: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૯૧ :
અલૌકિક વાત બહાર આવી ગઈ છે, જે સમજશે તે ન્યાલ થઈ જશે...
‘સહેજે સમુદ્ર ઉલ્લસીયો ત્યાં મોતી તણાયા જાય,
ભાગ્યવાન કર વાપરે તેની મૂઠી મોતીએ ભરાય;’
અહીં ‘ભાગ્યવાન’ એટલે અંતરના પુરુષાર્થવાન! અંર્તસ્વભાવની દ્રષ્ટિનો પ્રયત્ન કરે તેને મૂઠી મોતીએ
ભરાય’ એટલે કે નિર્મળ–નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતી જાય. પણ જે એવો પ્રયત્ન નથી કરતો તેને માટે કહે છે કે–
‘ભાગ્યહીન કર વાપરે તેની શંખલે મૂઠી ભરાય’ સમજવાનો પ્રયત્ન કરીને અંતરમાં તો ઊતરે નહિ ને
એમ ને એમ એકલા શુભભાવમાં રોકાઈ રહે તો તેને ‘શંખલે મૂઠી ભરાય’ એટલે કે પુણ્ય બંધાય પણ
સ્વભાવની પ્રાપ્તિ ન થાય, ––ધર્મનો લાભ ન થાય.
[૮૧] કેવળજ્ઞાનનો કક્કો.
આ તો કેવળજ્ઞાનનો કક્કો છે. અગાઉના વખતમાં (પ૦–૬૦ વર્ષ પહેલાંં) જ્યારે ધૂલી નિશાળે ભણવા
જાય ત્યારે સૌથી પહેલાંં ‘सिद्धो वर्ण समाम्नाय’ એમ ગોખાવતા, એટલે કે વર્ણઉચ્ચારનો સમુદાય સ્વયંસિદ્ધ–
અનાદિથી ચાલ્યો આવે છે. તે જ અમે શીખવશું, એવો એનો અર્થ છે. તેમ અહીં પણ જે વાત કહેવાય છે તે
અનાદિ કેવળજ્ઞાનથી સિદ્ધ થઈ ગયેલી છે. વળી કક્કો શીખવતા તેમાં એમ આવતું કે ‘કક્કો... કક્કો... કેવડીઓ;’
તેમ અહીં પણ આ કેવળજ્ઞાનનો કક્કો શીખવાય છે. આ સમજ્યા વગર ધર્મની શરૂઆત થતી નથી. ‘કક્કા’ માં
જ કેવળજ્ઞાનની વાત કરતાં ‘બ્રહ્મવિલાસ’ માં કહ્યું છે કે––
“कक्का” कहे करन वश कीजे, कनक कामिनी द्रष्टि न दीजे।
करीके ध्यान निरंजन गहिये, ‘केवलपद’ इह विधिसों लहिये।।
[૮૨] ક્રમબદ્ધપર્યાય તે વસ્તુસ્વરૂપ છે.
જુઓ, આ ક્રમબદ્ધપર્યાય તે વસ્તુનું સ્વરૂપ છે; જ્ઞાયકનો સ્વભાવ વ્યવસ્થિત બધું જાણવાનો છે, ને
જ્ઞેયોનો સ્વભાવ વ્યવસ્થિત ક્રમબદ્ધ નિયમિત પર્યાયે પરિણમવાનો છે. આ રીતે આમાં યથાર્થ વસ્તુસ્થિતિનો
નિર્ણય આવી જાય છે; આથી વિપરીત માને તો તે વસ્તુસ્વરૂપને જાણતો નથી.
કોઈ એમ કહે કે “નિશ્ચયથી તો પર્યાયો ક્રમબદ્ધ, પણ વ્યવહારથી અક્રમ” ––તો તે વાત મિથ્યા છે.
વળી કોઈ એમ કહે કે––“કેવળીભગવાનને માટે બધું ક્રમબદ્ધ છે કેમકે તેમને તો ત્રણ કાળનું પૂરું જ્ઞાન છે,
પરંતુ છદ્મસ્થને માટે અક્રમબદ્ધ છે કેમકે તેને ત્રણકાળનું પૂરું જ્ઞાન નથી” ––તો એ વાત પણ ખોટી છે. ––એની
માન્યતા કેવળી કરતાં વિપરીત થઈ. કાંઈ કેવળીને માટે જુદું વસ્તુસ્વરૂપ ને છદ્મસ્થને માટે બીજું, ––એમ નથી.
[૮૩] ક્રમબદ્ધપર્યાયમાં નિશ્ચયવ્યવહારની સંધિ, નિમિત્ત–નૈમિત્તિકની સંધિ, વગેરે બાબતનો
જરૂરી ખુલાસો; અને તે સંબંધમાં સ્વછંદીઓની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ.
વળી ક્રમબદ્ધપર્યાયમાં એવું પણ નથી કે વસ્ત્રાદિ સહિત દશામાં પણ મુનિપણાનો કે કેવળજ્ઞાનનો ક્રમ
આવી જાય! આત્મામાં મુનિદશાનો ક્રમ હોય ત્યાં શરીરમાં દિગંબર દશા જ હોય; વસ્ત્ર છોડવા તે કાંઈ જીવનું
કાર્ય નથી પણ તે વખતે એવી જ દશા હોય છે. મુનિદશાનું સ્વરૂપ આથી વિપરીત માને તો તેને નિશ્ચય–
વ્યવહારની કાંઈ ખબર નથી, તેમ જ ક્રમબદ્ધપર્યાયના નિયમની કે દેવગુરુના સ્વરૂપની પણ ખબર નથી.
વળી મુનિપણું હોય ત્યાં, ઉભા ઉભા જ હાથમાં જ આહાર લેવાની ક્રિયા હોય, પાતરાં વગેરેમાં આહારની
ક્રિયા ત્યાં ન જ હોય; છતાં ત્યાં અજીવની (હાથની કે આહારની) તેવી પર્યાય જીવે ઉત્પન્ન કરી છે––એમ નથી;
એ પ્રમાણે સદોષ આહારનો ત્યાગ વગેરેમાં પણ સમજી લેવું. તે તે દશામાં એવો જ સહજ નિમિત્ત–નૈમિત્તિક મેળ
હોય છે, તેનો મેળ તૂટતો નથી; તેમ જ જીવ જ્ઞાયક મટીને અજીવનો કર્તા પણ થતો નથી. જ્ઞાયકસ્વભાવનો
નિર્ણય કરે તો અજીવના કર્તાપણાની બધી ભ્રમણા છૂટી જાય, ને મિથ્યાત્વાદિ કર્મોનું નિમિત્તકર્તાપણું પણ ન રહે.
ઉપર જેમ મુનિદશા સંબંધમાં કહ્યું તેમ બધી પર્યાયોમાં યથાયોગ્ય સમજવું; જેમકે સમકીતિને માંસાદિનો
ખોરાક હોય જ નહિ. અહીં જીવને સમ્યગ્દર્શન પર્યાયનો ક્રમ હોય ને સામે માંસાદિનો ખોરાક પણ હોય––એમ
કદી બનતું નથી. તિર્યંચ–સિંહ વગેરે સમકીત પામે, ત્યાં તેને પણ માંસાદિનો ખોરાક છૂટી જ જાય છે. ––આવું જ
તે ભૂમિકાનું સ્વરૂપ છે. છતાં પરની ક્રિયાનો ઉત્પાદક આત્મા