Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: ચૈત્ર : ૨૪૮૧ આત્મધર્મ : ૧૫૩ :
અચિંત્ય ચૈતન્યસ્વરૂપ
વૈશાખ સુદ ૧૧ના રોજ રાણપુરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન.
ભગવાન! અનાદિથી તેં શુભ–અશુભ ભાવો તો કર્યાં છતાં ચૈતન્યસ્વરૂપ
તારા લક્ષમાં ન આવ્યું, તો તે શુભ–અશુભ ભાવો કરતાં તારા ચૈતન્યતત્ત્વની જાત
કાંઈક જુદી છે–એમ અંતરમાં વિચાર કરીને નિર્ણય કર, તો તને ધર્મ થાય અને
સંસારની રખડપટીનો અંત આવે.
અહો! અચિંત્ય આત્મસ્વભાવના અનુભવમાં એક આત્મા સિવાય બીજા
કોઈનું અવલંબન છે જ નહિ, બહારનું કોઈ સાધન છે જ નહિ. ભાઈ, તારો
આત્મા તને તારા જ્ઞાનથી જ અનુભવમાં આવે તેવો છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, કે જેને જાણ્યા વિના અનાદિ કાળથી જીવ સંસારમાં
પરિભ્રમણ કરી રહ્યો છે? અને જે સ્વરૂપને જાણવાથી તે પરિભ્રમણનો અંત આવે? તેનું આ વર્ણન
છે. આત્માના પરમાર્થસ્વરૂપનું વર્ણન કરતાં પદ્મનંદીપચીસીના નિશ્ચયપંચાશત અધિકારમાં કહે છે
કે–

मनसोऽचिंत्यं वाचामगोचरम् यन्महस्तनोर्भिन्नम्।
स्वानुभवमात्र गम्यं चिद्रु पममूर्तमव्याद्वः।।
२।।
ચૈતન્યસ્વરૂપી તેજ મનથી અચિંત્ય છે, વચનથી અગોચર છે અને દેહથી ભિન્ન છે, તે માત્ર
સ્વાનુભવથી જ ગમ્ય છે. આવું અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જ જીવોને શરણભૂત છે, તે અમારી રક્ષા
કરો. ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા દેહથી ભિન્ન છે એટલે દેહની કોઈ ક્રિયા વડે તે જણાય તેવો
નથી; વળી તે વાણીથી અગોચર છે એટલે વાણી દ્વારા તે જણાય–એમ પણ નથી. અને મનથી પણ તે
અચિંત્ય છે એટલે મનના અવલંબને વિકલ્પ થાય તેનાથી પણ આત્મા અનુભવમાં આવે તેવો નથી.
આ રીતે દેહથી જુદો, વાણીથી અગોચર ને મનથી પણ અચિંત્ય એવો ચૈતન્યસ્વરૂપ આત્મા અંતરના
જ્ઞાનથી જ ગમ્ય થાય તેવો છે–પોતાના સ્વસંવેદનજ્ઞાનથી તે જણાય છે. આવા આત્માની
ઓળખાણનો પ્રયત્ન કરવો તે ધર્મની શરૂઆતનો ઉપાય છે.
હું પરનું કામ આ પ્રમાણે કરી દઉં–એમ જીવ મનમાં ચિંતા કરે, પરંતુ તે ચિંતાને લીધે બહારનું
કાર્ય થતું નથી, અને અંતરનું ચૈતન્યતત્ત્વ પણ તેના વડે પકડાતું નથી. બહારનું કાર્ય થવું કે ન થવું
તેમાં જીવની ચિંતા નિરર્થક છે,