પણ દુર્લભ છે, પૂર્વે જ્યારે અનંતવાર શ્રવણમાં આવી ત્યારે જીવે યથાર્થપણે લક્ષગત કરી નથી. અંતરમાં પાત્ર
થઈને એક વાર પણ જો આ વાત લક્ષગત કરે તો અપૂર્વ કલ્યાણ થયા વિના રહે નહિ. એકલા શાસ્ત્રના
ભણતરથી આ વાત સમજાય તેવી નથી, સત્સમાગમે શ્રવણ–મનન કરીને અંતરમાં ઘણો પરિચય કરે તો આ
વાત લક્ષગત થાય તેવી છે. પૂર્વે ધર્મના નામે પણ જીવ રાગની–વિકલ્પની રુચિમાં જ અટકી ગયો છે, અંતરમાં
રાગથી પાર––વિકલ્પથી પાર ચૈતન્યસ્વભાવને કદી લક્ષમાં લીધો નથી. અરે! અનંતકાળે આ મનુષ્ય અવતાર
પામ્યો તેમાં આ વાત ખ્યાલમાં લઈને જો અપૂર્વ દ્રષ્ટિ પ્રગટ ન કરે તો ઢોરના અવતારમાં ને મનુષ્યના
અવતારમાં કાંઈ ફેર નથી.
ચૈતન્યસ્વભાવમાં જ ઉપાદેય બુદ્ધિ વર્તે છે. ‘હું એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા છું, રાગનો એક અંશ પણ મારા
સ્વરૂપમાં નથી’ એમ પોતાના જ્ઞાયકસ્વભાવનો જ્યાં વિશ્વાસ આવ્યો ત્યાં ધર્મીને પુણ્ય–પાપમાં હિતબુદ્ધિ રહેતી
નથી; ધર્મી જીવ રાગાદિને પોતાના ઉપયોગમાં એકપણે કરતો નથી, તેથી ધર્મીને ઉપયોગમાં ક્રોધાદિ નથી. રાગ
વર્તતો હોવા છતાં તે રાગમાં એકતાબુદ્ધિ નથી, જ્ઞાનસ્વભાવમાં જ એકતા છે, ઉપયોગસ્વભાવની પ્રીતિ આડે
ધર્મી રાગને પોતાપણે દેખતો જ નથી. જુઓ, આ ધર્મીનું ભેદજ્ઞાન! આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે ધર્મી થવાનો
ઉપાય છે.
નથી. કર્મ તે પૂર્વે બંધાયેલું પ્રારબ્ધ છે અને તેના નિમિત્તે બાહ્ય સંયોગ મળ્યો તે નોકર્મ છે; એ કર્મ તેમજ નોકર્મ
બંને, ઉપયોગથી ભિન્ન છે. જુઓ, અહીં ‘ઉપયોગમાં કર્મ–નોકર્મ નથી’ એમ કહ્યું એટલે કર્મ–નોકર્મનું જુદું
અસ્તિત્વ તો છે–એમ સાબિત થઈ ગયું. કોઈ એમ કહે કે ‘અમને તો પ્રત્યક્ષ દેખાય છે કે પાપનો ભાવ કર્યો ને
પૈસા મળે છે, માટે અમે પૂર્વજન્મને કે પ્રારબ્ધને માનતા નથી,’–તો તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક છે. અરે ભાઈ!
વર્તમાન પાપથી પૈસા નથી મળ્યા પણ તારા પૂર્વના પ્રારબ્ધથી જ મળ્યા છે. મોટો નાસ્તિક હોય તો પણ પુર્વનું
પ્રરબ્ધ કબૂલવું પડે એવું એક દ્રષ્ટાંત લઈએ: કોઈ એક શેઠ છે, તદ્ન નાસ્તિક છે, પૂર્વના પુણ્ય–પાપને માનતો
નથી; હવે તેને ૬૦ વર્ષની ઉંમરે એકનો એક દીકરો થયો; તે પુત્રનું શરીર ઘણું સુંદર અને કોમળ છે ને શેઠને તે
બહુ વહાલો છે. હવે શેઠને ત્યાં પુત્ર થવાની રાજાને ખબર પડી અને રાજાએ પણ ખુશી થઈને તે પુત્રનું મોઢું
જોવા માટે રાજદરબારમાં તેડાવ્યો. નાસ્તિક શેઠ પોતાના પુત્રને લઈને રાજાસભામાં આવ્યો ને રાજાએ પુત્રને
જોયો. પુત્રનું સુંદર અને કોમળ શરીર જોતાં જ તે રાજાની બુદ્ધિ ફરી અને તેને એવું મન થયું કે હું આનું શરીર
કાપીને તેનું ભક્ષણ કરું. રાજાએ પોતાનો વિચાર શેઠને જણાવ્યો. તે સાંભળતાં જ શેઠ કંપી ઊઠ્યો અને કહ્યું:
‘અરે મહારાજ! એમ ન કરાય, એ સારું કામ નથી!’ રાજાએ કહ્યું: ‘પણ શેઠ! આ પ્રત્યક્ષ દેખાય છે કે મને
ક્ષુધા લાગી છે ને આનું શરીર કાપીને ખાઈશ ત્યાં મારી ક્ષુધા મટી જશે, ને મારું ક્ષુધાનું દુઃખ ટળશે, –તો તેને
સારું કામ કેમ ન કહેવાય?’ નાસ્તિક શેઠ પણ એ વખતે કહેશે કે ના, ના, રાજન્! એમ ન હોય. પ્રત્યક્ષ દેખાય
છે–એમ તમે કહો છો પણ એ પ્રત્યક્ષ જોવામાં કાંઈક ભૂલ છે. ભૂખનુ દુઃખ મટવાનું કારણ આ હિંસા ન હોય, તેનું
કારણ કાંઈક બીજું જ છે.
ક્ષુધા મટી તે તો પૂર્વના તેવા પ્રારબ્ધના ઉદયને લીધે તેવી સાતા દેખાય છે. વર્તમાન હિંસાના પાપભાવથી તો
નવું અશુભ–પ્રારબ્ધ બાંધે છે ને તેના ફળમાં નરકના મહા ભયંકર દુઃખોને તે જીવ ભોગવશે. પાપથી દુઃખ મટે–
એમ બને જ નહિ. બહારના સંયોગો પૂર્વના પ્રારબ્ધ અનુસાર આવે છે. આ રીતે પૂર્વ પ્રારબ્ધ–કર્મ છે એમ તેનું