Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૯૩ :
કે પુત્રાદિકના વિયોગમાં સમકીતિને પણ આંખમાંથી આંસુ ચાલ્યા જાય, છતાં તે વખતે તે આંસુના તો ઉત્પાદક
નથી, ને અંદર જરાક શોકના જે પરિણામ થયા તેના પણ ખરેખર તે ઉત્પાદક નથી, તે વખતેય તે પોતાના
જ્ઞાયકભાવપણે જ ઊપજતા થકા જ્ઞાતા જ છે, ––હર્ષ–શોકના કર્તા–ભોક્તા નથી. અંર્તદ્રષ્ટિની આ અપૂર્વ વાત
છે. આ દ્રષ્ટિ પ્રગટ કર્યા વિના કોઈને કદી ધર્મનો અંશ પણ થતો નથી.
[૮૬] સાધકદશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન.
જ્ઞાયકસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને સાધકજીવ વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. ક્રમબદ્ધપર્યાયના યથાર્થ
જ્ઞાનમાં વ્યવહારનું પણ જ્ઞાન આવી જાય છે. વ્યવહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર પંચાધ્યાયીમાં વર્ણવ્યા છે––
(૧) વ્યક્તરાગ, તે અસદ્ભુત ઉપચરિત વ્યવહારનયનો વિષય,
(૨) અવ્યક્તરાગ, તે અસદ્ભુત અનુપચરિત વ્યવહારનયનો વિષય,
(૩) જ્ઞાન પરને જાણે છે, ત્યાં ‘પરનું જ્ઞાન અથવા તો રાગનું જ્ઞાન’ કહેવું તે સદ્ભુત ઉપચરિત
વ્યવહાર નયનો વિષય છે.
(૪) જ્ઞાન તે આત્મા–એવો ગુણ–ગુણી ભેદ તે સદ્ભુત અનુપચરિત વ્યવહારનયનો વિષય છે.
(“નયના આ ચારે પ્રકારોનું સ્વરૂપ, તથા જ્ઞાયકના આશ્રયે––નિશ્ચયના આશ્રયે––તેમનો નિષેધ” ––એ
બાબતમાં પૂ. ગુરુદેવના વિસ્તૃત પ્રવચન માટે જુઓ––આત્મધર્મ અંક ૧૦૦ તથા ૧૦૧)
એકાકાર જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ્યાં, ને રાગાદિથી
ભિન્નતા જાણી, ત્યાં સાધકદશામાં ઉપર મુજબ જે જે વ્યવહાર હોય તેને જ્ઞાની પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવે છે.
જો કે દ્રષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર જ પડી છે, પણ ‘પર્યાયમાં વ્યવહાર છે જ નહિ–રાગ છે જ નહિ’ એમ નથી
માનતા, તેમ જ તે વ્યવહારને પરમાર્થમાં પણ ખતવતા નથી, –એટલે કે તે વ્યવહારના અવલંબનથી લાભ
માનતા નથી, તેને જ્ઞાનના જ્ઞેયપણે જેમ છે તેમ જાણે છે. અહીં જ્ઞાયકસન્મુખ જ્ઞાનના ક્રમમાં રહીને રાગના
ક્રમને પણ જેમ છે તેમ જાણે જ છે, પરંતુ જ્ઞાયકની અધિકતામાં તે રાગનો પણ અકર્તા જ છે; આવા
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ તે ધર્મનો મૂળ પાયો છે.
[ક્રમબદ્ધપર્યાય ઉપરનાં પ્રવચનો અહીં પૂર્ણ થાય છે; આ પ્રવચનો દરમિયાન, આ વિષયને લગતી
કેટલીક ચર્ચાઓ થએલી, તે પણ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવી છે.]
[૮૭] ‘કેવળીના જ્ઞાનમાં બધી નોંધ છે’ પરને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે તે કાંઈ
અભૂતાર્થ નથી.
આ ક્રમબદ્ધપર્યાય તે તો વસ્તુનું જ સ્વરૂપ છે; તેને સિદ્ધ કરવા માટે કેવળજ્ઞાનની દલીલ આપીને એમ
કહેવામાં આવે છે કે સર્વજ્ઞદેવે કેવળ જ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકના સ્વ–પર સમસ્ત પદાર્થોને
પ્રત્યક્ષ જોયા છે અને તે પ્રમાણે જ પરિણમન થાય છે.
ત્યારે આની સામે કેટલાક એમ કહે છે કે– ‘કેવળી ભગવાન પરને તો વ્યવહારથી જાણે છે, ને વ્યવહાર
તો અભૂતાર્થ છે–એમ શાસ્ત્રમાં કહ્યું છે, માટે કેવળી પરને ન જાણે. ’ –આમ કહીને તેઓ આ ક્રમબદ્ધપર્યાયની
વાતનો વિરોધ કરવા માંગે છે. –પણ ખરેખર તો તે કેવળજ્ઞાનની અને શાસ્ત્રના કથનની મશ્કરી કરે છે,
શાસ્ત્રની ઓથ લઈને પોતાનો સ્વછંદ પોષવા માંગે છે. અરે ભાઈ! કેવળીને સ્વ–પરપ્રકાશક પૂરું જ્ઞાનસામર્થ્ય
ખીલી ગયું છે, તે જ્ઞાન કાંઈ અભૂતાર્થ નથી. શું જ્ઞાનનું પરપ્રકાશક સામર્થ્ય છે તે કંઈ અભૂતાર્થ છે? –નહિ. જેમ
સમયસારની સાતમી ગાથામાં દર્શન–જ્ઞાન–ચારિત્રના ગુણભેદને પણ અભૂતાર્થ કહ્યો, ––તો શું આત્મામાં તે
ગુણો છે જ નહિ? –છે તો ખરા. તેમ કેવળીભગવાન પરને જાણે–તેને વ્યવહાર કહ્યો, તો શું પરનું જાણપણું
નથી? પરને પણ જાણે તો છે જ. કેવળી પરને જાણતા જ નથી–એમ નથી. કેવળીને પરનો આશ્રય નથી–પરમાં
તન્મય થઈને નથી જાણતા–પરની સન્મુખ થઈને નથી જાણતા–