Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૧૦૧ :
‘કેવળજ્ઞાન’ સાથે ક્રમબદ્ધપર્યાયની સંધિ કરાવનારા
આ તેરે પ્રવચનો જયવંત વર્તો.
જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાયનું અલૌકિ રહસ્ય
સમજાવીને, કેવળજ્ઞાન – માર્ગના પ્રકાશનાર
શ્રી કહાન ગુરુદેવની જય હો.
‘જ્ઞાયક સન્મુખની ક્રમબદ્ધપર્યાય’ ઉપર,
પરમ કૃપાળુ પૂ. ગુરુદેવનાં જે આ અતિશય
મહત્ત્વનાં તેર પ્રવચનો છે, તે પ્રવચનોનાં
લખાણમાં પૂ. ગુરુદેવનો આશય બરાબર જળવાઈ
રહે તે માટે મને પૂ. બેનશ્રીબેનજી તરફથી જે
ખાસ સહાય મળી છે તેનો ઉલ્લેખપૂર્વક અહીં
ભક્તિપૂર્વક તેઓશ્રીનો ઉપકાર માનું છું.
હરિલાલ જૈન