Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 68 of 69

background image
સુવર્ણપુરી સમાચાર

* પરમ પૂજ્ય સદ્ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે; હાલ સવારના પ્રવચનમાં મોક્ષમાર્ગપ્રકાશક અને
બપોરના પ્રવચનમાં સમયસાર વંચાય છે. એ ઊપરાંત રાત્રિચર્ચા, ભક્તિ વગેરે કાર્યક્રમ નિયમિત ચાલુ છે.
* “આત્માનો જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાય” ઉપર હાલમાં પૂ. ગુરુદેવે બે વખત અદ્ભુત પ્રવચનો
કર્યા, તેમાંથી પહેલી વખતનાં આઠ પ્રવચનો આ અંકમાં પ્રસિદ્ધ થયા છે, બીજી વખતનાં પાંચ પ્રવચનો થયાં છે તે
હવે પછી પ્રસિદ્ધ થશે. આ બધાય પ્રવચનો એક સાથે પુસ્તક રૂપે પણ પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું છે. આ પ્રવચનો
પ્રસિદ્ધ થતાં પહેલા પૂજ્ય ગુરુદેવે વાંચી જવા કૃપા કરી છે.
* આ નૂતનવર્ષના પ્રારંભે–કારતક સુદ એકમના રોજ રાત્રે, પૂ. બેનશ્રીબેનના ઘરે દોઢ કલાક સુધી
બેનશ્રીબેને માનસ્તંભ–સન્મુખ અદ્ભુત ભાવભરી ભક્તિ કરાવી હતી.
* ચાલુ સાલનું દિ. જૈનતિથિદર્પણ છપાઈને તૈયાર થાય છે.
* જે ગ્રાહકોએ હજી સુધી લવાજમ ન ભર્યું હોય, તેઓ હજી પણ વહેલાસર સોનગઢના સરનામે લવાજમ
મોકલી આપીને આત્મધર્મ–કાર્યાલયને વી. પી. કરવાની તકલીફમાંથી બચાવે–એવી વિનંતી છે.
મુક્તિના ઉપાયનું પહેલું સોપાન

અંતરના ચિદાનંદ સ્વભાવને ઓળખીને તેમાં એકાગ્રતાથી રાગ ટાળીને જેમણે સર્વજ્ઞતા
પ્રગટ કરી તે સર્વજ્ઞ પરમાત્માના દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ આવ્યો કે : અરે આત્મા! તેં તારા
અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી; તારો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને
આનંદસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને તેની પ્રીતિ કર. અંતર આત્મામાં એકાગ્ર થતાં રાગ
ટળી જાય છે ને સર્વજ્ઞતાં પ્રગટી જાય છે, માટે રાગ તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે
તારું સ્વરૂપ છે. – આ પ્રમાણે રાગથી ભિન્ન જ્ઞાન–સ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે મુક્તિના
ઉપાયનું પહેલું સોપાન છે.
ક્યાં...અટક્યા....?....

અજ્ઞાની જીવ જગતથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને ચૂકીને દેશનું–પરનું–ઘરનું અને
શરીર વગેરેનું કામ કરવાના અભિમાનમાં અટકે છે, બહુ તો ધર્મના નામે આગળ ચાલે તો દયા–
વ્રત વગેરેના શુભરાગમાં ધર્મ માનીને ત્યાં અટકી જાય છે; પણ શરીરાદિની ક્રિયાથી ભિન્ન ને
શુભરાગથી પણ પાર એવા પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું લક્ષ કરતો નથી, તેથી તેના
જન્મમરણના દુઃખનો અંત આવતો નથી. અનાદિકાળમાં પુણ્ય કર્યાં તોપણ જીવ સંસારમાં જ
રખડયો છે, તો તે સંસારનું મૂળકારણ શું છે તે જાણીને તેને ટાળવાનો ઉપાય કરવો જોઈએ.