Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: ચૈત્ર : ૨૪૮૧ આત્મધર્મ : ૧૬૩ :
આ ધર્મો ચૈતન્યદ્રવ્યના આશ્રયે રહેલા છે, પર્યાયના આશ્રયે નથી, એટલે પર્યાયબુદ્ધિ છોડીને ચૈતન્યદ્રવ્ય તરફ
જોતાં આ ધર્મોની યથાર્થ ઓળખાણ થાય છે, પર્યાયબુદ્ધિવાળાને આ ધર્મોની ઓળખાણ હોતી નથી.
પુરુષાર્થનયથી કહો કે દવનયથી કહો, પણ જેઓ મોક્ષ પામે છે તે બધાય પુરુષાર્થપૂર્વક જ મોક્ષ પામે છે. જો
એકલા દૈવથી જ મુક્તિ થાય ને પુરુષાર્થ ન હોય તો તે જીવમાં એક દૈવધર્મ રહ્યો પણ પુરુષાર્થધર્મ ન રહ્યો, ને
પુરુષાર્થવાળાને એકલો પુરુષાર્થ ધર્મ જ રહ્યો, –પણ એમ બનતું નથી; બંનેમાં બંને ધર્મો છે. એક જીવને એકલા
પુરુષાર્થથી મુક્તિ ને બીજાને એકલા દૈવથી મુક્તિ–એમ જુદા જુદા બે જીવનું વર્ણન નથી, પણ એક જ જીવમાં
અનંતા ધર્મો એક સાથે રહેલા છે, તે ધર્મોનું આ વર્ણન છે. કથનમાં ભલે એક ધર્મની મુખ્યતા આવે, પણ તે જ
વખતે બીજા અનંતા ધર્મો વસ્તુમાં પડ્યા જ છે. જો એક ધર્મને માને બીજા ધર્મોને ન માને તો જ્ઞાન પ્રમાણ થતું
નથી. વસ્તુ એક સાથે અનંતધર્મોવાળી છે, તે ને વસ્તુની દ્રષ્ટિ પૂર્વકના આ નયો છે, એટલે આ નયો વડે એકેક
ધર્મનું જ્ઞાન કરનારની દ્રષ્ટિ તે એક ધર્મ ઉપર નથી હોતી પણ આખા ધર્મી ઉપર (ચૈતન્યસ્વભાવ ઉપર) તેની
દ્રષ્ટિ હોય છે. કથનમાં આ ધર્મો એક પછી એક આવે છે પણ વસ્તુમાં કાંઈ તે એક પછી એક નથી, વસ્તુમાં તો
એક સાથે બધા ધર્મો છે આ બધા ધર્મો આત્મદ્રવ્યના છે, આત્મદ્રવ્ય આ બધા ધર્મોને ધારી રાખે છે; આવા
અખંડ આત્મદ્રવ્યને અંતરંગ દ્રષ્ટિમાં લેવું તે જ આ બધા ધર્મોના વર્ણનનું તાત્પર્ય છે.
અહીં આચાર્યદેવે લીંબુના ઝાડનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. પુરુષાર્થવાદીએ લીંબુના ઝાડ વાવ્યા, અને
તેમાંથી એક ઝાડ દૈવવાદીને આપ્યું, ત્યાં દૈવવાદીને તે લીંબુના ઝાડમાંથી માણેકની પ્રાપ્તિ થઈ. તેમ અહીં
આત્માએ પ્રયત્ન કર્યો પોતામાં, ત્યાં કર્મ ટળીને ચૈતન્યરત્ન પ્રાપ્ત થયું. દૈવવાદીને લીંબુના ઝાડમાંથી માણેક
નીકળ્‌યા તેમાં તેના તે પ્રકારના પુણ્ય છે તેમ અહીં દૈવનયવાળાને પણ મુક્તિ પ્રાપ્ત થવામાં તે પ્રકારનો પ્રયત્ન
છે. દ્રષ્ટાંતમાં દૈવવાદી ને પુરુષાર્થવાદી જુદા છે પણ સિદ્ધાંતમાં દૈવધર્મ અને પુરુષાર્થધર્મ કાંઈ જુદા જુદા
આત્માના નથી, એક જ આત્માના બંને ધર્મો છે. જેણે પોતાના જ્ઞાયકસ્વભાવ તરફનો પુરુષાર્થ કર્યો તેને કર્મ
તરફનો પ્રયત્ન ન હોવા છતાં કર્મ ટળીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ રૂપી રત્નની પ્રાપ્તિ થઈ જાય છે.
