Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૮૩ :
ધ્યાન એટલે જ્ઞાનની એકાગ્રતા. જ્ઞાયક તરફ વળે નહિ, ક્રમબદ્ધપર્યાયને જાણે નહિ, ને પરમાં ફેરફાર કરવાનું
માને એવા જીવનું જ્ઞાન પરસન્મુખતાથી ખસીને સ્વમાં એકાગ્ર થાય જ નહિ એટલે તેને ધર્મધ્યાન હોય જ નહિ;
પરમાં એકાગ્રતા વડે તેને તો ઊંધુંં ધ્યાન હોય. જ્ઞાની તો જ્ઞાયકનો અને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને, જ્ઞાયકમાં
જ એકાગ્રદ્રષ્ટિથી ક્રમબદ્ધજ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાયકમાં એકાગ્રતાનું જે ક્રમબદ્ધ પરિણમન થયું તેમાં નિશ્ચય
પ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન–સામાયિક–વ્રત–તપ વગેરે બધું આવી ગયું. જ્ઞાતા તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે જ
પરિણમે છે––જ્ઞાયકના અવલંબને જ પરિણમે છે, ત્યાં નિર્મળ પર્યાયો થતી જાય છે; વચ્ચે જે વ્યવહારપરિણતિ
થાય છે તેને જ્ઞાન જાણે છે પણ તેમાં એકાગ્ર થઈને વર્તતું નથી, સ્વભાવમાં એકાગ્રપણે જ વર્તે છે, ને તેમાં
જૈનશાસન આવી જાય છે.
[૬૧] ‘અભાવ, અતિભાવ (–વિભાવ), અને સમભાવ.’
જ્ઞાયકસ્વભાવના અવલંબને જ ખરો સમભાવ થાય છે, તેને બદલે સંયોગના આશ્રયે સમભાવ થવાનું
જે મનાવે, તેને વસ્તુસ્વરૂપની ખબર નથી, ––જૈનશાસનની ખબર નથી. કોઈ અજ્ઞાની એમ કહે છે કે “ગરીબ
લોકો પાસે ધન વગેરેનો ‘અ ભાવ’ છે, અને ધનવાન લોકો પાસે તેનો ‘અતિ ભાવ’ છે, તેથી જગતમાં
અથડામણ અને કલેશ થાય છે; જો અતિભાવવાળા વધારાનું ત્યાગ કરીને અભાવવાળાને આપી દ્યે તો
‘સમભાવ’ થાય ને બધાંને શાંતિ થાય, ––માટે અમે અણુવ્રતનો પ્રચાર કરીએ છીએ.” ––એ બધી અજ્ઞાનીની
સંયોગદ્રષ્ટિની વાતો છે. કલેશ કે સમભાવ શું સંયોગને લીધે થાય છે? ––એ વાત જ જૂઠી છે. જ્ઞાયક સ્વભાવે
બધા જીવો સરખા છે, તેથી જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં જ ખરો ‘સમભાવ’ છે; પરનો આત્મામાં ‘અભાવ’ છે;
અને ‘વિભાવ’ છે તે ઉપાધિ ભાવ હોવાથી ત્યાગવા યોગ્ય છે. આ સિવાય બાહ્યમાં ‘અભાવ, અતિભાવ ને
સમભાવ’ ની વાત તે સંયોગદ્રષ્ટિની વાત છે, તે કાંઈ સાચો માર્ગ નથી.
એ જ પ્રમાણે “વૈભવ ઘટે તો ખર્ચ ઘટે, ને ખર્ચ ઘટે તો પાપ ઘટે” ––એ પણ બાહ્યદ્રિષ્ટની વાત છે.
નિગોદના જીવ પાસે એક પાઈનો પણ વૈભવ કે ખર્ચ નથી, છતાં તે જીવો અનંત પાપથી મહા દુઃખી થઈ રહ્યા છે.
કોઈ સમકીતિજીવ ચક્રવર્તી હોય, છ ખંડનો રાજવૈભવ હોય ને રોજના કરોડો–અબજોનું ખર્ચ થતું હોય છતાં તેને
પાપ ઘણું જ અલ્પ છે; અને ખરેખર તો અખંડ ચૈતન્યવૈભવની દ્રષ્ટિમાં તેને પાપ નથી, તે જ્ઞાયકભાવપણે જ
ઊપજે છે, અલ્પ રાગાદિ છે તે તો જ્ઞેયમાં જાય છે, તેમાં એકતાપણે જ્ઞાની ઊપજતા નથી.
[૬૨] અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો, કરો–તેથી તેમની માન્યતા મિથ્યા થશે, પણ
કાંઈ વસ્તુનું સ્વરૂપ નહીં ફરે!
આત્મા પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતો થકો પોતાની પર્યાય સાથે અનન્ય છે ને પર સાથે અનન્ય
નથી––આવો અનેકાન્ત છે; જીવ પોતાની પર્યાયમાં તન્મય છે માટે તેનો કર્તા છે, ને પરની પર્યાયમાં તન્મય
નથી માટે તેનો કર્તા નથી; આવું અનેકાન્તસ્વરૂપ છે. આત્મા પોતાનું કરે ને પરનું પણ કરે–એમ અજ્ઞાની માને
છે પણ એવું વસ્તુસ્વરૂપ નથી. વસ્તુનું અનેકાન્તસ્વરૂપ જ એમ પોકાર કરી રહ્યું છે કે આત્મા પોતાનું જ કરે ને
પરનું ત્રણકાળમાં ન કરે. અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો કરો, –પણ તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જાય તેમ
નથી. ‘આપ્તમીમાંસા’ ગા. ૧૧૦ ની ટીકામાં કહે છે કે–“
वस्तु ही अपना स्वरूप अनेकान्तात्मक आप दिखावै
है तो हम कहा करै? वादी पुकारे है ‘विरुद्ध है रे... विरुद्ध है... ’ तो पुकारो, किछु निरर्थक पुकारने में
साध्य है नाहिं. ––વસ્તુ જ પોતે પોતાનું સ્વરૂપ અનેકાન્તાત્મક દેખાડે છે તો અમે શું કરીએ? વાદી–અજ્ઞાની
પુકારે છે કે ‘વિરુદ્ધ છે રે... વિરુદ્ધ છે’ ––તો ભલે પુકારો, તેમના નિરર્થક પુકારથી કાંઈ સાધ્ય નથી. અજ્ઞાનીઓ
વિરોધનો પોકાર કરે તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જવાનું નથી. દરેક વસ્તુ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ
સ્વચતુષ્ટયપણે છે ને પરના ચતુષ્ટયપણે તે નથી, ––આવું જ તેનું અનેકાન્તસ્વરૂપ છે. પરના ચતુષ્ટયપણે
આત્મા અભાવરૂપ છે, તો પરમાં તે શું કરે? અજ્ઞાનીઓ રાડો પાડે તો પાડો, પણ વસ્તુસ્વરૂપ તો આવું જ છે.
તેમ આ ક્રમબદ્ધપર્યાય બાબતમાં પણ અજ્ઞાનીઓ અનેક પ્રકારે વિરુદ્ધ માને છે, તે વિરુદ્ધ માને