: ચૈત્ર : ૨૪૮૧ આત્મધર્મ : ૧૫૯ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
[૧૮]
[શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન કર્યું
છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.]
• જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે ‘પ્રભો આત્મા કોણ છે ને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?
• શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે કે: આત્મા અનંતધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયાત્મક શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે. આવા આત્મદ્રવ્યનું
આ વર્ણન ચાલે છે.
[અંક ૧૩૨ થી ચાલુ]
(૩૧) અકાળનયે આત્માનું વર્ણન
“આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે,–કૃત્રિમ ગરમીથી પકવવામાં
આવતા આમ્રફળની માફક.”
જેને સ્વભાવદ્રષ્ટિ છે તે જીવ અલ્પકાળમાં મુક્તિ પામે છે. કોઈ જીવ ઉગ્ર પ્રયત્ન વડે સ્વભાવમાં એકાગ્ર
થઈને અલ્પકાળમાં મુક્તિ પામે ત્યાં એમ કહેવાય છે કે આ જીવ ઉગ્ર પુરુષાર્થથી ઝટ મુક્તિ પામ્યો, આ જીવે
अचिरेण એટલે કે શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરી. વળી ગુરુ પણ શિષ્યને એમ આશીર્વાદ આપે કે સ્વભાવના બવલંબને
તું अचिरं એટલે કે શીઘ્ર મોક્ષપદને પામીશ. અકાળનયથી આમ કહેવામાં આવે છે, પણ તેનો અર્થ એમ નથી કે
મોક્ષનો જે સમય છે તે ફરી જાય છે. જેમ કેરીને ઘાસમાં રાખીને પકાવે, ત્યાં પણ તે કેરી તો તેના પાકવાના
કાળે જ પાકી છે, પણ ઘાસમાં રાખી હતી તેથી એમ કહેવાય છે કે આ કેરીને ઘાસમાં રાખીને ઝટ પકાવી દીધી.
તેમ અલ્પ સમયમાં ઉગ્ર પુરુષાર્થ કરીને જીવ મુક્તિ પામે ત્યાં એમ કહેવાય છે કે આ જીવ પુરુષાર્થથી શીઘ્ર મુક્તિ
પામ્યો, તે અકાળનયનું કથન છે અને તેવો એક ધર્મ આત્મામાં છે. મુક્તિ તો તેનો જે સમય હતો તે સમયે જ
થઈ છે, તેનો સમય કાંઈ ફર્યો નથી.
આ જીવ આસન્ન ભવ્ય છે, આ જીવ પુરુષાર્થ વડે શીઘ્ર વહેલો મુક્તિ પામશે–એમ કહેવાય છે, તેનું વાચ્ય
પણ વસ્તુમાં છે. શિષ્ય પણ ગુરુ પ્રત્યે વિનયથી કહે કે હે નાથ! હે સ્વામી! આપે અમને આ સંસારથી તાર્યા....
આપ ન મળ્યા હોત તો અમે અનંત સંસારમાં રખડી મરત, આપના ચરણકમળના પ્રસાદથી ઝટ અમારા
સંસારનો અંત આવી ગયો, ને અમે હવે અલ્પકાળમાં મોક્ષ પામશું. આપના ઉપકારથી અમારો અનંત સંસાર