પણ કોઈક જીવનો પુરુષાર્થ બીજા જીવને કામ આવી જાય–એમ બનતું નથી. દૈવનય પણ પુરુષાર્થ–ધર્મનો નિષેધ
નથી કરતો; જો એકલા દૈવને જ માનીને પુરુષાર્થનો નિષેધ કરે તો તે એકાંત મિથ્યાદ્રષ્ટિ છે.
મોટા હાથીના મસ્તકમાં મોતી પાકે છે. જેમ કેસરી સિંહ પંજો મારીને હાથીને ફાડી નાંખે છે ને તેનાં
મોતીને જમીન ઉપર વેરી નાંખે છે, તેમ અહીં આત્મા–પુરુષાર્થરૂપી સિંહ કર્મરૂપી કુંજરને ફાડીને મોક્ષરત્ન પ્રાપ્ત
કરે છે. આમાં આત્માએ પુરુષાર્થથી જડ કર્મોને ટાળ્‌યા એમ કહેવું તે નિમિત્તથી કથન છે, અને કર્મ ટળવાથી
આત્માની મુક્તિ થઈ–એ પણ નિમિત્તથી કથન છે. આત્માનો પુરુષાર્થ આત્મામાં છે ને કર્મની અવસ્થા જડમાં છે.
આત્મા તો પોતાના સ્વભાવનો જ પુરુષાર્થ કરે છે ત્યાં કર્મ તેની મેળે ટળી જાય છે ને મુક્તિ થઈ જાય છે. આમાં
કર્મને ટાળવા તરફ જીવનો યત્ન નથી છતાં કર્મ ટળી જાય છે ને મુક્તિ થઈ જાય છે તેથી અયત્નસાધ્યધર્મ
કહેવામાં આવ્યો છે.
દૈવ અને પુરુષાર્થ બાબતમાં એક બીજો દાખલો આ પ્રમાણે આવે છે: બે મિત્રો હતા, તેમાં એક દૈવવાદી,
ને બીજો પુરુષાર્થવાદી; એક વાર બંને એક ગામમાં ગયા ને ક્ષુધા લાગી. ત્યારે દૈવવાદી કહે કે મારા દૈવમાં હશે
ત્યારે ખોરાક મલી રહેશે. પુરુષાર્થવાદી કહે કે હું ગામમાં જઈને યત્નથી ખોરાક મેળવી આવું છું. પછી
પુરુષાર્થવાદી ગામમાં જઈને બે લાડવા લઈ આવ્યો અને આવીને દૈવવાદીને કહ્યું કે જો, હું પ્રયત્નથી લાડવા લઈ
આવ્યો. પછી એક લાડવો તેણે પોતાની પાસે રાખીને બીજો દૈવવાદીને આપ્યો. ત્યારે દૈવવાદીએ કહ્યું કે જો, મારા
દૈવ પ્રમાણે મને પણ લાડવો મળી ગયો. –હવે આ દ્રષ્ટાંતમાં ખરેખર તો દૈવવાદીને તેમજ પુરુષાર્થવાદીને બંનેને
પોતાના ‘પુણ્યથી’ જ લાડવાની પ્રાપ્તિ થઈ છે; પણ એકને પુરુષાર્થનો વિકલ્પ નિમિત્તરૂપે છે તેથી તેને
પુરુષાર્થથી લાડવાની પ્રાપ્તિ કહી, અને બીજાને તેવો વિકલ્પ નથી તેથી તેને યત્ન વગર દૈવથી લાડવાની પ્રાપ્તિ
કહી. પણ બંનેમાં એક જ પ્રકાર છે કે તે પ્રકારના પુણ્ય હોય તો પ્રાપ્તિ થાય. તેમ અહીં