: ૧૦૦ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
કેવળજ્ઞાનની જ વર્તે છે, રાગની કે વ્યવહારની ભાવના નથી, પણ કેવળજ્ઞાનની જ ભાવના છે.
• આટલી વાત તો કેવળજ્ઞાનપર્યાયની કરી, પણ કેવળજ્ઞાન પ્રગટશે ક્યાંથી? ––તે વાત ભેગી જણાવે
છે––
“મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે...”
નિશ્ચયનય એટલે મુખ્યનય; અધ્યાત્મમાં મુખ્યનય તો નિશ્ચયનય જ છે. તે નિશ્ચયનયથી વર્તમાનમાં જ
શક્તિપણે કેવળજ્ઞાન વર્તે છે.
શક્તિપણે કેવળજ્ઞાન તો બધા જીવોને છે, પણ એમ કહે છે કોણ? ––કે જેણે તે શક્તિની પ્રતીત થઈ છે
તે. એટલે શ્રદ્ધા તો પ્રગટી છે.
આ રીતે આમાં જૈનશાસન ગોઠવી દીધું છે. શક્તિ શું, વ્યક્તિ શું, શક્તિની પ્રતીત શું, કેવળજ્ઞાન શું એ
બધું આમાં આવી જાય છે.
• અહો, સમ્યગ્દર્શન થતાં સમકીતિ કહે છે કે ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું’ અહીં જ્ઞાયકસન્મુખ થઈને
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તેમાં પણ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું... પ્રતીત તો વર્તમાનમાં પ્રગટી છે. જેમ
કેવળીભગવાન જ્ઞાયકપણાનું જ કામ કરે છે તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક છે, મારું જ્ઞાન પણ જ્ઞાયકસન્મુખ
રહીને જ્ઞાતાપણાનું જ કામ કરે છે–આમ સમકીતિને પ્રતીત થઈ છે, –આ રીતે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.
• સર્વજ્ઞસ્વભાવના અવલંબને આવી શ્રદ્ધા થતાં, જીવ કેવળજ્ઞાન પામવાને યોગ્ય થયો. તેના
ઉલ્લાસમાં ભક્તિપૂર્વક નમસ્કાર કરતાં કહે છે કે–અહો! સર્વ–અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર એવું કેવળજ્ઞાન,
તે જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો...
નમસ્કાર હો...!
[૧૦૧] “કેવળજ્ઞાનના કક્કા” નાં તેર પ્રવચનો... અને કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક તેનું
અંતમંગળ.
આ ક્રમબદ્ધપર્યાય ઉપર પહેલી વખતના ‘આઠ’ , ને બીજી વખતના ‘પાંચ’ , એમ કુલ ‘તેર’ પ્રવચનો
થયા; તેરમું ગુણસ્થાન કેવળજ્ઞાનનું છે, ને જ્ઞાયકસન્મુખ થઈને આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો તે
‘કેવળજ્ઞાનનો કક્કો’ છે, તેનું ફળ કેવળજ્ઞાન છે. આનો નિર્ણય કરે તેને ક્રમબદ્ધપર્યાયમાં અલ્પકાળમાં કેવળજ્ઞાન
થયા વગર રહે નહીં આ ક્રમબદ્ધનો નિર્ણય કરનાર ‘કેવળીભગવાનનો પુત્ર’ થયો, પ્રતીતપણે કેવળજ્ઞાન
પ્રગટ્યું, તેને હવે વિશેષ ભવ હોય નહિ. જ્ઞાયકસ્વભાવે સન્મુખ થઈને આ નિર્ણય કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન
પ્રગટે છે, ને પછી નિર્મળ–નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતાં અનુક્રમે ચારિત્રદશા અને કેવળજ્ઞાન થાય છે.
આ રીતે કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક આ વિષય પૂરો થાય છે.