Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૧૬ : આત્મધર્મ: ૧૩૬
સિદ્ધભગવાન જેવું, પરથી ને વિભાવથી ભિન્ન છે–એવી ઓળખાણ વડે પોતાને સિદ્ધસમાન થવાનું સાધન થાય
છે. આ રીતે, સાધવા યોગ્ય એવું જે પોતાનું શુદ્ધસ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધભગવાન પ્રતિબિંબ સમાન છે.
જેમ સ્વચ્છ દર્પણમાં જોતાં પોતાનું મુખ દેખાય છે, તેમ સિદ્ધભગવાનને જોતાં પોતાના આત્માનું વાસ્તવિક
સ્વરૂપ જણાય છે. સ્વચ્છ દર્પણમાં પ્રતિબિંબ જોતાં ખ્યાલ આવે છે કે મારું રૂપ આવું છે, તેમ સિદ્ધભગવાન આ
આત્માનું શુદ્ધસ્વરૂપ જોવા માટે સિદ્ધભગવાન સ્વચ્છ દર્પણ સમાન છે, તેમને ઓળખતાં પોતાનું સ્વરૂપ
ઓળખાય છે.
સિદ્ધભગવાનને જેવાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદ વગેરે પ્રગટી ગયાં છે તેવાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદ વગેરે
પ્રગટવાનું સામર્થ્ય મારા સ્વભાવમાં પણ છે,
સિદ્ધભગવાનને સર્વે વિભાવોનો નાશ થઈ ગયો છે, તો મારા આત્મામાંથી પણ સર્વે વિભાવ નાશ થવા
યોગ્ય છે, વિભાવ મારો સ્વભાવ નથી,
સિદ્ધભગવાનને સર્વે પરદ્રવ્યોનો સંબંધ છૂટી ગયો છે, તેમ મારો આત્મા પણ સર્વે પરદ્રવ્યોથી અત્યંત
જુદો છે,
––એ પ્રમાણે સિદ્ધભગવાનને ઓળખતાં પોતાના પરિપૂર્ણ સ્વભાવસામર્થ્યનું ભાન થાય છે અને
વિભાવથી તેમ જ પરદ્રવ્યોથી ભિન્નતા જણાય છે.
[સિદ્ધસમાન સદા પદ મેરો]
सिद्धसमान सदा पद मेरो’–એટલે સિદ્ધભગવાનના આત્મામાં જે જ્ઞાનાદિ પ્રગટ્યાં છે તે બધું મારા
સ્વભાવમાં છે, ને સિદ્ધભગવાનના આત્મામાંથી જે કંઈ (રાગાદિ) નીકળી ગયું તે બધું ય મારા સ્વભાવથી
ભિન્ન છે.–આ પ્રમાણે સિદ્ધભગવાનને ધ્યેય બનાવીને, પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે લક્ષમાં લઈને
ધ્યાવતાં ભવ્ય જીવો સમ્યગ્દર્શનાદિ પામી જાય છે.
સિદ્ધભગવાનને પોતાના આત્માની શક્તિમાંથી કેવળજ્ઞાનાદિ પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટી ગયું છે, છતાં
શક્તિમાં પણ પરિપૂર્ણ જ છે; આ આત્માને તેવું પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટ્યું નથી પણ શક્તિમાં તો તેને પણ
પરિપૂર્ણ સામર્થ્ય છે, એટલે શક્તિપણે સિદ્ધભગવાન અને આ આત્મા સરખા છે. સિદ્ધભગવાનને તે પરિપૂર્ણ
શક્તિ વ્યક્ત થઈ ગઈ છે, ધર્મીને તે પરિપૂર્ણ શક્તિની પ્રતીત પ્રગટી છે ને તે પ્રતીતના જોરે તેને પણ
અલ્પકાળમાં પોતાની પરિપૂર્ણ શક્તિ ખીલી જશે.
એ પ્રમાણે સિદ્ધભગવાન જેવા પોતાના આત્માના લક્ષપૂર્વક જે નમસ્કાર કરે તેણે જ સિદ્ધભગવાનને
સાચા નમસ્કાર કર્યા છે.
[કૃતકૃત્યપણું]
વળી સિદ્ધભગવાન કેવા છે?–કે કૃતકૃત્ય થઈ ગયા છે, તેથી હવે અનંતકાળ એ જ પ્રમાણે રહે છે. જે
કરવા યોગ્ય કાર્ય હતું તે કરીને ભગવાન પૂર્ણ જ્ઞાનાનંદમય કૃતકૃત્યદશા પામી ગયા છે, હવે કંઈ નવું કાર્ય
કરવાની આકુળતા ભગવાનને નથી રહી. ભક્તજનોના અનુગ્રહ માટે કે દુષ્ટજનોના નિગ્રહ માટે ભગવાન કાંઈ
ફરીને અવતાર ધારણ કરતા નથી, તે તો સદા મુક્ત જ રહે છે. ભગવાનની ભક્તિ કરનારને શુભફળ ને નિંદા
કરનારને અશુભફળ કાંઈ ભગવાન નથી આપતા, પણ તે તે જીવ પોતપોતાના પરિણામથી જ સ્વયં તેવું ફળ
પામે છે; ભગવાનને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી, ભગવાન તો વીતરાગી કૃતકૃત્ય થઈ ગયા છે; હવે તેમને કાંઈ
નવું સાધવાનું બાકી રહ્યું નથી, તેથી પૂર્ણ જ્ઞાનઆનંદના અનુભવમય કૃતકૃત્યદશામાં ભગવાન સાદિઅનંતકાળ
બિરાજમાન રહે છે, ત્યાં પરિણમન છે પણ એવી ને એવી પર્યાયો પલટાયા કરે છે. પર્યાય ભલે ‘એવી ને એવી’
હોય, પણ ‘તે ને તે જ’ ન હોય. સમયે સમયે નવી નવી પર્યાય થયા કરે છે.
[સિદ્ધભગવાને દેખવાની રીત]
પ્રશ્ન:– આવા સિદ્ધભગવાન અમને દેખાતા નથી, તો કઈ રીતે માનીએ?
ઉત્તર:– ભાઈ! આત્માના શુદ્ધસ્વરૂપનો મતિ–શ્રુત–જ્ઞાન વડે જેણે નિર્ણય કર્યો તેને સિદ્ધભગવાન પણ
પ્રતીતમાં આવી જ ગયા; આંખ વગેરે ઈન્દ્રિયોથી સિદ્ધભગવાન ન દેખાય, પણ જ્ઞાનમાં તેનો નિર્ણય થઈ શકે છે.