Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 66 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૫૯ :
ભાવની દ્રષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ જે સમજે તેને પોતામાં અજ્ઞાન રહે જ નહિ. તે એમ જાણે છે કે જ્ઞાનીને,
અજ્ઞાનીને કે જડને, બધાયને ક્રમબદ્ધપર્યાય છે; પણ તેમાં–
જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી નિર્મળ–નિર્મળ ક્રમબદ્ધપર્યાય થાય છે,
અજ્ઞાનીને ઊંધી દ્રષ્ટિમાં મલિન ક્રમબદ્ધપર્યાય થાય છે, અને
જડની ક્રમબદ્ધપર્યાય જડરૂપ થાય છે.
–આવું જાણનાર જ્ઞાનીને પોતામાં તો મિથ્યાત્વાદિ મલિન પર્યાયનો ક્રમ રહે જ નહિ, કેમકે તેનો પુરુષાર્થ
તો પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગયો છે, તેથી તેને તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમ શરૂ થઈ ગયો
છે. જો આવી દશા ન થાય તો તે ખરેખર ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો નથી પણ માત્ર વાતો કરે છે.
[૧૯૮] ‘ચૈતન્ય ચમત્કારી હીરો.’
અહીં આચાર્ય ભગવાનને જીવને તેનું જ્ઞાયકપણું સમજાવ્યું છે: ભાઈ! તારો આત્મા જ્ઞાયક છે....‘ચૈતન્ય
ચમત્કારી હીરો’ છે, તારો આત્મા સમયે સમયે જ્ઞાતાદ્રષ્ટાપણાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજીને જાણ એવો જ તારો
સ્વભાવ છે. કોઈ પર પદાર્થોની અવસ્થાને ફેરવવાનો સ્વભાવ નથી; માટે પરની કર્તાબુદ્ધિ છોડ ને તારા જ્ઞાયક
સ્વભાવની સન્મુખ થઈને જ્ઞાયકપણે જ રહે.
[૧૯૯] ચૈતન્ય રાજાને જ્ઞાયકભાવની રાજગાદીએ બેસાડીને સમ્યક્ત્વના તિલક થાય છે.
ત્યાં વિરોધ કરીને પરને ફેરવવા માંગે છે તેનો દી’ ફર્યો છે! (‘–રા’ નથી
ફરતો...રા’નો દી’ ફરે છે.’)
અહો, આવી પરમ સત્ય વાત સમજાવીને આચાર્યદેવ આત્માને તેના જ્ઞાયકસ્વભાવની રાજગાદીએ બેસાડે
છે....આત્મામાં સમ્યક્ત્વનું તિલક કરે છે...પરંતુ, ઊંધી દ્રષ્ટિવાળા મૂઢ જીવો આવી સત્ય વાતનો પણ વિરોધ કરે છે,
–એને જ્ઞાયકપણે નથી રહેવું પણ પરના કર્તાપણાનું અભિમાન કરીને હજી સંસારમાં રખડવું છે. રાજા રા’માંડલિકને
એકવાર કોઈ જુવાન ચારણબાઈ તિલક કરવા આવી; ત્યારે, તે બાઈનું રૂપ જોઈને રાજાની દ્રષ્ટિ બગડી, તેથી જ્યાં
તે બાઈ તિલક કરવા જાય છે ત્યાં પોતાનું મોઢું બીજી દિશામાં ફેરવી લીધું. બાઈ બીજી દિશામાં તિલક કરવા ગઈ તો
રા’એ ત્રીજી દિશામાં મોઢું ફેરવ્યું. છેવટે બાઈએ પોતાની સાસુને કહ્યું કે : “રા’ ફરે છે.” તેની સાસુ રાજાનું હૃદય
સમજી ગઈ તેથી તેણે જવાબ આપતાં કહ્યું: “બેટા! રા’ નથી ફરતો...રા’ નો દી ફરે છે!”
તેમ અહીં શ્રીગુરુ જીવને તેના જ્ઞાયકસ્વભાવના સિંહાસને બેસાડીને, ત્રણ લોકના જ્ઞાનસામ્રજ્યનું
રાજતિલક કરે છે...‘અરે જીવ! અંતરમાં જ્ઞાયકભગવાનની પ્રતીત કરીને રાજ–સ્થાનમાં બેસવાનો (–ઉત્કૃષ્ટ
સ્વભાવમાં એકાગ્ર થવાનો) અવસર આવ્યો, સમ્યગ્દર્શનરૂપી રાજતિલક કરવાનું ટાણું આવ્યું... અરે!
ચૈતન્યરાજા! બેસ તારા જ્ઞાયકભાવની ગાદીએ, આ તને તિલક થાય છે.’
....ત્યાં, જેને વિકારની રુચિ છે એવા ઊંધી દ્રષ્ટિવાળા મૂઢ જીવો (રા’માંડલિકની જેમ મોઢું ફેરવીને) કહે છે
કે ‘અરે! એમ નહિ.... એમ નહિ.... અમે તો પરનું ફેરવી દઈએ....’ એટલે એને જ્ઞાયકપણે નથી રહેવું પણ વિકારી
દ્રષ્ટિ રાખીને પરને ફેરવવું છે. પણ અરે મૂઢ! તારાથી કોઈની પર્યાય નહિ ફરે, તું જ્ઞાયકસન્મુખ નથી થતો ને પર
તરફ મોઢું ફેરવે છે તો તારો દી’ ફર્યો છે– તારી દ્રષ્ટિ ઊંધી થઈ છે; જ્ઞાયકસ્વભાવની રાજગાદીએ બેસીને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના તિલક કરવાનો અવસર આવ્યો, ત્યારે જ્ઞાયકસ્વભાવની પ્રતીત કરીને સ્વસન્મુખ
થવાને બદલે અજ્ઞાની ઊંધુંં માને છે ને ‘એકાંત છે, રે! એકાંત છે...’ એમ કહીને વિરોધ કરે છે, અરે! એનો દી’ ફર્યો
છે, જ્ઞાયકસન્મુખ થઈને નિર્મળ સ્વકાળ થવો જોઈએ તેને બદલે તે મિથ્યાત્વને પોષે છે તેથી તેનો દી’ ફર્યો છે.
[૨૦૦] ‘કેવળીના નંદન’બતાવે છે–કેવળજ્ઞાનનો પંથ!
ભગવાન! તારો આત્મા તો જ્ઞાયકસ્વરૂપ છે, તે જ્ઞાયક રાગાદિ ભાવોનો અકર્તા છે. જ્ઞાયકસન્મુખ થતાં
જે જ્ઞાનભાવ પ્રગટ્યો તથા અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટ્યું તેનો કર્તા–ભોક્તા આત્મા છે, પણ રાગાદિનું કે
કર્મનું કર્તા–ભોક્તાપણું તેમાં નથી. આવા ચૈતન્યમૂર્તિ જ્ઞાયકસ્વભાવને નક્કી કરીને જ્ઞાતાદ્રષ્ટાપણે રહેવું ને તેમાં
ઠરવું એ જ કરવાનું છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાતા થઈને પોતામાં ઠર્યો ત્યાં જીવ રાગાદિનો