: ૧૬૦ : આત્મધર્મ ૨૪૮૧: ચૈત્ર :
છેદાઈ ગયો ને મોક્ષ નજીક આવ્યો.–આ પ્રમાણે અકાળનયથી કહેવાય છે, મોક્ષ થવાનો કાળ તો જે છે તે જ છે,
તે કાળ કાંઈ આઘોપાછો થઈ ગયો નથી.
આત્મા કેવો છે એમ શિષ્યે પૂછયું હતું, તેને આત્માના ધર્મો વડે આત્મા ઓળખાવે છે. અહીં આચાર્યદેવે
૪૭ નયોથી ૪૭ ધર્મોનું કથન કરીને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં કાળનયથી એમ કહ્યું કે જે સમયે તેની
મુક્તિનો સ્વકાળ છે ત્યારે જ તે મુક્તિ પામે છે. જેમ કેરી તેની ઋતુથી પાકે છે તેમ આત્માના સ્વભાવમાં
મુક્તિનો જે સમય છે તે સમયે તે મુક્તિપણે પરિણમી જાય છે. સ્વભાવની દ્રષ્ટિ કરીને ઠરે ત્યાં આત્માની મુક્તિ
થઈ એમ કાળનયથી કહેવામાં આવે છે. પરંતુ તે મુક્તિ થાય છે, ત્યાં આત્માના સ્વકાળથી મુક્તિ પુરુષાર્થ વગર
થઈ નથી.
ઉગ્ર પુરુષાર્થ વડે જીવે શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરી લીધી–એમ અકાળનયથી કહેવામાં આવે છે, તેમાં પણ
મુક્તિનો સમય તો જે છે તે જ છે, તે સમય કાંઈ ફરી ગયો નથી. જીવે અનંત પુરુષાર્થ કરીને ઘણાં કાળના
કર્મોનો અલ્પકાળમાં નાશ કર્યો ને શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરી–એમ લક્ષમાં લેવું તે અકાળનય છે.
આ જે ધર્મો કહેવાય છે તે બધાય ધર્મો શુદ્ધ ચૈતન્યવસ્તુના આધારે છે; કોઈ નિમિત્તના આધારે, રાગના
આધારે, એકલી પર્યાયના આધારે, કે એકેક ધર્મના આધારે આ ધર્મ રહેલા નથી. એટલે આ ધર્મનો નિર્ણય
કરવા જતાં ધર્મી એવું ચૈતન્યદ્રવ્ય લક્ષમાં આવે છે. આખા વસ્તુ સ્વભાવને દ્રષ્ટિમાં લીધા વિના તેના ધર્મનો
યથાર્થ નિર્ણય થઈ શકે નહિ. આત્મદ્રવ્યની સન્મુખતાથી જ તેના ધર્મની સાચી પ્રતીતિ થાય છે, ચૈતન્ય
સ્વભાવસન્મુખ જેનો પુરુષાર્થ વળ્યો તેને અચિરં (શીઘ્ર) મુક્તિ થયા વિના રહે નહીં.
જેમ અચાનક સર્પ વગેરે કરડતાં નાની ઉંમરમાં કોઈ માણસ મરી જાય તો ત્યાં એમ કહેવાય છે કે આ
માણસનું અકાળે અવસાન થયું. ખરેખર તો તેનું આયુષ્ય જે સમયે પૂરું થવાનું હતું તે સમયે જ થયું છે, કાંઈ
વહેલું નથી થયું; પણ લોકવ્યવહારમાં અકાળે અવસાન પામ્યો એમ કહેવાય છે. તેમ આત્મામાં એક એવો ધર્મ
છે કે આત્મા પુરુષાર્થ કરીને અકાળે મોક્ષ પામ્યો અર્થાત્ વહેલો મોક્ષ પામ્યો–એમ અકાળનયથી કહેવામાં આવે
છે. જે જીવ વસ્તુસ્વભાવથી ઊંધુંં માને છે ને ઊંધુંં પ્રરુપે છે તે જીવ ક્ષણે ક્ષણે અનંત સંસાર વધારે છે, તેમજ
સ્વભાવની દ્રષ્ટિના જોરે સમકિતિ જીવ અનંત સંસારને એક ક્ષણમાં તોડી નાખે છે ને શીઘ્ર મુક્તિ પામે છે–એમ
અકાળનયથી કહેવામાં આવે છે. પહેલાંં સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન હતી ને સંસાર ઉપર દ્રષ્ટિ હતી ત્યારે ક્ષણે ક્ષણે
અનંત સંસાર વધારે છે એમ કહ્યું, અને જ્યાં સત્સમાગમે ઊંધી દ્રષ્ટિ ટાળીને સ્વભાવદ્રષ્ટિ કરી ત્યાં એક ક્ષણમાં
અનંત સંસારને કટ કરી નાખ્યો–એમ અકાળનયથી કહેવાય છે. પણ સંસાર થવાનો હતો ને ટાળ્યો અથવા તો તે
કાળે મોક્ષ થવાનો ન હતો ને થઈ ગયો–એવો અકાળનયનો અર્થ નથી. અકાળનયથી પર્યાયનો ક્રમ ફરી જાય
છે–એમ નથી. પણ અનંતકાળનાં કર્મો અલ્પકાળમાં તોડી નાંખ્યાં–એમ અકાળનયથી કહેવાય છે. આ નયો
છદ્મસ્થના જ્ઞાનમાં હોય છે, કેવળી ભગવાનના જ્ઞાનમાં નય હોતા નથી. તેમને તો એક સાથે સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન
વર્તી રહ્યું છે.
જુઓ, કાળનયથી અને અકાળનયથી જુદા જુદા બે ધર્મો કહ્યા, તે બંને ધર્મો જુદા જુદા જીવમાં નથી
પણ એક જ જીવમાં તે બંને ધર્મો એક સાથે વર્તી રહ્યા છે; એ જ પ્રમાણે નિયતિ–અનિયતિ વગેરે નયથી જે ધર્મો
કહ્યા તે પણ એકેક આત્મામાં એક સાથે જ વર્તી રહ્યા છે. એક જીવ સ્વકાળ અનુસાર મુક્તિ પામે ને બીજો જીવ
પુરુષાર્થ કરીને અકાળે મુક્તિ પામે–એમ નથી અર્થાત્ એક ધર્મ એક જીવમાં અને બીજો ધર્મ બીજા જીવમાં એમ
નથી, એક જ જીવમાં બધા ધર્મ એક સાથે રહેલા છે.
કાળનયથી તો જીવ જે સમયે મુક્તિ પામકવાનો હોય તે જ સમયે જ પામે ને અકાળનયથી તેમાં ફેરફાર
થાય–એમ નથી.
આ જીવ તેના સ્વકાળ અનુસાર મુક્તિ પામ્યો એમ કહેવું તે કાળનયનું કથન છે. પરંતુ, સ્વકાળે જીવ
મુક્તિ પામ્યો એમ જ્યારે કાળનયથી કહ્યું ત્યારે પણ, પુરુષાર્થ વગર તે મુક્તિ પામ્યો–એવો તેનો અર્થ નથી,
સ્વકાળ વખતેે પણ પુરુષાર્થ તો ભેગો જ છે.
અને આ જીવ ઉગ્ર પુરુષાર્થ વડે શીઘ્ર મુક્તિ પામ્યો–એમ કહેવું તે અકાળનયનું કથન છે. પરંતુ,
પુરુષાર્થથી શીઘ્ર મુક્તિ પામ્યો એમ જ્યારે અકાળનયથી કહ્યું ત્યારે