Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: ચૈત્ર : ૨૪૮૧ આત્મધર્મ : ૧૬૧ :
પણ, મુક્તિનો સ્વકાળ ન હતો ને મુક્તિ થઈ–એવો તેનો અર્થનથી, પુરુષાર્થ વખતે તેનો સ્વકાળ પણ તેવો જ
છે.
આ રીતે કાળનય અને અકાળનય એ બંને નયોના વિષયરૂપ બંને ધર્મો આત્મામાં એક સાથે જ રહેલા
છે એમ સમજવું. અહીં જે ધર્મો કહેવાય છે તે બધાય ધર્મોનો અધિષ્ઠાતા તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છે, એવા
આત્માને દ્રષ્ટિમાં લેવો તે જ આ બધા ધર્મોને જાણવાનું ફળ છે.
–અહીં ૩૧મા અકાળનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
(હવે પુરુષકારનય અને દૈવનયથી આત્માનું વર્ણન કરે છે.)
(૩૨) પુરુષકારનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય પુરુષકાર નયે જેની સિદ્ધિ યત્નસાધ્ય એવું છે, – જેને પુરુષકારથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે
એવા પુરુષકારવાદીની માફક.’ આત્મામાં એક એવો સ્વભાવ છે કે તેની સિદ્ધિ યત્નસાધ્ય છે. જેમ કોઈ માણસ
લીંબુ વાવે ને તેને લીંબુનું ઝાડ ઊગે, તેમ ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ અને એકાગ્રતાના પ્રયત્ન
વડે આત્માની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.–આવું જાણનાર પુરુષકારનય છે. આવા પુરુષકારનય વગર નિયતિનય કે
કાળનય હોતા નથી. બધા નયોથી–બધા પડખાંથી દ્રવ્યને જાણીને પ્રતીતમાં લેવું જોઈએ. પુરુષાર્થથી જ આત્માની
સિદ્ધિ થાય–એવો ધર્મ આત્મામાં ત્રિકાળ છે.–ક્યો પુરુષાર્થ? નિમિત્ત તરફનો કે રાગ તરફનો પુરુષાર્થ તે કાંઈ
મુક્તિનું કારણ નથી પણ આત્મા તરફ વળીને સ્વભાવનો પુરુષાર્થ તે મુક્તિનું કારણ છે. આવા પ્રયત્ન વગર
આત્માની સિદ્ધિ સાધ્ય થતી નથી. યત્નસાધ્ય થાય એવો ધર્મ કોનો છે? આત્મદ્રવ્યનો તે ધર્મ છે એટલે આત્મા
સામે જોવાનું રહ્યું, અંતર્મુખ આત્મસ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતાના પ્રયત્નથી જ ધર્મ થાય છે.
નિયતિનય કે કાળનયના વર્ણન વખતે પણ આ પુરુષાર્થધર્મ વસ્તુમાં ભેગો જ છે. આ પુરુષાર્થ ધર્મને
ઉડાડીને એકલી નિયતિને માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેણે ખરેખર આત્માને માન્યો નથી. તેમજ પુરુષાર્થ વખતે
બીજા પણ અનંત ધર્મો ભેગાજ છે, એટલે પુરુષાર્થ કરનારે પણ એકલા પુરુષાર્થધર્મ સામે જોવાનું નથી પણ
અખંડ આત્મદ્રવ્યની સામે જોવાનું છે, કેમકે પુરુષાર્થધર્મ આત્માનો છે. અંતરના પ્રયત્નથી મુક્તિ થાય–એવો
મારો આત્મા છે–એમ યત્નસાધ્યધર્મ વડે આત્માને લક્ષમાં લ્યે તે પુરુષકારનય છે. આના પછી હવે દૈવનયથી
અયત્નસાધ્યધર્મ કહેશે, પણ તે વખતેય આ પુરુષાર્થધર્મ તો ભેગો જ છે, પુરુષાર્થ વગરનું એકલું દૈવ નથી. એક
જ ધર્મનો એકાંત ખેંચે ને આત્માના બીજા ધર્મો તે વખતે સાથે જ વર્તે છે તેને ન સ્વીકારે તો તે મિથ્યાદ્રષ્ટિ છે
ને તેના બધા નયો તથ્ય છે. જ્ઞાની નો અનંત ધર્મના આધારભૂત પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યની દ્રષ્ટિ રાખીને,
પ્રમાણજ્ઞાનપૂર્વક દરેક ધર્મને તે તે પ્રકારના નયથી જાણે છે, એટલે જ્ઞાનીને જ સમ્યક્ નય હોય છે–એમ સમજવું.
એ પ્રમાણે ૩૨મા પુરુષકારનયથી આત્માનું વર્ણન કર્યું.
(૩) દૈવનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય દૈવનયે જેની સિદ્ધિ અયત્નસાધ્ય છે એવું છે, –પુરુષકારવાદીએ દીધેલા લીંબુના ઝાડની
અંદરથી જેને (યત્ન વિના, દૈવથી) માણેક પ્રાપ્ત થાય છે એવા દૈવવાદીની માફક. ’
અહીં દૈવવાદીનો દાખલો આપીને સમજાવ્યું છે. મોટા પુણ્યવંત પુરુષોનાં મગજમાં તેમજ હાથીના
મસ્તકમાં મુક્તાફળ–મોતી પાકે છે, તેમ કોઈ જીવને પુણ્ય પ્રતાપે લીંબુના ઝાડમાંથી પણ મોતી નીકળી પડે, ત્યાં
તેને મોતી મેળવવાનો પ્રયત્ન ન હતો ને મળ્‌યા, તેથી તેને દૈવ કહ્યું. તેમ જે જીવ સ્વભાવ તરફના પ્રયત્નથી
મોક્ષમાર્ગને સાધે છે તે જીવને કર્મો સ્વયમેવ ટળતા જાય છે, કર્મને ટાળવા તરફનો તેનો પુરુષાર્થ નથી માટે તેને
દૈવ કહ્યું. પરંતુ જેમ દૈવવાદીને લીંબુમાંથી મોતી મળ્‌યાં તેમાં પણ તેને તે જાતના પુણ્ય છે તેમ દૈવનયથી
આત્માના યત્ન વિના કર્મો ટળ્‌યા ને મુક્તિ થઈ–એમ કહેવાય, તેમાં પણ સ્વભાવ તરફનો પુરુષાર્થ તો છે જ.
અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફનો પુરુષાર્થ કર્યો ત્યાં જડ કર્મોનો