: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૮૯ :
જ્યારે સામાન્યધર્મ અને વિશેષધર્મ–એમ બંને ધર્મો જ સિદ્ધ કરવા હોય ત્યારે તો એમ કહેવાય કે પર્યાય
તે પર્યાયધર્મથી જ છે, ––દ્રવ્યને લીધે નહિ. કેમકે જો સામાન્ય અને વિશેષ (અર્થાત્ દ્રવ્ય અને પર્યાય) બંને
ધર્મોને નિરપેક્ષ ન માનતાં, સામાન્યને લીધે વિશેષ માનો તો વિશેષધર્મની હાનિ થાય છે; માટે પર્યાય પણ
પોતાથી સત્ છે. ––પર્યાયધર્મ નિરપેક્ષ સિદ્ધ કરવો હોય ત્યારે એ પ્રમાણે કહેવામાં આવે છે.
સમન્તભદ્રસ્વામી ‘આપ્ત–મીમાંસા’ માં કહે છે કે––
(શ્લોક ૭૩:) जो धर्म धर्मी आदिके एकान्त करि आपेक्षिक सिद्धि मानीए, तो धर्म धर्मी दोऊ ही
न ठहरे। बहुरि अपेक्षा विना एकान्त करि सिद्धि मानीए तो सामान्य विशेषपणां न ठहरे।
(શ્લોક ૭પ:) धर्म अर धर्मीके अविनाभाव है सो तो परस्पर अपेक्षा करि सिद्ध है, धर्म विना धर्मी
नांही! बहुरि धर्म, धर्मीका स्वरूप है सो परस्पर अपेक्षा करि सिद्ध नांही है, स्वरूप है सो स्वतःसिद्ध है।
પ્રવચનસારની ૧૭૨મી ગાથામાં ‘अलिंगग्रहण’ ના અર્થમાં કહ્યું છે કે “××× આ રીતે આત્મા દ્રવ્યથી
નહિ આલિંગત એવો શુદ્ધપર્યાય છે.”
વળી ૧૦૧મી ગાથામાં કહે છે કે––“અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને અવસ્થિત
રહેતો ભાવ એ સ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદક–ધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે.”
વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે.
વળી યોગસારમાં કહે છે કે–
ज्ञानद्रष्टि चारित्राणि हियंते नाक्षगोचरेः।
क्रियंते न च गुर्वाधैः सेव्यमानैरनारतं।। १८।।
उत्पद्यते विनश्यंति जीवस्य परिणामिनः।
ततः स्वयं स दाता न परतो न कदाचन।। १९।।
––આમાં કહે છે કે આત્મામાં જ્ઞાનાદિકની હીનતા કે અધિકતા પોતાની પર્યાયના કારણે જ થાય છે.
જ્ઞાન–દર્શન–ચારિત્રનું ન તો ઈન્દ્રિયોના વિષયથી હરણ થાય છે, કે ન તો ગુરુઓની નિરંતર સેવાથી તેમની
ઉત્પત્તિ થાય છે; પરંતુ જીવ પોતે પરિણમનશીલ હોવાથી સમયે સમયે તેના ગુણોની પર્યાય પલટે છે, ––
મતિજ્ઞાનાદિક પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે; તેથી મતિજ્ઞાનાદિનો ઉત્પાદ કે વિનાશ પરથી પણ
નથી તેમ જ દ્રવ્ય પોતે પણ તેનું દાતા નથી. સમયે સમયે પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે, સામાન્યદ્રવ્યને
તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે; પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો તે પર્યાય સ્વયં તેવી પરિણમી છે. તે સમયનો
પર્યાયધર્મ જ તેવો છે, સામાન્યદ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે; પણ દ્રવ્ય–પર્યાયની નિરપેક્ષતાના કથનમાં
એ વાત ન આવે. નિરપેક્ષતા વિના એકાંત સાપેક્ષપણું જ માને તો સામાન્યવિશેષ બે ધર્મો જ સિદ્ધ ન થઈ શકે.
પ્રવચનસારની ૧૬મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે: શુદ્ધોપયોગથી થતી શુદ્ધસ્વભાવની પ્રાપ્તિ
અન્યકારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે. શુદ્ધોપયોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેમાં આત્મા
પોતે સ્વયંમેવ છ કારકરૂપ થતો હોવાથી ‘સ્વયંભૂ’ કહેવાય છે. દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી
પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નીપજાવવાને સમર્થ છે; તેને બા સામગ્રી કાંઈ મદદ કરી
શકતી નથી. અહો! એકેક પર્યાયના છએ કારકો સ્વતંત્ર છે.
ષટ્ખંડાગમ–સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે બધે ઠેકાણે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે––એવો
નિશ્ચય કરવો. ત્યાં અંતરંગકારણ કહેતાં પર્યાયની યોગ્યતા બતાવવી છે. જુદા જુદા કર્મોના સ્થિતિબંધમાં
હીનાધિકતા કેમ છે? –એવા પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધાંતકાર કહે છે કે પ્રકૃતિવિશેષ હોવાથી, એટલે કે તે તે પ્રકૃતિનો
તેવો જ વિશેષ સ્વભાવ હોવાથી એ પ્રમાણે હીનાધિક સ્થિતિબંધ થાય છે; તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી જ
કાર્યની ઉત્પત્તિ થાય છે, બાહ્ય કારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી.
(વિશેષ માટે જુઓ–આ અંકમાં પ્રવચન ચોથું. નં. ૬૭)
અહીં (સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧માં) કહે છે કે અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ કર્તા–કર્મની
સિદ્ધિ છે; અને તેથી જીવ પરનો અકર્તા છે.
અત્યારે આ ચાલતા અધિકારમાં પર્યાયનું નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી, પરંતુ દરેક દ્રવ્યને
પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તન્મયપણું હોવાથી પરની સાથે તેને કર્તાકર્મપણું નથી––એમ અકર્તાપણું સિદ્ધ
કરીને, ‘જ્ઞાયક