Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: ૮૬ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
જો કદી બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખાના બીજમાંથી ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ, પણ એમ
કદી બનતું નથી.
નિમિત્ત તે બાહ્યકારણ છે; તે બાહ્યકારણના કોઈ દ્રવ્યક્ષેત્ર–કાળ કે ભાવ એવા સામર્થ્યવાળા નથી કે જેના
બળથી લીમડાના ઝાડમાંથી આંબા પાકે, કે ચોખામાંથી ઘઉં પાકે, અથવા જીવમાંથી અજીવ થઈ જાય. જો
બાહ્યકારણ અનુસાર કાર્યની ઉત્પત્તિ થાય તો તો અજીવના નિમિત્તે જીવ પણ અજીવરૂપ થઈ જશે! –પણ એમ
કદી બનતું નથી, કેમકે બાહ્યકારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી, અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. (–
જુઓ, ષટખંડાગમ પુ. ૬ પૃ. ૧૬૪)
[૬૮] નિમિત્ત અને નૈમિત્તિકની સ્વતંત્રતા.
દ્રવ્યમાં કયા સમયે પરિણમન નથી? –અને જગતમાં કયા સમયે નિમિત્ત નથી? જગતના દરેક દ્રવ્યોમાં
પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને નિમિત્ત પણ સદાય હોય જ છે;––તો પછી આ નિમિત્તને લીધે આ
થયું–એ વાત ક્યાં રહે છે? અને નિમિત્ત ન હોય તો ન થાય––એ પ્રશ્ન પણ ક્યાં રહે છે? અહીં કાર્ય થવાને,
અને સામે નિમિત્ત હોવાને કાંઈ સમયભેદ નથી. નિમિત્તનું અસ્તિત્વ કાંઈ નૈમિત્તિક–કાર્યની પરાધીનતા નથી
બતાવતું; પણ નિમિત્ત કોનું? –કે નૈમિત્તિકકાર્ય થયું તેનું;–એમ તે નૈમિત્તિકને જાહેર કરે છે. –આવી નિમિત્ત
નૈમિત્તિકની સ્વતંત્રતા પણ જે ન જાણે તેને તો સ્વ–પરનું ભેદજ્ઞાન નથી, અને અંતરની જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ
તો તેને હોય જ નહિ. અહીં તો જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થતાં નિમિત્ત સાથેનો સંબંધ તૂટી જાય છે–એવી સૂક્ષ્મ
વાત છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં કર્મ સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છૂટી ગયો છે.
[૬૯] જ્ઞાયકદ્રષ્ટિમાં જ્ઞાનીનું અકર્તાપણું.
જ્ઞાયકભાવે ઊપજતા જીવને પર સાથે કાર્યકારણપણું નથી, એટલે કે તે નવા કર્મને બંધાવામાં નિમિત્ત
થતો નથી તેમ જ જુનાં કર્મોને નિમિત્ત બનાવતો નથી. કોઈ પૂછે કે રાગનો તો કર્તા છે ને? તો કહે છે કે ના;
રાગ ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી જ્ઞાની રાગના કર્તા નથી; જ્ઞાયકદ્રષ્ટિમાં જ્ઞાયકભાવપણે પણ ઊપજે ને રાગપણે
પણ ઊપજે–એમ બનતું નથી; જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ઊપજે છે ને રાગપણે ઊપજતો નથી, રાગના જ્ઞાતાપણે
ઊપજે છે.
[૭૦] જીવના નિમિત્ત વિના પુદ્ગલનું પરિણમન.
પ્રશ્ન:– પુદ્ગલ તો અજીવ છે, કાંઈ જીવના નિમિત્ત વિના તેની અવસ્થા થાય?
ઉત્તર:– ભાઈ, જગતમાં અનંતાનંત એવા સૂક્ષ્મ પરમાણુઓ––છૂટા તેમજ સ્કંધરૂપે––છે કે જેમને
પરિણમનમાં કાળદ્રવ્ય જ નિમિત્ત છે, જીવનું નિમિત્તપણું નથી. જીવ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ તો અમુક
પુદ્ગલ સ્કંધોને જ છે, પણ તેનાથી અનંતગુણા પરમાણુઓ તો જીવ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ વગર જ
પરિણમી રહ્યા છે. એક છૂટો પરમાણુ એક અંશમાંથી બે અંશ લૂખાસ કે ચીકાસરૂપે પરિણમે, ત્યાં ક્યો જીવ
નિમિત્ત છે? –તેને ફક્ત કાળદ્રવ્ય જ નિમિત્ત છે. અજ્ઞાનીને સંયોગથી જ જોવાની દ્રષ્ટિ છે એટલે વસ્તુના
સ્વાધીન પરિણમનને તે જોતો નથી. (નિમિત્ત ન હોય તો? ... શું નિમિત્ત વિના થાય છે? –ઈત્યાદિ પ્રશ્નોના
ખૂલાસા માટે પહેલી વખતના પ્રવચનોમાં નં ૧૦૦–૧૦૧, ૧૧૪ અને ૧પ૦ જુઓ)
[૭૧] જ્ઞાયકભાવપણે ઊપજતો જ્ઞાની કર્મનો નિમિત્તકર્તા પણ નથી.
અહીં તો ‘સર્વવિશુદ્ધજ્ઞાન’ ની એટલે જીવના સ્વભાવની વાત ચાલે છે. જીવનો જ્ઞાનસ્વભાવ છે તે
પરનો અકર્તા છે. ––નિમિત્તપણે પણ તે પરનો અકર્તા છે. પરમાં અહીં મુખ્યપણે મિથ્યાત્વાદિ કર્મની વાત છે.
જ્ઞાનસ્વભાવપણે ઉપજતા જીવને મિથ્યાત્વાદિ કર્મોનું નિમિત્તકર્તાપણું પણ નથી. જીવને અજીવ સાથે ઉત્પાદ્ય–
ઉત્પાદકભાવનો અભાવ છે, એટલે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવપણે ઊપજતો થકો, નિમિત્ત થઈને જડ કર્મને પણ
ઊપજાવે–એમ કદી બનતું નથી.
સર્વે દ્રવ્યોને બીજા દ્રવ્યો સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવનો અભાવ છે. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામનું
ઉત્પાદક છે પણ બીજાના પરિણામનું ઉત્પાદક નથી. જેમ કે કુંભાર પોતાના હાથની હલન–ચલનરૂપ અવસ્થાનો
ઉત્પાદક છે, પણ માટીમાંથી ઘડારૂપ જે અવસ્થા થઈ તેનો ઉત્પાદક કુંભાર નથી, તેનો ઉત્પાદક માટી જ છે––માટી
પોતે તે અવસ્થામાં તન્મય થઈને ઘડારૂપે ઉપજી