Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૯૬ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
[૯૩] તિર્યંચ–સમકીતિને પણ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત.
પ્રશ્ન:– તિર્યંચમાં પણ કોઈ કોઈ જીવો (મેંઢક વગેરે) સમકીતિ હોય છે, તો તે તિર્યંચ સમકીતિને પણ શું
આવી ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોય છે?
ઉત્તર:– હા; ‘ક્ર–મ–બ–દ્ધ’ એવા શબ્દની ભલે તેને ખબર ન હોય, પણ “હું જ્ઞાયક છું, મારો આત્મા બધું
જાણવાના સ્વભાવવાળો છે” ––એવા અંતર્વેદનમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ તેને આવી જાય છે;
ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું જે કાર્ય છે તે કાર્ય તેને થઈ જ રહ્યું છે. તેનું જ્ઞાન જ્ઞાતાભાવે જ પરિણમે છે. પરનો
કર્તા કે રાગનો કર્તા–એવી બુદ્ધિ તેને નથી, જ્ઞાતાબુદ્ધિ જ છે, ને તેમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત સમાઈ જાય છે.
જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને ‘હું જ્ઞાયક ભાવરૂપ જીવતત્ત્વ છું’ એવી પ્રતીત થઈ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયનું
જ્ઞાતાપણું જ છે.
વળી જુઓ, તે દેડકાંને કે ચકલાં વગેરે તિર્યંચને સમ્યગ્દર્શન થતાં, સ્વસન્મુખ થઈને સંવર–નિર્જરા દશા
પ્રગટી છે પણ હજી કેવળજ્ઞાન નથી થયું. પર્યાયમાં હજી અલ્પતા અને રાગ પણ છે, છતાં તે પર્યાયને જાણતાં
તેને એવો વિકલ્પ કે સંદેહ નથી ઊઠતો કે “અત્યારે આવી પર્યાય કેમ? ને કેવળજ્ઞાન પર્યાય કેમ નહીં? ” એવો
જ તે પર્યાયનો ક્રમ છે એમ જાણે છે. કેવળજ્ઞાન નથી તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં તેને શંકા નથી પડતી. એ જ
પ્રમાણે તે પર્યાયમાં રાગ છે તેને પણ જાણે છે. પણ તે રાગને જાણતાં તે તિર્યંચસમકીતિ તેને સ્વભાવપણે નથી
વેદતા, રાગથી ભિન્ન જ્ઞાયકસ્વભાવપણે જ પોતાને અનુભવે છે. રાગ છે તેટલું તેનું વેદન છે, પણ જ્ઞાયકદ્રષ્ટિમાં
તેનું વેદન છે જ નહિ. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાન સમાધાનપણે વર્તે છે, ક્યાંય પરને આઘુંપાછું કરવાની
મિથ્યાબુદ્ધિ થતી નથી, એ જ ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું ફળ છે.
––એ રીતે, જે કોઈ સમકીતિ જીવો છે તે બધાયને પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયમાં, સર્વજ્ઞની તેમજ
ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે;–એથી વિપરીત માનનારને સમ્યગ્દર્શન હોતું નથી.
સમ્યગ્દર્શન કહો, ‘કે...વ...ળ’ જ્ઞાન (એટલે કે રાગથી જુદું જ્ઞાન) કહો, ભેદજ્ઞાન કહો, ક્રમબદ્ધપર્યાયનો
નિર્ણય કહો, જૈનશાસન કહો કે ધર્મની શરૂઆત કહો, ––તે બધુંય આમાં એક સાથે આવી જાય છે.
[૯૪] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું ફળ– ‘અબંધપણું’ “જ્ઞાયકને બંધન નથી.”
જીવ અને અજીવ બંનેની ક્રમબદ્ધપર્યાય પોતપોતાથી સ્વતંત્ર છે; જ્ઞાયકસ્વરૂપ જીવ પોતાના
જ્ઞાયકપણાની ક્રમબદ્ધપર્યાયમાં પરિણમતો તેનો જ્ઞાતા છે, પણ પરનો અકર્તા છે. આ રીતે અકર્તાપણે પરિણમતા
જ્ઞાયકને બંધન થાય જ નહિ.
––આમ હોવા છતાં, અજ્ઞાનીને બંધન કેમ થાય છે? આચાર્યદેવ કહે છે કે એ તેના અજ્ઞાનનો મહિમા
પ્રગટ છે, તેના અજ્ઞાનને લીધે જ તેને બંધન થાય છે. જ્ઞાયક સ્વભાવનો મહિમા જાણે તો તો બંધન ન થાય;
જ્ઞાયકસ્વભાવનો મહિમા ભૂલીને જે પરનો કર્તા થાય છે તેને અજ્ઞાનનો મહિમા પ્રગટ થયો છે અને તેથી જ તેને
બંધન થાય છે.
જ્ઞાયકસ્વભાવે પરિણમતો જીવ, મિથ્યાત્વાદિ કર્મના બંધનમાં નિમિત્ત પણ થતો નથી; નિમિત્તપણે પણ તે
મિથ્યાત્વાદિનો અકર્તા જ છે.
“અજીવની ક્રમબદ્ધપર્યાય પણ સ્વતંત્ર છે, માટે તેનામાં જો મિથ્યાત્વકર્મરૂપે પરિણમવાનું ઉપાદાન હોય
તો અમારે પણ મિથ્યાત્વભાવ કરીને તેને નિમિત્ત થવું પડે! ” ––આવી જેની દ્રષ્ટિ છે તેને અજ્ઞાનનો મહિમા
પ્રગટ છે એટલે કે તે મોટો અજ્ઞાની છે. જ્ઞાયકસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની તેને ખબર નથી. જ્ઞાનીએ તો
જ્ઞાનસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે, એટલે તેની દ્રષ્ટિનું પરિણમન તો સ્વભાવ
તરફ વળી ગયું છે, કર્મને નિમિત્ત થવા ઉપર તેની દ્રષ્ટિ નથી. મિથ્યાત્વાદિ કર્મ તેને બંધાતું જ નથી.
ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનારને પોતામાં મિથ્યાત્વનો ક્રમ ન હોય––એ વાત પહેલાંં કરી અને
નિમિત્ત તરીકે અજીવમાં પણ તેને મિથ્યાત્વનો ક્રમ હોતો નથી.
“જડમાં મિથ્યાત્વનો ક્રમ હોય તો જીવને મિથ્યાત્વ કરવું પડે” ––એ દલીલ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીની
છે; તે અજીવને જ દેખે છે પણ જીવને નથી દેખતો; જીવના