Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૯૭ :
સ્વભાવનો નિર્ણય કરીને જીવ તરફથી ન લેતાં અજીવની દ્રષ્ટિ તરફથી લ્યે છે તે ઊંધી દ્રષ્ટિ છે–તેને અજ્ઞાનની
ગહનતા છે. ક્રમબદ્ધના નિર્ણયનું ફળ તો સ્વ તરફ વળવાનું આવે છે, સ્વભાવ તરફ વળીને જ્ઞાયક થયો તેને
મિથ્યાત્વ હોતું નથી ને મિથ્યાત્વકર્મનું નિમિત્તકર્તાપણું પણ તેને રહેતું નથી; અજીવમાં દર્શનમોહ થવાનો ક્રમ તેને
માટે હોતો જ નથી. આ રીતે કર્મ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ પણ તેને છૂટી ગયો છે.
આત્મા નિશ્ચયથી અજીવનો કર્તા નથી, એટલે કોઈ એમ કહે કે––“પુદ્ગલના મિથ્યાત્વનો નિશ્ચયથી
અકર્તા, પણ તેમાં મિથ્યાત્વકર્મ બંધાય ત્યારે જીવ મિથ્યાત્વ કરીને તેનો નિમિત્તકર્તા થાય એટલે કે વ્યવહારે
તેનો કર્તા છે. ––આ રીતે નિશ્ચયથી અકર્તા ને વ્યવહારથી કર્તા–એમ હોય તો? ”
––તો એ પણ મિથ્યાદ્રષ્ટિની જ વાત છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં કર્મનું નિમિત્તકર્તાપણું આવતું જ નથી.
મિથ્યાત્વાદિ કર્મોનું વ્યવહારકર્તાપણું મિથ્યાદ્રષ્ટિને જ લાગુ પડે છે, જ્ઞાનીને તે કોઈ રીતે લાગુ પડતું નથી. અહીં
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરીને પોતે જ્ઞાયકભાવે (–સમ્યગ્દર્શન આદિ રૂપે) પરિણમ્યો, ત્યાં નક્કી થઈ ગયું કે મારી
પર્યાયમાં મિથ્યાત્વ થવાની લાયકાત નથી, અને મારા નિમિત્તે પુદ્ગલમાં મિથ્યાત્વકર્મ થાય–એમ પણ બને જ
નહિ–એવો પણ નિર્ણય થઈ ગયો. અહો! અંતરમાં જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો,
અંતરમાં વળીને જ્ઞાયક થયો... અકર્તા થયો, તે હવે બંધનનો કર્તા થાય એ કેમ બને? ? ન જ બને. જ્ઞાયકભાવ
બંધનનો કર્તા થાય જ નહિ. તે તો નિજ–રસથી––જ્ઞાયકભાવથી શુદ્ધપણે જ પરિણમે છે, ––બંધનના અકર્તાપણે
જ પરિણમે છે. આ રીતે જ્ઞાયકને બંધન થતું જ નથી. આવું અબંધપણું તે ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું ફળ છે.
અબંધપણું કહો કે મોક્ષમાર્ગ કહો, કે ધર્મ કહો, તેની આ રીત છે.
[૯પ] સ્વછંદી જીવ આ વાતના શ્રવણને પણ પાત્ર નથી.
જીવ જ્ઞાયકસ્વભાવ છે; તે જ્ઞાયકની ક્રમબદ્ધપર્યાયમાં વિકારના કર્તાપણાની વાત ન આવે. કેમકે જ્ઞાતાના
પરિણમનમાં વળી વિકાર ક્યાંથી આવ્યો? ભાઈ! તારા જ્ઞાયકપણાનો નિર્ણય કરીને તું પહેલાંં જ્ઞાતા થા, તો
તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે. જ્ઞાતાના ક્રમમાં રાગ આવતો જ નથી, રાગ જ્ઞેયપણે ભલે હો. ખરેખર તો
રાગને જ્ઞેય કરવાની પણ મુખ્યતા નથી, અંતરમાં જ્ઞાયકસ્વભાવને જ જ્ઞેય કરીને તેમાં અભેદ થાય–તેની જ
મુખ્યતા છે. જ્ઞાયકસ્વભાવને જ્ઞેય બનાવ્યા વગર, રાગનું યથાર્થ જ્ઞાન થાય નહિ.
ક્રમબદ્ધપર્યાયનું નામ લઈને રાગાદિનો ભય ન રાખે, ને સ્વછંદપણે વિષય–કષાયોમાં વર્તે એવા
મિથ્યાદ્રષ્ટિ જીવોની અહીં વાત જ નથી, તે તો આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. ક્રમબદ્ધની ઓથ લઈને
સ્વછંદપણે વર્તે તેને તો, ન રહ્યો પાપનો ભય, કે ન રહ્યો સત્યના શ્રવણનો પણ પ્રેમ; એટલે સત્યના શ્રવણની
પણ તેને તો લાયકાત ન રહી. જ્યાં સત્યના શ્રવણની પણ લાયકાત ન હોય ત્યાં જ્ઞાનના પરિણમનની તો
લાયકાત ક્યાંથી હોય? જે સ્વછંદ છોડાવીને મોક્ષમાર્ગમાં લઈ જનારી વાત છે તેની જ ઓથે જે ધીઠાઈથી
સ્વછંદને પોષે છે તેને આત્માની દરકાર નથી, ભવભ્રમણનો ભય નથી.
[૯૬] સમ્યગ્દર્શન ક્યારે થાય? ––કે પુરુષાર્થ કરે ત્યારે!
કેટલાક અજ્ઞાનીઓ આ વાત સમજ્યા વગર એમ કહે છે કે અમારે તો ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનાદિ
નિર્મળ પર્યાય થવાની હશે ત્યારે થઈ જશે. ––પણ તેની વાત ઊંધી છે, તે એકલા પરની સામે જોઈને
ક્રમબદ્ધપર્યાયની વાત કરે છે, તે યથાર્થ નથી. ભાઈ રે! તું તારા જ્ઞાયકસ્વભાવ તરફનો પુરુષાર્થ કરીશ ત્યારે જ
તારી નિર્મળ પર્યાય થશે. ક્રમબદ્ધપર્યાયની સમજણનું ફળ તો જ્ઞાયકસ્વભાવ તરફ વળવું તે છે. જ્ઞાયકસ્વભાવ
તરફ વળ્‌યો છે તેને તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમ થઈ જ ગયો છે અને જ્ઞાયકસ્વભાવ તરફ જેનું વલણ
નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને જાણતો જ નથી. અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવ ઉપર જોર દેતાં, ભગવાને
ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાની જોઈ છે તે જ પર્યાય આવીને ઊભી રહે છે. કોઈપણ જીવને
જ્ઞાયકસ્વભાવ તરફના પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થાય–એમ તો ભગવાને જોયું નથી.
‘બધી પર્યાયો ક્રમબદ્ધ છે માટે જેવો ક્રમ હશે તેવી પર્યાય થયા કરશે, હવે આપણે કાંઈ પુરુષાર્થ ન કરવો’–