Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૮૭ :
છે, કુંભાર નહિ. તેમ જીવ પોતાના ક્રમબદ્ધ જ્ઞાનાદિપરિણામોનો ઉત્પાદક છે, પણ અજીવનો ઉત્પાદક નથી. જ્ઞાન–
સ્વભાવમાં તન્મય થઈને જ્ઞાનભાવે ઊપજતો જીવ પોતાના જ્ઞાનપરિણામનો ઉત્પાદક છે, પણ રાગાદિ સાથે
તન્મય થઈને તે જીવ ઊપજતો નથી તેથી તે જીવ રાગાદિનો ઉત્પાદક નથી; અને રાગાદિનો ઉત્પાદક ન હોવાથી
કર્મબંધનમાં તે નિમિત્ત પણ નથી; એ રીતે તે જીવ અકર્તા જ છે, આ આખો વિષય જ અંર્તદ્રષ્ટિનો છે. અંતરની
જ્ઞાયકની દ્રષ્ટિ વિના આવું અકર્તાપણું કે ક્રમબદ્ધપણું સમજાય તેવું નથી.
[૭૨] જ્ઞાનીને કેવો વ્યવહાર હોય? –ને કેવો ન હોય?
જુઓ, તત્ત્વાર્થસૂત્ર (અ. પ, સૂત્ર ૨૧) માં જીવના પરસ્પર ઉપકારની વાત કરી છે. ત્યાં ઉપકારનો અર્થ
‘નિમિત્ત’ છે. એક જીવે બીજા ઉપર ઉપકાર કર્યો એમ નિમિત્તથી કહેવાય છે. જે જ્ઞાનીગુરુના નિમિત્તે અપૂર્વ
આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં એમ કહેવાય કે “અહો! આ ગુરુનો મારા ઉપર અનંત ઉપકાર થયો...” જો કે ગુરુ
કાંઈ શિષ્યના જ્ઞાનના ઉત્પાદક નથી, છતાં ત્યાં તો વિનય માટે નિમિત્તથી ગુરુનો ઉપકાર કહેવામાં આવે છે; પરંતુ
તેવી રીતે અહીં જ્ઞાનીને તો મિથ્યાત્વાદિ કર્મો સાથે એવો નિમિત્ત–નૈમિત્તિકભાવ પણ લાગુ પડતો નથી. જ્ઞાની
નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મને ઊપજાવે એમ બનતું નથી. “અહો! ગુરુ જ મારા જ્ઞાનના ઉત્પાદક છે, ગુરુએ જ
મને જ્ઞાન આપ્યું, ગુરુએ જ આત્મા આપ્યો” ––એમ ગુરુના ઉપકારના નિમિત્તે કહેવાય–એવો વ્યવહાર તો
જ્ઞાનીને હોય, પણ નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મના ઉત્પાદક થાય–એવો વ્યવહાર જ્ઞાનીને લાગુ પડતો નથી.
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી નિશ્ચય અકર્તાપણું જાણે, ત્યારે ભૂમિકા મુજબ કેવો વ્યવહાર હોય તેની ખબર પડે.
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વગર એકલા વ્યવહારને જાણવા જાય–તે તો આંધળો છે, સ્વ–પરપ્રકાશકજ્ઞાન જાગ્યા વિના
વ્યવહારને જાણશે કોણ? અજ્ઞાની તો વ્યવહારને જાણતાં તેને જ આત્માનું પરમાર્થ સ્વરૂપ માની લેશે, એટલે તેને
નિશ્ચયનું કે વ્યવહારનું જ્ઞાન સાચું હોતું નથી. જ્ઞાતા જાગ્યો તે જ વ્યવહારને જેમ છે તેમ જાણે છે.
[૭૩] મૂળભૂત જ્ઞાનકળા, –તે કેમ ઊપજે?
મૂળભૂત ભેદજ્ઞાન શું ચીજ છે. એને લોકો ભૂલી ગયા છે. પં. બનારસીદાસજી કહે છે કે:–
चेतनरूप अनूप अमूरति, सिद्धसमान सदा पद मेरो।
मोह महातम आतमअंग, क्यिो परसंग महातम घेरो।।
ज्ञानकला उपजी अब मोहि, कहूं गुन नाटक आगम केरो।
जासु प्रसाद सधे सिवमारग, वेगिमिटेभववास वसेरो।।
११।।
––આમાં કહે છે કે મને જ્ઞાનકળા ઉપજી; કઈ રીતે ઉપજી? શું કોઈ બહારના સાધનથી કે વ્યવહારના
અવલંબનથી જ્ઞાનકળા ઉપજી? ના; અંતરમાં મારુ સ્વરૂપ સિદ્ધસમાન ચૈતન્યમૂર્તિ છે––તેના જ અવલંબનથી
ભેદજ્ઞાનરૂપી અપૂર્વ જ્ઞાનકળા ઉપજી; જેવા સિદ્ધભગવાન જ્ઞાયકબિંબ છે, તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક જ છે, –
–એમ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ અને અનુભવથી જ્ઞાનકળા ઉપજી. આ સિવાય બીજી રીત માને તો તે
સિદ્ધભગવાનને કે પંચપરમેષ્ઠીપદને માનતો નથી.
[૭૪] ‘વ્યવહારનો લોપ!!’ ––પણ કયા વ્યવહારનો? અને કોને?
અરે! આમાં તો વ્યવહારનો લોપ થઈ જશે!! ––એમ કોઈ પૂછે તો તેનો ઉત્તર–ભાઈ! કયા વ્યવહારનો
લોપ થશે? પ્રથમ તો બહારમાં શરીરાદિ જડની ક્રિયા તો આત્માની કદી છે જ નહિ, એટલે તેનો લોપ થવા ન
થવાનો પ્રશ્ન જ રહેતો નથી. અજ્ઞાનીને ઊંધી દ્રષ્ટિમાં કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિકપણાનો વ્યવહાર છે; આ
જ્ઞાયકદ્રષ્ટિમાં મિથ્યાત્વાદિ કર્મના કર્તાપણારૂપ તે વ્યવહારનો લોપ થઈ જાય છે. અજ્ઞાનીને વ્યવહારનો અભાવ
નથી કરવો, પણ હજી વ્યવહાર રાખવો છે, ––એટલે કર્મ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધનો વ્યવહાર રાખીને તેને
સંસારમાં રખડવું છે––એવો એનો અર્થ થયો. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી કર્મ સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ
તોડી નાંખ્યો ત્યાં દ્રષ્ટિ અપેક્ષાએ તો સમકીતિ મુક્ત જ છે. આ પ્રમાણે દ્રષ્ટિમાં વ્યવહારનો નિષેધ કર્યા પછી
સાધકપણામાં જે જે ભૂમિકામાં જેવો જેવો વ્યવહાર હોય છે તેને તે સમ્યગ્જ્ઞાન વડે જાણે છે. અને પછી પણ,
જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા વડે શુભરાગરૂપ–