Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 45

background image
: ૯૨ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
નથી, જ્ઞાયક તો પરનો અકર્તા જ છે.
“અમે સમકીતિ છીએ, અથવા અમે મુનિ છીએ, ’ પછી બહારમાં ગમે તેવા આહારાદિનો જોગ હો” ––
એમ કહે તો તે મિથ્યાદ્રષ્ટિ–સ્વછંદી જ છે, કઈ ભૂમિકામાં કેવો વ્યવહાર હોય ને કેવું નિમિત્ત હોય, તથા કેવો રાગ
અને કેવા નિમિત્તો છૂટી જાય તેની તેને ખબર નથી. ––એવા સ્વછંદી જીવને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કે
સમ્યગ્દર્શનાદિ હોતું નથી, મુનિદશા તો હોય જ ક્યાંથી?
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં નિર્મળ–નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતી જાય છે, અને તે તે પર્યાયમાં યોગ્યનિમિત્ત
હોય છે તે પણ ક્રમબદ્ધ છે; એટલે ‘નિમિત્તને મેળવવું’ એ વાત રહેતી નથી. જેમ કે– ‘મુનિદશામાં નિમિત્તપણે
નિર્દોષ આહાર જ હોય છે, માટે નિર્દોષ આહારનું નિમિત્ત મેળવું તો મારી મુનિદશા ટકી રહેશે’ –એમ કોઈ માને
તેને નિમિત્તાધીન દ્રષ્ટિ છે, સ્વભાવમાં એકાગ્રતાથી મુનિદશા ટકે છે તેને બદલે સંયોગના આધારે મુનિદશા માને
છે તેની દ્રષ્ટિ જ વિપરીત છે. નિમિત્તને મેળવવું નથી પડતું, પણ સહજપણે એ જ પ્રકારનું નિમિત્ત હોય છે,
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ સહેજે બની જાય છે.. “આપણને જેવું કાર્ય કરવાની ઈચ્છા થાય તેવાં નિમિત્તો
મેળવવા” ––એમ માને તો તેને જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા ક્યાં રહી? ––એને તો હજી ઈચ્છાનું
અને નિમિત્તનું કર્તાપણું પડ્યું છે. અરે ભાઈ! નિમિત્તોને મેળવવા કે દૂર કરવા તે ક્યાં તારા હાથની વાત છે?
નિમિત્ત તો પરદ્રવ્ય છે, તેની ક્રમબદ્ધપર્યાય તારે આધીન નથી.
[૮૪] “જ્ઞા... ય... ક” શું કરે?
જ્ઞાયક ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકપ્રવાહની ધારાએ ઉપજે છે, જ્ઞાયકપણે ઊપજતો તે કોને લ્યે? કોને છોડે?
કે કોને ફેરવે? જ્ઞાયક તો જ્ઞાયકભાવનો જ કર્તા છે, પરનો અકર્તા છે. જો બીજાનો કર્તા થવા જાય તો અહીં
પોતામાં જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ રહેતી નથી એટલે મિથ્યાદ્રષ્ટિપણું થઈ જાય છે. હજી તો જ્ઞાયક પરનો જાણનાર
પણ વ્યવહારથી છે, નિશ્ચયથી (–તન્મયપણે) પોતે જ્ઞાયકનો જાણનાર છે. જ્ઞાયક સન્મુખ એકાગ્રતામાં પરજ્ઞેયનું
પણ જ્ઞાન થઈ જાય છે, પરંતુ પરનો ઉત્પાદક નથી. આ રીતે જ્ઞાયક આત્મા અકર્તા છે. સર્વજ્ઞ ભગવાન સ્વ–
પરના ‘જ્ઞાયક’ છે, જ્ઞેયોને જેમ છે તેમ પ્રસિદ્ધ કરે છે તેથી ‘જ્ઞાપક’ પણ છે, ને પોતાના ‘કારક’ પણ છે; પરંતુ
પરના કારક નથી. પરના જ્ઞાયક તો છે પણ કારક નથી. એ પ્રમાણે બધાય આત્માનો આવો જ્ઞાયકસ્વભાવ છે ને
પરનું અકર્તાપણું છે. એ વાત અહીં સમજાવી છે.
[૮પ] જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિપૂર્વક ચરણાનુયોગની વિધિ.
શાસ્ત્રોમાં ચરણાનુયોગની વિધિનું અનેક પ્રકારે વર્ણન આવે, પણ તે બધામાં આ જ્ઞાયકસ્વભાવની
મૂળદ્રષ્ટિ રાખીને સમજે તો જ સમજાય તેવું છે. મુનિ–દીક્ષા લેવાના ભાવ થાય ત્યારે માતા–પિતા વગેરે પાસે
જઈને આ રીતે રજા માગવી, તેમને આ રીતે સમજાવવા–એનું વર્ણન પ્રવચનસાર વગેરેમાં ખૂબ કર્યું છે; અને
દીક્ષા લેનારને પણ એવો વિકલ્પ આવે ને માતા પાસે જઈને કહે કે “હે માતાજી! હવે મને દીક્ષાની રજા આપો!
હે આ શરીરની જનેતા! મારો અનાદિનો જનક એવો જે મારો આત્મા, તેની પાસે જવાની મને આજ્ઞા આપો! –
ભગવતી દીક્ષાની મને રજા આપો.” ––છતાં અંતરમાં તે વખતે જ્ઞાન છે કે આ વચનનો કર્તા હું નથી, મારા
કારણથી આ વચનનું પરિણમન થતું નથી.
માતા–પિતા વગેરેની રજા લઈને પછી ગુરુ પાસે આચાર્ય મુનિરાજ પાસે જઈને વિનય પૂર્વક કહે કે “હે
પ્રભો! મને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી અનુગૃહીત કરો... હે નાથ! આ ભવબંધનથી છોડાવીને મને
ભગવતી મુનિદીક્ષા આપો! ” ––ત્યારે શ્રી ગુરુ પણ તેને ‘આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ’ ––એમ
કહીને દીક્ષા આપે. આ પ્રમાણે ચરણાનુયોગની વિધિ છે; છતાં ત્યાં દીક્ષા દેનાર અને લેનાર બંને જાણે છે કે અમે
તો જ્ઞાયક છીએ, આ અચેતન ભાષાના અમે ઉત્પાદક નથી, અને આ વિકલ્પના પણ ઉત્પાદક ખરેખર અમે
નથી, અમે તો અમારા જ્ઞાયકભાવના જ ઉત્પાદક છીએ, જ્ઞાયકભાવમાં જ અમારું તન્મયપણું છે. ––આવા યથાર્થ
ભાન વગર કદી મુનિદશા હોતી નથી.
હું જ્ઞાયક છું–એવું અંતરભાન, અને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત હોવા છતાં, તીર્થંકર ભગવાન વગેરેના
વિરહમાં,