Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 22

background image
: ૧૭૮ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
[૧૯]
(અંક ૧૩૮ થી ચાલુ)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.


આ ક્યો વિષય ચાલે છે? જેને સ્વર્ગાદિ સંયોગને પ્રાપ્ત કરવાની ભાવના નથી પણ
આત્માનું સ્વરૂપ જાણીને તેની જ પ્રાપ્તિ કરવાની ભાવના છે, એવા જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું છે કે હે
ભગવાન! આ આત્મા કેવો છે ને કઈ રીતે તેની પ્રાપ્તિ થાય છે? તે સમજાવો. પ્રભો! અનાદિથી
નહિ જાણેલા એવા આત્માનું સ્વરૂપ જાણીને હું તેની પ્રાપ્તિ કરું અને સંસારપરિભ્રમણનો અંત
આવીને મારી મુક્તિ થાય–એવું સ્વરૂપ મને બતાવો. ––આવી જિજ્ઞાસાવાળા શિષ્યને આચાર્યદેવ
આત્માનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે તેનું આ વર્ણન ચાલે છે. જો આત્માના
ધર્મો વડે તેના વાસ્તવિકસ્વરૂપને ઓળખે તો તેમાં એકાગ્ર થઈને તેની પ્રાપ્તિ કરે અને મુક્તિ
થાય. માટે જેણે સંસારપરિભ્રમણથી છૂટવું હોય ને આત્માની મોક્ષદશા પ્રાપ્ત કરવી હોય તેણે
આત્મસ્વરૂપને ઓળખવું જોઈએ.
[૩૪] ઈશ્વરનયે આત્માનું વર્ણન
“આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, –ધાવની દુકાને ધવડાવવામાં આવતા
મુસાફરના બાળકની માફક.”
સાધકને સ્વભાવની દ્રષ્ટિપૂર્વક પર્યાયનું જ્ઞાન હોય છે; તે જાણે છે કે મારી પર્યાયમાં જેટલા
રાગાદિ થાય છે તેટલી મારી પરતંત્રતા છે, તે પરતંત્રતા પરને લીધે થઈ નથી પણ મારી પર્યાયમાં જ
પરતંત્ર થવાનો તેવો ધર્મ છે. અસ્થિરતાને લીધે કર્મના ઉદયમાં જોડાતાં વિકાર થાય, ત્યાં ધર્મીને
પોતાના ચૈતન્યની ઈશ્વરતાનું તો ભાન છે અને વિકાર થયો તેમાં કર્મને ઈશ્વરતા આપીને કહે છે કે
કર્મને આધીન વિકાર થાય છે. –આમ જાણવું તે ઈશ્વરનય છે. વસ્તુની દ્રષ્ટિપૂર્વકના આ નયો છે.
સ્વભાવની મોટપનું ભાન રાખીને પર્યાયની નબળાઈને ધર્મી જાણે છે કે હજી મારી પર્યાયમાં આટલી
પરાધીનતા થાય છે. હું કર્મને આધીન થઈને વિકાર કરું છું. તે મારો એક સમયની પર્યાયનો ધર્મ છે.
દ્રષ્ટિના વિષયમાં તો એમ આવે કે વિકારને આત્મા કરતો જ નથી, પરંતુ અહીં પ્રમાણપૂર્વકના
નયોનું વર્ણન છે, તેથી પર્યાયના વિકારને આત્મા પોતે પરાધીન થઈને કરે છે–એમ જ્ઞાન કરાવ્યું છે.
આત્મા પોતે પરતંત્ર થઈને પર્યાયમાં વિકાર કરે એવો તેનો ધર્મ છે, પણ કર્મ આ જીવને પરાણે
વિકાર કરાવ