ થઈ જાય; કેમ કે જે જેનું કાર્ય હોય તે તેનાથી જુદું ન હોય. પરંતુ જ્ઞાયકઆત્માને પર સાથે
એવો તો કોઈ સંબંધ નથી. છતાં જે પર સાથે કર્તાકર્મનો સંબંધ માને છે તે જ્ઞાયકજીવનને હણી નાંખે છે ને
મડદાંને જીવતું કરવા માંગે છે, તે મૂઢ–મિથ્યાદ્રષ્ટિ છે. દરેક દ્રવ્ય સ્વયં પરિણમીને પોતપોતાની ક્રમસર પર્યાયમાં
તદ્રૂપપણે વર્તે છે, –આવી જીવંત વસ્તુવ્યવસ્થા છે, તેને બદલે બીજા વડે તેમાં કાંઈ ફેરફાર થવાનું માને, તો તેથી
કાંઈ વસ્તુવ્યવસ્થા તો ફરશે નહિ પણ તેમ માનનારો મિથ્યાદ્રષ્ટિ થશે.
ચારે કોરથી એક જ ધારાની વાત છે, પણ પાત્ર થઈને સમજવા માંગે તેને જ સમજાય તેવું છે. દ્રવ્યના
ક્રમબદ્ધ પ્રવાહને કોઈ બીજો વચ્ચે આવીને ફેરવી નાંખે એવું જીવંત વસ્તુમાં નથી, એટલે સ્વભાવસન્મુખ થઈને
જ્ઞાયકભાવપણે પરિણમ્યો, તેને જ્ઞાયકભાવની પરિણમન ધારામાં વચ્ચે રાગનું કર્તાપણું આવી જાય એવું
જ્ઞાયકના જીવનમાં નથી,