Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૯૦ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
આત્મા કર્મનો અકર્તા છે’ ––એમ બતાવવું છે. ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતા દ્રવ્યને પોતાની પર્યાય સાથે
અભેદપણું છે. જ્ઞાયકઆત્મા સ્વસન્મુખ થઈને નિર્મળ પર્યાયપણે ઊપજ્યો તેમાં તે તન્મય છે, પણ રાગાદિમાં
તન્મય નથી, તેથી તે રાગાદિનો કર્તા નથી તેમ જ કર્મોનો નિમિત્તકર્તા પણ નથી. આ રીતે આત્મા અકર્તા છે.
[૭૮] સાધકને ચારિત્રની એક પર્યાયમાં અનેક બોલ; તેમાં વર્તતું ભેદજ્ઞાન; અને તેના
દ્રષ્ટાંતે નિશ્ચયવ્યવહારનો જરૂરી ખુલાસો.
સાધકદશામાં જ્ઞાનીને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે અનંત ગુણોની પર્યાયો સ્વભાવના અવલંબને નિર્મળ થતી
જાય છે. જો કે હજી ચારિત્રગુણની પર્યાયમાં અમુક રાગાદિ પણ થાય છે, પરંતુ જ્ઞાનીને તેમાં એકતા નથી તેથી રાગાદિનું
તેને ખરેખર કર્તાપણું નથી. ચારિત્રની પર્યાયમાં જે રાગાદિ છે તેને તે આસ્રવ–બંધનું કારણ જાણે છે, ને સ્વભાવના
અવલંબને જે શુદ્ધતા થઈ છે તેને સંવર–નિર્જરા જાણે છે; એ રીતે આસ્રવ અને સંવરને ભિન્નભિન્ન સમજે છે.
જુઓ, જ્ઞાનીને ચારિત્રગુણની એક પર્યાયમાં સંવરનિર્જરા, આસ્રવ અને બંધ એ ચારે પ્રકાર એક સાથે
વર્તે છે, તેને સમયભેદ નથી, એક જ પર્યાયમાં એક સાથે ચારે પ્રકાર વર્તે છે, છતાં તેમાં આસ્રવ તે સંવર નથી,
સંવર તે આસ્રવ નથી. વળી તેના કર્તા–કર્મ વગેરે છએ કારકો સ્વતંત્ર છે. જે સંવરનું કર્તાપણું છે તે આસ્રવનું
કર્તાપણું નથી, અને જે આસ્રવનું કર્તાપણું છે તે સંવરનું કર્તાપણું નથી.
આસ્રવ–બંધ સંવર અને નિર્જરા એવા ચારે પ્રકાર એક સાથે તો ચારિત્રગુણની પર્યાયમાં જ હોય છે,
અને તે સાધકને જ હોય છે.
અહો, એક પર્યાયમાં આસ્રવ ને સંવર બંને એક સાથે વર્તે, છતાં બંનેના છ કારકો જુદા! હજી તો
બહારનાં કારણોથી આસ્રવ કે સંવર માને તે અંતરના સૂક્ષ્મ ભેદજ્ઞાનની આ વાત ક્યાંથી સમજે? આસ્રવને
કારણે આસ્રવ, ને સંવરના કારણે સંવર, ––બંને એક સાથે છતાં બંનેનાં કારણ જુદાં. જો આસ્રવને કારણે સંવર
માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
––એ જ રીતે, વ્યવહાર અને નિશ્ચય બંને એક સાથે (સાધકને) હોય છે; પણ ત્યાં વ્યવહારના કારણે
નિશ્ચય માને કે વ્યવહારસાધન કરતાં કરતાં તેનાથી નિશ્ચય પ્રગટી જશે––એમ માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે,
તેને આસ્રવ અને સંવર તત્ત્વની ખબર નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ છે તે તો આસ્રવ છે, ને નિશ્ચય
સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો સંવર–નિર્જરા છે; આસ્રવ અને સંવર તે બંને ભિન્ન ભિન્ન
તત્ત્વો છે, બંનેના કારણ ભિન્ન છે. તેને બદલે વ્યવહારના કારણે નિશ્ચય થવાનું માન્યું તો તેણે આસ્રવથી સંવર
માન્યો એટલે આસ્રવ અને સંવર તત્ત્વને તેણે ભિન્ન ભિન્ન ન માન્યા પણ એક માન્યા, તેથી તત્ત્વાર્થશ્રદ્ધાનમાં
તેને ભૂલે છે, ––તે મિથ્યાદ્રષ્ટિ છે.
[૭૯] ! ક્રમબદ્ધપર્યાયની ઊંડી વાત.
અહીં તો જ્ઞાયકદ્રષ્ટિની સૂક્ષ્મ વાત છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાની નિર્મળ પર્યાયના જ કર્તાપણે
પરિણમે છે. બીજા કારકોથી નિરપેક્ષ થઈને, પોતપોતાના સ્વભાવના જ છએ કારકોથી શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે
અનંતગુણો જ્ઞાયકના અવલંબને નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે જ્ઞાનીને પરિણમી રહ્યા છે; આનું નામ અપૂર્વ ધર્મ છે,
ને આ જ મુક્તિનો માર્ગ છે. જ્ઞાયકસ્વભાવના જ અવલંબન સિવાય, રાગના કે વ્યવહારના અવલંબને
મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયકસ્વભાવને, કેવળીભગવાનને કે સાતતત્ત્વોને જાણતો નથી; નિર્મળ
ક્રમબદ્ધપર્યાયની શું સ્થિતિ છે અર્થાત્ કઈ રીતે ક્રમબદ્ધપર્યાય નિર્મળ થાય છે––તેને પણ તે જાણતો નથી તેથી
ખરેખર તે ક્રમબદ્ધપર્યાયને ઓળખતો નથી. આ તો ઊંડી વાત છે, ભાઈ!
[૮૦] ‘મોતીનો શોધક’ ઊંડા પાણીમાં ઉત્તરે છે;––તેમ ઊંડે ઊતરીને આ વાત જે સમજશે તે
ન્યાલ થઈ જશે!
પ્રશ્ન:– ઊંડાં પાણીમાં ઊતરતાં બૂડી જવાની બીક છે?
ઉત્તર:– આ પાણીમાં ઊતરે તો વિકારનો મેલ ધોવાઈ જાય; આ ઊંડા પાણીમાં ઊતર્યા વગર વસ્તુ હાથ
આવે તેમ નથી. દરિયામાંથી મોતી શોધવા માટે પણ ઊંડા પાણીમાં ઊતરવું પડે છે, કાંઠે ઊભો ઊભો હાથ લાંબો
કરે તો કાંઈ મોતી હાથમાં ન આવી જાય. તેમ અંતરના જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની આ વાત અંતરમાં
ઊંડે ઊતર્યા વિના સમજાય તેવી નથી. આ તો