અયત્નસાધ્ય કહેવાય છે. દૈવનયમાં એમ નથી કે કર્મ માર્ગ આપે ત્યારે મુક્તિ થાય ને તેમાં જીવનો પુરુષાર્થ ન
ચાલે! જીવ પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યાં કર્મ એની મેળે ટળી જાય છે, તેમાં જુદો યત્ન કરવો પડતો
નથી માટે તેનું નામ દૈવ છે.
જોઈએ, તો જ દૈવનયનું જ્ઞાન સાચું કહેવાય. પુરુષાર્થ વડે મુક્તિ થઈ–એમ ન કહેતાં, કર્મો ટળ્યાં ને મુક્તિ થઈ
અથવા દૈવથી મુક્તિ થઈ–એમ કહેવું તે દૈવવાદ છે, પરંતુ તેમાં પણ ચૈતન્યસ્વભાવના પુરુષાર્થનો તો સ્વીકાર
ભેગો છે જ. યત્નસાધ્ય તે સ્વ અપેક્ષાએ, ને અયત્નસાધ્ય તે પર અપેક્ષાએ; પોતામાં પુરુષાર્થ છે ને પરને માટે
પુરુષાર્થ નથી. સ્વના પુરુષાર્થની સાથે કર્મના અભાવરૂપ દૈવ પણ છે. આ દૈવનયવાળાને પણ આત્મસન્મુખતા
છે, તેને કાંઈ પુરુષાર્થનો નિષેધ નથી.
–પણ કર્મ ટળે ક્યારે? કર્મ સામે જોવાથી કર્મ ન ટળે, પણ સ્વભાવસન્મુખ એકાગ્રતાનો પ્રયત્ન કરતાં કર્મો સ્વયં
ટળી જાય છે ને મુક્તિ થઈ જાય છે. પુરુષાર્થની વિવક્ષા ગૌણ કરીને દૈવનયમાં કર્મની વિવક્ષાથી કથન કર્યું છે.
વસ્તુમાં તો પુરુષાર્થ વગેરે અનંતધર્મો એક સાથે રહેલા છે, તેમાં એક મુખ્ય ને બીજો ગૌણ એવા પ્રકાર નથી,
અભેદ વસ્તુમાં બધા ધર્મો એક સાથે છે. પણ છદ્મસ્થને શ્રુતજ્ઞાનમાં નય પડે છે, તે નયમાં મુખ્ય–ગૌણ હોય છે.
એક નય છે તે બીજા નયોના વિષયભૂત ધર્મોને ગૌણ કરે છે–પણ તેનો સર્વથા નિષેધ નથી કરતો. જો બીજા
ધર્મોનો સર્વથા નિષેધ કરે તો અનેકાન્તમય વસ્તુ સ્વરૂપ જ સાબિત ન થાય એટલે કે વસ્તુનું પ્રમાણજ્ઞાન જ ન
થાય. ને પ્રમાણ વિના નય પણ ક્યાંથી હોય? ન જ હોય, કેમ કે નય તે શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે.
લક્ષમાં લે છે તે ધર્મ પરનો નથી પણ આત્માનો છે, માટે આત્માની સન્મુખ દ્રષ્ટિ કરે તેને જ તેના ધર્મોનું યથાર્થ
જ્ઞાન થાય છે. કર્મ સામે જોઈને દૈવનયની પ્રતીત નથી થતી પણ આત્માની સામે જોઈને તેની પ્રતીત થાય છે.
આત્મદ્રવ્યમાં જ મુક્તિ થવાનો ધર્મ છે, તે ધર્મ કાંઈ કર્મમાંથી નથી આવતો, પણ આત્માનો જ તે ધર્મ કાંઈ
કર્મમાંથી નથી આવતો, પણ આત્માનો જ તે ધર્મ છે. આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાય અને કર્મ
ઉપરની દ્રષ્ટિ ગઈ, ત્યારે આવા ધર્મોનું ભાન થયું. આમાં પોતાનો મહિમા આવવો જોઈએ કે અહો! આ તો બધું
મારા ધર્મોનું જ વર્ણન છે, આમાં પરનો મહિમા ક્યાં ય નથી પણ મારા ચૈતન્યસ્વભાવનો જ મહિમા છે, ઘણા
નયોની વિધવિધ વિવક્ષાથી વર્ણન કર્યું તે તો મારા સ્વભાવની વિશાળતા છે. આમ આત્મસ્વભાવનો મહિમા
લાવીને સમજવું જોઈએ, પણ કંટાળો ન લાવવો જોઈએ.
પુરુષાર્થ, દૈવ વગેરે જેટલા ધર્મો વર્ણવ્યા તેમાં પર ઉપર કે વિકાર ઉપર વજન દેવાનું નથી કેમકે આ ધર્મો પરના
આધારે કે વિકારના આધારે નથી; તેમજ એકેક ધર્મ જુદો રહેતો નથી માટે તે એકેક ધર્મ ઉપર પણ વજન દેવાનું
નથી; અખંડ આત્માના જ આશ્રયે આ બધા ધર્મો એક સાથે રહેલા છે; ધર્મ કોનો? કે ધર્મીનો; ધર્મી એટલે આખો
આત્મા; તે અખંડ આત્મા શુદ્ધચૈતન્યમૂર્તિ છે તેના ઉપર જ વજન દેવાનું છે. વજન દેવું એટલે શું? કે શ્રદ્ધા–જ્ઞાનનું
જોર તે અખંડ સ્વભાવ તરફ વાળીને તેમાં એકાગ્ર થવું,–તે શુદ્ધ આત્માની પ્રાપ્તિનો ઉપાય છે. અત્યારે ‘આત્મા
કોણ છે’ તે આચાર્ય પ્રભુ સમજાવે છે, અને આત્માની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન હવે પછી કહેશે.