: ૮૪ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
તો માનો, તેથી તેમની માન્યતા મિથ્યા થશે, પણ વસ્તુસ્વરૂપ તો જે છે તે જ રહેશે, તે કાંઈ નહિ ફરે.
જ્ઞાયકઆત્મા એક સાથે ત્રણકાળ ત્રણલોકને સંપૂર્ણપણે જાણે ને જગતના બધા પદાર્થો ક્રમબદ્ધપર્યાય પણે
પરિણમે––એવું જે વસ્તુસ્વરૂપ છે તે કોઈથી ફેરવી શકાય તેમ નથી. જ્ઞાની આવું વસ્તુસ્વરૂપ જાણીને,
જ્ઞાયકસન્મુખ જ્ઞાનભાવે ઊપજે છે, અજ્ઞાની વિપરીત માનીને મિથ્યાદ્રષ્ટિ થાય છે.
[૪]
પ્રવચન ચોથું
[વર સ. ૨૪૮૦ અસ સદ દસમ]
[૬૩] ક્રમબદ્ધમાં જ્ઞાયકસન્મુખ નિર્મળ પરિણમનની ધારા વહે––એની જ મુખ્ય વાત છે.
આ સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકારમાં મુખ્ય વાત એ છે કે પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જે વિશુદ્ધ
પરિણામ ઊપજ્યા તેની જ આમાં મુખ્યતા છે; ક્રમબદ્ધ પરિણામમાં જ્ઞાનીને નિર્મળ પરિણામ જ થાય છે. જ્ઞાની
સ્વસન્મુખ થઈને શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરેના નિર્મળ પરિણમનની નિયતધારાએ પરિણમે છે, તેને
ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો પ્રવાહ ચાલ્યો જાય છે.
બધા પદાર્થોમાં મુખ્ય તો આત્માનો જ્ઞાનસ્વભાવ છે; કેમ કે જ્ઞાન જ સ્વ–પરને જાણે છે. જ્ઞાનસ્વભાવ ન
હોય તો સ્વ–પરને જાણે કોણ? માટે જ્ઞાનસ્વભાવ જ મુખ્ય છે. જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં સાતે તત્ત્વનો, તેમજ
દેવ–ગુરુ–શાસ્ત્રનોને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય સમાઈ જાય છે. અહીં લોકાલોકને જાણવાના સામર્થ્યપણે જ્ઞાન
પરિણમે છે, ને સામે લોકાલોક જ્ઞેયપણે ક્રમબદ્ધ પરિણમે છે; આવો જ્ઞેય–જ્ઞાયકનો મેળ છે પણ કોઈને કારણે કોઈ
નથી. સૌ પોતપોતાના ક્રમબદ્ધપ્રવાહમાં સ્વયં પરિણમી રહ્યા છે.
[૬૪] જ્ઞાયકભાવના ક્રમબદ્ધપરિણમનમાં સાત તત્ત્વોની પ્રતીત.
પોતાના ક્રમબદ્ધ થતા પરિણામો સાથે તન્મય થઈને દરેક દ્રવ્ય સમયે સમયે પરિણમે છે, દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવ ચારેય સમયે સમયે નવી નવી પર્યાયપણે પરિણમી રહ્યા છે. સ્વસ્વભાવસન્મુખ પરિણમતો
આત્મા પોતાના જ્ઞાતાભાવ સાથે અભેદ છે, ને રાગથી જુદો છે. ––આવા આત્માની પ્રતીત તે જીવતત્ત્વની
ખરી પ્રતીત છે.
મારો જ્ઞાયક આત્મા જ્ઞાયકભાવપણે ક્રમબદ્ધ ઊપજતો થકો તેમાં જ તન્મય છે, ને અજીવમાં તન્મય
નથી–રાગમાં તન્મય નથી;–આવી સ્વસન્મુખ પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન આવી જાય છે.
(૧) જ્ઞાયકભાવ સાથે જીવને અભેદપણું છે–એવી શ્રદ્ધા થઈ તેમાં જ્ઞાયકસ્વભાવી જીવની પ્રતીત
આવી ગઈ.
(૨) પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતા જીવને અજીવ સાથે એકપણું નથી; તેમજ
પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતા અજીવને જીવ સાથે એકપણું નથી, ––એ રીતે અજીવતત્ત્વની શ્રદ્ધા પણ
આવી ગઈ.
(૩–૪) હવે, જ્ઞાયકભાવે પરિણમતો સાધકજીવ તે તે કાળના રાગાદિને પણ જાણે છે, –પરંતુ તે
રાગાદિને પોતાના શુદ્ધ જીવ સાથે તન્મય નથી જાણતો, પણ આસ્રવ–બંધ સાથે તેને તન્મય જાણે છે;––એ રીતે
આસ્રવ અને બંધ