Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
માહ: ૨૪૮૧ : ૧૧૯ :
[કદાચિત્ શુભોપયોગ થાય છે, તેને ઉપાદેય માનતા નથી.]
કદાચિત્ મંદરાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે; સંજ્વલન કષાયની કર્મપ્રકૃતિના તીવ્ર ઉદયથી
શુભોપયોગ થાય છે––એમ ન કહ્યું. સંજ્વલનના તીવ્ર ઉદયથી છઠું ગુણસ્થાન થાય છે એમ ગોમ્મટસારજીમાં કહ્યું
છે તે નિમિત્તથી કહ્યું છે, ખરેખર જીવને પોતાને તેવા રાગનો ઉદય થતાં છઠું ગુણસ્થાન થાય છે. મુનિઓને
વારંવાર નિર્વિકલ્પદશા આવ્યા જ કરે છે એટલે શુદ્ધોપયોગનો પ્રયત્ન વર્ત્યા જ કરે છે. પંચમહાવ્રત વગેરેનો
વિકલ્પ સદા ય રહ્યા જ કરે–એમ નથી હોતું. માટે કહ્યું કે કદાચિત્ મંદરાગના ઉદયથી શુભોપયોગ ‘પણ’ થાય
છે; ‘પણ’ કહીને શુભોપયોગની ગૌણતા બતાવી છે, મુખ્ય ઉદ્યમ તો શુદ્ધોપયોગનો જ છે. શુભોપયોગ વખતે
મુની શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનોમાં,–સ્વાધ્યાય, મહાવ્રત વગેરેમાં અનુરાગ કરે છે. પરંતુ તે રાગભાવને પણ
હેય જાણીને દૂર કરવા ઈચ્છે છે. જુઓ અહીં શુભોપયોગને શુદ્ધોપયોગનું બાહ્ય સાધન તો કહ્યું પણ તેને હેય
કહ્યો છે, એટલે કે શુભને હેય કરીને અંતર સ્વભાવના અવલંબને શુદ્ધોપયોગ પ્રગટ કરે તો તે શુભને બાહ્ય
સાધન કહેવાય. શુદ્ધોપયોગનું ખરું સાધન તો અંર્તસ્વભાવનું અવલંબન જ છે. અહીં એમ જાણવું કે મુનિને
છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગ હોય છે, પણ તેના આધારે મુનિપણું ટક્યું નથી, મુનીપણું તો તે વખતે પણ
અંર્તસ્વભાવના અવલંબને થયેલી વીતરાગી સ્થિરતાથી જ ટક્યું છે. મુનિપણું તે સંવર–નિર્જરારૂપ છે, ને
શુભોપયોગ તો આસ્રવ છે. મુનિ તે શુભ રાગને હેય જાણે છે. જે શુભરાગને ઉપાદેય માને તેને સાચું મુનિપણું
હોતું નથી.
[અશુભપરિણતિ તો થતી જ નથી.]
જીવની પરિણતિના ત્રણ પ્રકાર છે: શુદ્ધપરિણતિ. શુભપરિણતિ, ને અશુભપરિણતિ. તેમાં મુનિને
મુખ્યપણે શુદ્ધપરિણતિ તથા ગૌણપણે શુભપરિણતિ હોય છે તેની વાત ઉપર કરી. હવે અશુભપરિણતિ તો
મુનિને હોતી જ નથી–એમ કહે છે. મુનિઓને તીવ્ર કષાયના ઉદયનો તો અભાવ છે તેથી હિંસા વગેરે
અશુભોપયોગની પરિણતિનું તો તેમને અસ્તિત્વ જ રહ્યું નથી. જો કે સૂક્ષ્મ કરણાનુયોગની અપેક્ષાએ તો
શાસ્ત્રમાં છઠ્ઠા ગુણસ્થાને પણ આર્ત્તધ્યાનના અશુભપરિણામ હોવાનું કહ્યું છે, કોઈ મુનિને ક્યારેક તેવા
અશુભપરિણામ થઈ જાય છે, પણ અહીં સામાન્યપણે વાત કરી છે, સામાન્યપણે તો મુનિઓને અશુભ પરિણતિ
હોતી જ નથી. મુખ્યપણે મિથ્યાદ્રષ્ટિને જ અશુભપરિણતિ ગણવામાં આવી છે. સમકિતી ગૃહસ્થને
શુભપરિણતિની પ્રધાનતા હોય છે ને શુદ્ધપરિણતિ ગૌણપણે હોય છે. મુનિઓને શુદ્ધપરિણતિ મુખ્ય હોય છે ને
શુભપરિણતિ ગૌણપણે હોય છે, અશુદ્ધપરિણતિ તો તેમને ગણી જ નથી.
[અંતરંગદશાપૂર્વકની બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રા]
એ પ્રમાણે મુનિની અંતરંગદશાનું સ્વરૂપ કહ્યું, તેવી અંતરંગદશાપૂર્વક બહારમાં કેવી દશા હોય છે તે હવે
ઓળખાવે છે. ઉપર કહી તેવી અંતરંગદશા થતાં મુનિ બાહ્યમાં દિગંબર સૌમ્ય મુદ્રાધારી થાય છે. મુનિની
બાહ્યમુદ્રા પણ ઉપશાંત...ઠરી ગયેલી...સૌમ્ય હોય છે. શરીરનાં બધાં અંગો વિકાર રહિત ઉપશાંત થઈ ગયાં છે.
મુનિને શરીર ઉપર વસ્ત્રાદિ હોતાં નથી તેમ જ શરીર સંસ્કાર વગેરે વિક્રિયા તેમને હોતી નથી. જુઓ,
અંતરંગદશા સહિતની આ વાત છે.
અંતરમાં ત્રણ કષાયનો નાશ થઈને શુદ્ધોપયોગરૂપ વીતરાગી મુનિદશા પ્રગટે ત્યાં બહારમાં શરીરની
દિગંબર સૌમ્યદશા ન થાય એમ બને નહિ.
પણ અંતરંગમાં શુદ્ધોપયોગરૂપ મુનિદશા પ્રગટ્યા વગર, એકલું બહારનું દિગંબરપણું હોય તેને કાંઈ
મુનિદશા કહેવાય નહિ. માટે અંતરંગ અને બાહ્યદશાનો મેળ જેમ છે તેમ ઓળખવો જોઈએ.
[િથ્દ્રિષ્ટ દ્રવ્િ ત્ત્ .]
જૈનમુનિઓને તો અંતરની શુદ્ધોપયોગદશાપૂર્વક બહારમાં દિગંબર દ્રવ્યલિંગ હોય છે. અંતરંગદશાને
જાણ્યા વગર એકલા બહારના દ્રવ્યલિંગથી જ જે પોતાને મુનિપણું માને તે તો સંસારતત્ત્વ જ છે. સંસાર શું છે?
કે જીવનો ઉદયભાવ તે જ સંસારતત્ત્વ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગી થાય તો પણ તેણે સંસાર જરા પણ છોડ્યો
નથી, કેમકે તે ઉદયભાવમાં જ ઊભો છે તેથી તે સંસારમાં