Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૯૯ :
કેવળજ્ઞાનની શ્રદ્ધા તો થઈ ગઈ અર્થાત્ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે–“જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ
જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે––એમ સ્પષ્ટ જાણ્યું છે,
–એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે,
–વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે,
–ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે;
–મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે,
–તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો
તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો! ”
જુઓ, આટલા ટુકડામાં કેટલી ગંભીરતા છે!!
• સૌથી પહેલાંં એમ કહ્યું કે “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી” ––એ
કથનમાં એ વાત પણ ગર્ભિત રાખી છે કે વર્તમાન પ્રગટ નથી પણ શક્તિપણે છે, અને વર્તમાન પ્રગટ નથી પણ
ભવિષ્યમાં અલ્પકાળમાં કેવળજ્ઞન પ્રગટ થવાનું છે.
• પછી કહ્યું કે: “જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે.” કેવળજ્ઞાન
પ્રગટ ન હોવા છતાં કેવળજ્ઞાન પ્રગટવાનું સામર્થ્ય મારામાં છે––એમ જાણ્યું છે, ––સ્પષ્ટ જાણ્યું છે એટલે કે સ્વ
સન્મુખ થઈને નિઃશંક જાણ્યું છે. કોણે જાણ્યું? ––કે વર્તમાનપર્યાયે તે જાણ્યું. સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં છે એમ
પહેલાંં નહોતું જાણ્યું, ને હવે સ્વસન્મુખ થઈને એટલે પર્યાયમાં નિર્મળતાનો ક્રમ શરૂ થઈ ગયો.
મારી શક્તિમાં કેવળજ્ઞાન છે––એમ ‘સ્પષ્ટ’ જાણ્યું છે એટલે કે રાગના અવલંબન વગર જાણ્યું છે, ––
સ્વભાવના અવલંબનથી જાણ્યું છે, સ્વસંવેદનથી જાણ્યું છે.
• જાણવામાં નિમિત્ત કોણ? તો કહે છે કે “જેનાં વચનના વિચારયોગે... જાણ્યું છે” જેનાં વચન એટલે
કેવળી ભગવાન, ગણધરદેવ, કુંદકુંદઆચાર્ય આદિ સંતોમુનિઓ, તેમ જ સમકીતિ–એ બધાનાં વચનો તેમાં આવી
જાય છે. અજ્ઞાનીની વાણી તેમાં નિમિત્ત ન હોય, સમકીતિથી માંડીને કેવળીભગવાન સુધીના બધાયની વાણી
અવિરુદ્ધ છે; જેવી કેવળીભગવાનની વાણી છે તેવી જ સમકીતિની વાણી છે, ભલે કેવળીભગવાનની વાણીમાં
ઘણું આવે ને સમકીતિની વાણીમાં થોડું આવે, પણ બંનેનો અભિપ્રાય તો એક જ છે.
અને, “જેનાં વચનના વિચારયોગે... જાણ્યું” ––એમાં ‘વિચારયોગ’ તે પોતાના ઉપાદાનની તૈયારી
બતાવે છે. જ્ઞાનીનાં વચન તે નિમિત્ત, અને તે વચનને ઝીલીને સમજવાની યોગ્યતા પોતાની, ––એ રીતે
ઉપાદાન–નિમિત્ત બંનેની વાત આવી ગઈ છે.
વર્તમાનપર્યાયમાં કેવળજ્ઞાન ન હોવા છતાં, તારા સ્વભાવમાં કેવળજ્ઞાનનું સામર્થ્ય છે––એમ જ્ઞાનીનાં
વચન બતાવે છે; એટલે તારામાં જે શક્તિ પડી છે તેના અવલંબને તારું કેવળજ્ઞાન પ્રગટશે, બીજા કોઈના
(નિમિત્તના કે વ્યવહારના) અવલંબને કેવળજ્ઞાન નહિ થાય, –આમ જ્ઞાની બતાવે છે, એનાથી વિરુદ્ધ જે કહેતા
હોય તે વચન જ્ઞાનીનાં નથી.
• ‘જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે
શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે’ ––એમ જાણતાં શું થયું? તે હવે કહે છે:–
‘––એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે...’
કેવળજ્ઞાન પ્રગટ ન હોવા છતાં તેની શ્રદ્ધા તો પ્રગટી છે, એટલે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. જુઓ,
અજ્ઞાનીઓ તો કહે છે કે “ભવ્ય–અભવ્યનો નિર્ણય આપણાથી ન થઈ શકે, તે કેવળી જાણે,” ત્યારે અહીં તો કહે
છે કે કેવળજ્ઞાનનો નિર્ણય થઈ ગયો છે, શ્રદ્ધામાં કેવળજ્ઞાન થઈ ગયું છે. જેમાંથી કેવળજ્ઞાન પ્રગટવાનું છે એવો
અખંડ જ્ઞાયકસ્વભાવ જ્યાં પ્રતીતમાં આવી ગયો ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.
• ‘શ્રદ્ધા’ ની વાત કરી, હવે જ્ઞાન, –ચરિત્રની વાત કરે છે.
“––વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે,” “ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે...”
વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે એટલે કેવળજ્ઞાન કેવું હોય તે જ્ઞાનમાં આવી ગયું છે–સર્વજ્ઞતાનો નિર્ણય
થઈ ગયો છે તથા ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે એટલે કે ભાવના