Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 65 of 69

background image
: ૫૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
છતાં જ્ઞાયકને રાગનો કર્તા માને તો તે જીવંત વસ્તુને જાણતો નથી, જ્ઞાયકના જીવનને જાણતો નથી.
જ્ઞાયકજીવને પોતાના નિર્મળજ્ઞાન પરિણામનું કર્તાપણું થાય–એવો સંબંધ જીવતો છે, પણ જ્ઞાયકજીવને
અજીવનું કર્તાપણું થાય–એવો સંબંધ જીવતો નથી. જ્ઞાનીને જ્ઞાયકભાવ સાથે સંબંધ જીવતો છે ને મોહ સાથેનો
સંબંધ મરી ગયો છે,–આવું છે જ્ઞાતાનું જીવન!
[૧૯૩] કર્તાકર્મપણું અન્યથી નિરપેક્ષ છે, માટે જીવ અકર્તા છે, જ્ઞાયક છે.
આચાર્યદેવ કહે છે કે જીવ કર્તા ને અજીવ તેનું કર્મ–એમ કોઈ રીતે સાબિત થતું નથી, કેમ કે કર્તાકર્મની
અન્યથી નિરપેક્ષપણે સિદ્ધિ છે, એક વસ્તુના કર્તાકર્મમાં વચ્ચે બીજાની અપેક્ષા નથી. ક્રમબદ્ધઅવસ્થાપણે ઊપજતું
દ્રવ્ય જ કર્તા થઈને પોતાના પર્યાયરૂપ કર્મને કરે છે, ત્યાં ‘આ હોય તો આ થાય’–એવી અન્ય દ્રવ્યની અપેક્ષા
નથી; પરની અપેક્ષા વગર એકલા સ્વદ્રવ્યમાં જ કર્તાકર્મની સાબિતી થઈ જાય છે. આ નિશ્ચય છે, આવી નિશ્ચય
વસ્તુસ્થિતિનું જ્ઞાન થયું ત્યારે બીજા નિમિત્તને જાણવું તે વ્યવહાર છે. ત્યાં પણ, આ વસ્તુનું કાર્ય તો તે
નિમિત્તથી નિરપેક્ષ જ છે,–નિમિત્તને લીધે આ કાર્યમાં કાંઈ પણ થયું એમ–નથી. વ્યવહારથી નિમિત્તને કર્તા
કહેવાય, પણ તેનો અર્થ એવો નથી કે તેણે કાર્યમાં કાંઈ પણ કરી દીધું! ‘વ્યવહાર કર્તા’ નો અર્થ જ ‘ખરેખર
અકર્તા.’ કર્તાકર્મ અન્યથી નિરપેક્ષ છે એટલે નિમિત્તથી પણ નિરપેક્ષ છે, અન્ય કોઈની અપેક્ષા વગર જ પદાર્થને
પોતાની પર્યાય સાથે કર્તા–કર્મપણું છે. એકેક દ્રવ્યના છએ કારકો (કર્તા–કર્મ–કરણ વગેરે) અન્ય દ્રવ્યોથી
નિરપેક્ષ છે, ને પોતાના સ્વદ્રવ્યમાં જ તેની સિદ્ધિ થાય છે ; કર્તા–કર્મ–કરણ–સંપ્રદાન–અપાદાન અને અધિકરણ,
એ છએ કારકો જીવના જીવમાં છે, ને અજીવના અજીવમાં છે. આમ હોવાથી જીવને અજીવનું કર્તાપણું કોઈ રીતે
સિદ્ધ થતું નથી, પણ જીવ અકર્તા જ છે–જ્ઞાયક જ છે–એમ બરાબર સિદ્ધ થાય છે. આ રીતે આચાર્યદેવે જીવનું
અકર્તાપણું સિદ્ધ કર્યું.
[૧૯૪] ‘આ ‘ક્રમબદ્ધપર્યાયના પારાયણનું સપ્તાહ’ આજે પૂરું થાય છે...’
[૧૯૫] આ સમજે તે શું કરે? –બધાં ઉપદેશનો નીચોડ!
પ્રશ્ન:– પણ આ વાત સમજ્યા પછી કરવું શું?
ઉત્તર:– અંદર જ્ઞાયકમાં ઠરવું,–એ સિવાય બીજું શું કરવું છે? શું તારે બહારમાં કૂદકા મારવા છે? કે પરનું
કાંઈ કરી દેવું છે? આ જ્ઞાયકસ્વરૂપ સમજતાં પોતે જ્ઞાયક–સન્મુખ થઈને જ્ઞાતાપણે જ રહ્યો, ને રાગના કર્તાપણે
ન થયો;–એ જ આ સમજણનું ફળ છે. ‘હું જ્ઞાયક છું’ એમ સમજ્યો,–ત્યાં જ્ઞાયક શું કરે? જ્ઞાયક તો
જ્ઞાતાદ્રષ્ટાપણાનું જ કાર્ય કરે. જ્ઞાયક પાસે પરનું કે રાગનું કામ કરવાનું જે માને છે તે જ્ઞાયકસ્વભાવને સમજ્યો
જ નથી ને ક્રમબદ્ધપર્યાયને પણ સમજ્યો નથી. ભાઈ! જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં
સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની ક્રમબદ્ધપર્યાય ખીલતી જાય છે,–ને આ જ બધા ઉપદેશનો નીચોડ છે.
સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકારની આ ચાર ગાથાઓમાં આચાર્યદેવે બધો નીચોડ કરી નાંખ્યો છે. ‘સર્વ વિશુદ્ધ જ્ઞાન’
એટલે જ્ઞાયક માત્ર શુદ્ધ આત્મા! તેની પ્રતીત કર, ને ક્રમબદ્ધપર્યાય જેમ છે તેમ જાણ.
[૧૯૬] જ્ઞાયકભગવાન જાગ્યો........તે શું કરે છે?
આ જ્ઞાયકની પ્રતીત કરી ત્યાં તે જ્ઞાયકભૂમિમાં જ પર્યાય કૂદે છે,–જ્ઞાયકનો જ આશ્રય કરીને નિર્મળપણે
ઊપજે છે, પણ રાગાદિનો આશ્રય કરીને ઊપજતી નથી. જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈ ત્યાં પર્યાય કૂદે છે–
એટલે કે નિર્મળ–નિર્મળપણે વધતી જ જાય છે. અથવા–દ્રવ્ય કૂદીને પોતાની નિર્મળ ક્રમબદ્ધપર્યાયમાં કૂદકા મારે
છે,–તે પર્યાયપણે પોતે ઊપજે છે, પણ ક્યાંય બહારમાં કૂદકા મારે એમ નથી. પહેલા જ્ઞાયકના ભાન વગર
મિથ્યાત્વ દશામાં સૂતો હતો, તેને બદલે હવે સ્વભાવસન્મુખ થઈને જ્ઞાયકભગવાન જાગ્યો ત્યાં તે પોતાની
નિર્મળપર્યાયમાં કૂદવા લાગ્યો, હવે વધતી વધતી નિર્મળ પર્યાયમાં કૂદતો કૂદતો તે કેવળજ્ઞાન લેશે.
[૧૯૭] ‘ક્રમબદ્ધ’ના જ્ઞાતાને મિથ્યાત્વનો ક્રમ ન હોય.
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાય તો અજ્ઞાનીને પણ છે ને?
ઉત્તર:– ભાઈ, એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જ્ઞાયકસ્વ–