Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
: ૮૮ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
વ્યવહારનો! અભાવ થશે તો વીતરાગતા થશે. પણ વ્યવહારના અવલંબનની જ જેને રુચિ અને હોંસ છે તેને
તો જ્ઞાયકસ્વભાવ તરફ વળીને સમ્યગ્દર્શન કરવાનો પણ અવકાશ નથી. અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબન
વિના પોતાની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય નહિ. જ્ઞાની તો પોતાના જ્ઞાયકસ્વભાવના
અવલંબને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, એનું નામ ધર્મ અને મોક્ષનો માર્ગ છે.
[પ]
પ્રવચન પાંચમું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ અગીયારસ]
[૭પ] ક્રમબદ્ધપર્યાય ક્યારની છે? –અને તે નિર્મળ ક્યારે થાય?
આત્મા જ્ઞાયકસ્વભાવ છે, તે પરનો અકર્તા છે; તે બતાવવા માટે આ ક્રમબદ્ધપર્યાયની વાત ચાલે છે.
પ્રશ્ન:– આ ક્રમબદ્ધપર્યાય ક્યારની ચાલે છે?
ઉત્તર:– અનાદિથી ચાલે છે. જેમ દ્રવ્ય અનાદિ છે તેમ તેની પર્યાયનો ક્રમ પણ અનાદિથી ચાલી જ રહ્યો
છે. જેટલા ત્રણકાળના સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો છે.
પ્રશ્ન:– અનાદિથી ક્રમબદ્ધપર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળપર્યાય કેમ ન થઈ?
ઉત્તર:– બધા જીવોને અનાદિથી ક્રમબદ્ધપર્યાય થતી હોવા છતાં, જ્ઞાયક તરફના સવળા પુરુષાર્થ વગર
નિર્મળ પર્યાય થઈ જાય–એમ કદી બનતું નથી. ઊંધો પુરુષાર્થ હોય ત્યાં ક્રમબદ્ધપર્યાય પણ વિકારી જ હોય છે.
અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવના ભાન વગર ક્રમબદ્ધપર્યાયની સાચી પ્રતીત નથી, અને જ્ઞાયકસ્વભાવના પુરુષાર્થ
વગર નિર્મળ પર્યાય થતી નથી. જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવની પ્રતીત થતાં ક્રમબદ્ધપર્યાયની પણ સાચી
પ્રતીત છે, અને જ્ઞાયકસ્વભાવ–સન્મુખતા પુરુષાર્થ વડે તેને નિર્મળ ક્રમબદ્ધપર્યાય થાય છે. આ રીતે
જ્ઞાયકસ્વભાવસન્મુખનો પુરુષાર્થ કરવાનો આ ઉપદેશ છે––આવું સમજે તે જ ક્રમબદ્ધપર્યાય સમજ્યો છે.
[૭૬] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ.
‘ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે...’
––કોણ ઊપજે છે?
‘દ્રવ્ય ઊપજે છે...’
––કેવું દ્રવ્ય?
‘જ્ઞાયકસ્વભાવી દ્રવ્ય.’
જેને આવા દ્રવ્યસ્વભાવની સન્મુખતા થાય તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે. આ રીતે
જ્ઞાયકસ્વભાવની સન્મુખતા તે જ ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ છે.
[૭૭] અત્યારે પર્યાયનું પરમાં ‘અકર્તાપણું’ સિદ્ધ કરવાની મુખ્યતા છે, નિરપેક્ષપણું સિદ્ધ
કરવાની મુખ્યતા નથી.
અહીં, પર્યાયનું પરમાં અકર્તાપણું બતાવવું છે તેથી ‘દ્રવ્ય ઊપજે છે’ એ વાત લીધી છે; દ્રવ્ય પોતાની
ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, ને ઊપજતું થકું તે પર્યાયમાં તે તન્મય છે, ––એ રીતે દ્રવ્ય–પર્યાય બંનેની અભેદતા
બતાવીને પરનું અકર્તાપણું સિદ્ધ કર્યું છે.