Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 45

background image
: ૮૨ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
કઈ ભૂમિકામાં કેવો રાગ હોય અને કેવા નિમિત્તો હોય તેનો પણ તે વિવેક કરશે. આ તો જાગતો મારગ છે, આ
કાંઈ આંધળો મારગ નથી. સાધકદશામાં રાગ હોય, –તે રાગનું વલણ કુદેવાદિ પ્રત્યે ન જાય, પણ સાચા દેવ–
ગુરુના બહુમાન તરફ વલણ જાય. સાચું સમજે તે સ્વછંદી થાય જ નહિ, સાચી સમજણનું ફળ તો વીતરાગતા
છે. વીતરાગી દેવ–ગુરુનું બહુમાન આવતાં બહારમાં જિનમંદિર કરાવવા વગેરેનો ભાવ આવે; બાકી બહારનું તો
તેના કાળે થવા યોગ્ય હોય તેમ થાય છે. એ જ રીતે અષ્ટદ્રવ્યોથી ભગવાનની પૂજા વગેરેમાં પણ સમજી લેવું. તે
કાળે તેવો રાગ થાય ને તે વખતે જ્ઞાન પણ તેવું જાણે, છતાં તે જ્ઞાનને કારણે કે રાગને કારણે બહારની ક્રિયા
નથી. તે વખતે ય જ્ઞાની જીવ તો પોતાના જ્ઞાનભાવનો જ કર્તા છે.
જ્ઞાનભાવ તે જીવતત્ત્વ છે;
રાગ તે આસ્રવતત્ત્વ છે; ને
બહારની શરીરાદિની ક્રિયા તે અજીવતત્ત્વ છે.
તેમાં કોઈને કારણે કોઈ નથી. આમ દરેક તત્ત્વોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ, તો જ સાચી
તત્ત્વાર્થશ્રદ્ધા થાય.
[પ૮] પોતાની પર્યાયમાં જ પોતાનો પ્ર... ભાવ છે.
કોઈ કહે છે કે આપના પ્રભાવથી આ બધું થયું! ––એ તો બધી વિનયની ભાષા છે. ખરેખર ‘પ્રભાવ’
કોઈનો કોઈ ઉપર નથી. સૌની પર્યાયમાં પોતપોતાનો જ પ્ર... ભાવ (વિશેષ પ્રકારે ભવન) છે. આત્મા પોતાના
જ્ઞાનરૂપ વિશેષભાવે પરિણમે તેમાં જ તેનો પ્રભાવ છે, પોતે પોતાના જે નિર્મળ ભાવરૂપે પરિણમે તેમાં જ
પોતાનો પ્રભાવ છે. પણ જીવનો પ્રભાવ અજીવ ઉપર કે અજીવનો પ્રભાવ જીવ ઉપર નથી; દરેક તત્ત્વો ભિન્ન
ભિન્ન છે, એકનો બીજામાં અભાવ છે, તેથી કોઈનો પ્રભાવ બીજા ઉપર પડતો નથી. એક ઉપર બીજાનો પ્રભાવ
કહેવો તે ફક્ત નિમિત્તનું કથન છે. (વિશેષ માટે જુઓ, આત્મધર્મ અંક ૧૩૩, પ્રવચન ચોથું, નં. ૧૦૮)
[પ૯] ક્રમબદ્ધના નામે મૂઢ જીવના ગોટા.
કેટલાક મૂઢ લોકો એમ ગોટા વાળે છે કે “પર્યાય ક્રમબદ્ધ જ્યારે થવાની હોય ત્યારે થઈ જાય છે, માટે
ગમે તે વેષમાં ને ગમે તે દશામાં મુનિપણું આવી જાય.” પણ ગમે તેવા ખોટા સંપ્રદાયને માનતો હોય ને ગમે
તેવા નિમિત્તમાં ઊભો હોય, છતાં ક્રમબદ્ધમાં મુનિપણું કે સમ્યગ્દર્શન આવી જાય––એમ કદી બનતું જ નથી. અરે
ભાઈ! ક્રમબદ્ધપર્યાય તો શું ચીજ છે તેની તને ખબર નથી. સમ્યગ્દર્શન અને મુનિપણાની દશા કેવી હોય તેની
પણ તને ખબર નથી. અંતરના જ્ઞાયકભાવમાં લીન થઈને મુનિદશા પ્રગટી ત્યાં નિમિત્તપણે જડ શરીરની દશા
નગ્ન જ હોય. હવે આ વાત પ્રસિદ્ધિમાં આવતાં કેટલાક સ્વછંદી લોકો ક્રમબદ્ધના શબ્દો પકડીને વાત કરતાં શીખ્યા
છે. પણ જો ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજે તો તો નિમિત્ત વગેરે ચારે પડખાંનો મેળ મળવો જોઈએ.
[૬૦] જ્ઞાયક અને ક્રમબદ્ધનો નિર્ણય કરીને સ્વાશ્રયનું પરિણમન થયું તેમાં વ્રતપ્રતિક્રમણ
વગેરે બધું જૈનશાસન આવી જાય છે.
પ્રશ્ન:– આ ક્રમબદ્ધપર્યાયમાં વ્રત–સમિતિ–ગુપ્તિ–પ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન–પ્રાયશ્ચિત વગેરે ક્યાં આવ્યું?
ઉત્તર:– જેનું જ્ઞાન પરથી ખસીને જ્ઞાયકમાં એકાગ્ર થયું છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય છે, અને
જ્ઞાયકમાં એકાગ્ર થઈને પરિણમ્યો તેમાં વ્રત–સમિતિ વગેરે બધું આવી જાય છે. જ્ઞાયકસ્વભાવમાં જ્ઞાનની
એકાગ્રતા તે ધ્યાન છે, ને તે ધ્યાનમાં નિશ્ચયવ્રત–તપ–પ્રત્યાખ્યાન વગેરે બધું સમાઈ જાય છે. નિયમસારની
૧૧૯મી ગાથામાં કહ્યું છે કે––
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
નિજ આત્માનો આશ્રય કરીને જ્ઞાન એકાગ્ર થયું તે નિશ્ચયધર્મધ્યાન છે, અને તે નિશ્ચયધર્મધ્યાન જ સર્વે
પરભાવોનો અભાવ કરવાને સમર્થ છે; ‘तम्हा झाणं हवे सव्वं’ ––તેથી ધ્યાન તે સર્વસ્વ છે; શુદ્ધ આત્માના
ધ્યાનમાં બધા નિશ્ચય અચાર સમાઈ જાય છે.
આત્માના જ્ઞાયક સ્વભાવનો અને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય જે નથી કરતો તેને કદી ધર્મધ્યાન હોતું નથી.