રખડતાં તેણે ચારે ગતિના અવતાર અનંતવાર કર્યા છે. અજ્ઞાની જીવ દયા વગેરેના શુભ પરિણામ
કરીને તેને ધર્મ માને છે, પણ એવા દયાના પરિણામ કરીને અનંતવાર સ્વર્ગમાં ગયો છતાં આત્માના
ભાન વગર કિંચિત્ પણ ધર્મ થયો નહીં ને ભવભ્રમણ મટયું નહિ. દયા, ભક્તિ વગેરેના શુભ
પરિણામ હોય તે જુદી વાત છે, ધર્મીને પણ દયા–ભક્તિના ભાવ હોય, પણ તેને અંતરમાં ભાન વર્તે
છે કે આ રાગ પરિણામ છે તે ધર્મ નથી, મારું ચૈતન્યતત્ત્વ આ રાગથી ભિન્ન છે. આવી અંતર્દષ્ટિને
લીધે જ ધર્મીને ધર્મ થાય છે; ધર્મીને પણ જે રાગ થાય છે તે કાંઈ ધર્મનું કારણ નથી.
અમારી શક્તિનું કામ નથી, ભગવાનના કોઈ અલૌકિક પુણ્યના પ્રતાપે આ રચના થઈ ગઈ છે.
સમવસરણમાં ભગવાનને ઈચ્છા વિના સહજપણે સર્વાંગેથી દિવ્ય વાણીનો ધોધ છૂટે છે, ને સિંહ–
વાઘ–હાથી–વાંદરા–સર્પ ને મોર વગેરે તિર્યંચો પણ સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય છે.
એકાવતારી ઈન્દ્રો પણ ત્યાં આવીને ભગવાનની સ્તુતિ કરે છે; પણ તે વખતેય તેની દ્રષ્ટિ અંતરના
જ્ઞાનાનંદ સ્વરૂપમાં પડી છે. રાગ થાય છે ખરો, પણ તે જ વખતે મારું જ્ઞાનાનંદ સ્વરૂપ આ રાગથી
પાર છે–એવી અંતર્દષ્ટિનું પરિણમન ધર્મીને વર્તે છે. મારો આત્મા દેહથી પાર છે, વચનથી કે મનથી
તે ગમ્ય નથી અને રાગથી પણ તે અગમ્ય છે, માત્ર સ્વાનુભવથી જ ગમ્ય છે. અચિંત્ય આત્મ
સ્વભાવ છે ને રાગથી એટલે કે વ્યવહારથી જણાય તેવો નથી, પણ સ્વસન્મુખ થઈને અંર્તદ્રષ્ટિ
કરે તેનાથી જ આત્મા જણાય તેવો છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કદી બનતું નથી,
ચિદાનંદસ્વરૂપ આત્મા વ્યવહારના વિકલ્પોથી પાર છે, તેને નિશ્ચયનયથી અંતરંગમાં પકડે તો
સમ્યક્ દર્શન થાય છે. ભાઈ! આવી સત્ય વાત લક્ષમાં લઈને તેનો પક્ષ તો કર...સત્યનો નિર્ણય
કરીને તેની હા તો પાડ...પછી તેનું અંર્તમંથન કરતાં કરતાં સ્વસન્મુખ થઈને આત્માનો અનુભવ
થશે. જો અંતરમાં પુરુષાર્થ કરીને એકવાર પણ આવું અપૂર્વ આત્મભાન કરે તો અલ્પકાળમાં જીવ
મુક્તિ પામે, ને પછી ફરીને તેને અવતાર ન રહે. જીવ અનાદિથી પોતાના વાસ્તવિક જ્ઞાનસ્વરૂપને
ભૂલીને, વિકારને અને દેહને પોતાનું સ્વરૂપ માનીને સંસારમાં રખડી રહ્યો છે. કોઈ બીજાએ તેને
રખડાવ્યો નથી ને કોઈ બીજો તેને તારનાર નથી; પોતે જ ભૂલ કરી છે તેથી રખડયો છે, અને
યથાર્થ સમજણ વડે પોતે તે ભૂલને ટાળે તો રખડવાનું મટે. આ સિવાય પરનો વાંક કાઢે તો તે
પોતાના દોષ ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને તેનું રખડવાનું મટે નહિ. જેમ–કોઈને મોઢા ઉપર મેલ
હોય ને અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાય, ત્યાં તે અરીસાને ઘસવા માંડે તો મોઢા ઉપરનો ડાઘ
ક્યાંથી જાય? જ્યાં મેલ છે તેને તો જાણે નહિ ને બીજે ઠેકાણે ઉપાય કરે તો મેલ ટળે નહિ. મેલ
ક્યાં છે તે જાણે તો તેને ટાળવાનો ઉપાય કરે. તેમ આત્મા પોતાની જ ભૂલથી સંસારમાં રખડે છે,
તેની જ પર્યાયમાં મલિનતા અને અપરાધ છે, તેને બદલે પરને કારણે રખડયો એમ માને તો તે
પર સામે જ જોયા કરે પણ પોતાની ભૂલ ટાળવાનો ઉપાય કરે નહિ, એટલે તેની ભૂલ કદી ટળે
નહિ ને તેનું રખડવાનું અટકે નહિ. ભાઈ! તારી ભૂલથી જ તું રખડયો, તે ભૂલ તેં કરી છે અને તું
જ તે ભૂલને ટાળ તો